ભાજપને પણ આ વાત ક્યાંકને ક્યાંક ખટકી રહી છે ત્યારે કોંગ્રેસને વળતો જવાબ આપવા વડાપ્રધાને પોતાના ટ્વીટર હેન્ડલરમાં નામ આગળ ચોકીદાર લખ્યું જે બાદ ભાજપના મોટાભાગના નેતા કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયામાં મુહિમ ચલાવી કે 'મેં ભી ચોકીદાર' અને તમામે નામ આગળ ચોકીદાર શબ્દ લગાવી કોંગ્રેસને જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે.
ભાજપના આ અભિયાન સામે યુથ કોંગ્રેસ અને NSUI એ પણ સોશિયલ મીડિયામાં વળતો જવાબ આપતા પોતાના ટ્વીટર હેન્ડલરના નામ બદલી 'ચોકીદાર ચોર હે' નામ લખ્યા. આમ, ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ નેતાઓ વચ્ચે ચોકીદાર શબ્દને લઈ એક બીજા ઉપર વાર કરવામાં આવી રહ્યા છે. ભાજપના કેમ્પઇનને યુથ કોંગ્રેસ અને NSUI એ વળતો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે જો કે, હજુ સુધી કોંગ્રેસના કોઈ મોટા નેતાએ પોતાના ટ્વીટર હેન્ડલરનું નામ બદલ્યું નથી.