- નિર્મલા સીતારામણે ભાજપનો મેનિફેસ્ટો જાહેર કર્યો
- બિહારમાં ભાજપ 121 બેઠકો પર ચૂંટણી
- કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ કાર્યક્રમમાં હાજર રહ્યાં
પટણા : ભારતીય જનતા પાર્ટી બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને (ગુરુવારે) પોતાનો ઘોષણા પત્ર જાહેર કર્યો છે. કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા ઘોષણા પત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ પણ હાજર રહ્યા.
ભાજપનો મેનિફેસ્ટો જાહેર
કોરોના સંકટ વચ્ચે, ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખ 25 સપ્ટેમ્બરના રોજ જાહેર કરી હતી. પ્રથમ તબક્કાના મતદાન 28 ઓક્ટોબરના રોજ થશે, જ્યારે બીજો તબક્કો 3 નવેમ્બરના રોજ અને છેલ્લો તબક્કો 7 નવેમ્બરના રોજ યોજાશે. જ્યારે પરિણામ 10 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.
મતદાન સમયમાં ફેરફાર કરાયા
આ વખતે વિશેષ પરિવર્તન એ છે કે મતદાન માટેનો સમય એક કલાક વધારવામાં આવ્યો છે. તે સવારે સાત થી સાંજના છ વાગ્યા સુધી રહેશે. આ ફેરફાર નક્સલવાદી પ્રભાવિત વિસ્તારોમાં નહીં થાય. સુરક્ષાની અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે.