ETV Bharat / bharat

ભાજપના જુઠ્ઠાણાની કિંમત દેશને ચૂકવવી પડશે: રાહુલ - રાહુલ ગાંધીનું નિવેદન

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું છે કે, સરકાર કોરોના વાઇરસના કેસ અને તેના કારણે થતા મૃત્યુના આંકડા વિશે ખોટુ બોલી રહ્યા છે. તેમણે કહ્યું કે કોવિડ-19 હોય કે GDP કે પછી ચીની ઘુસણખોરી, ભાજપ જુઠ્ઠુ બોલી રહી છે. ભાજપ રાષ્ટ્રીય મહત્વના આ બધા મુદ્દાઓ પર ખોટું બોલી રહી છે. તેમણે કહ્યું કે, ભાજપ દ્વારા ફેલાયેલી આ જુઠ્ઠાણાની કિંમત દેશને ચૂકવવી પડશે.

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી
author img

By

Published : Jul 19, 2020, 3:47 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો છે કે, ભાજપ સરકાર કોરોના વાઇરસના કેસના આંકડા અને તેના કારણે થતા મૃત્યુના આંકડા વિશે ખોટુ બોલી રહી છે. તેમણે કહ્યું કે, કોવિડ 19 હોય કે GDP કે પછી ચીની ઘુસણખોરી, ભાજપે આ તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જુઠ્ઠુ કહ્યું છે.

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ દ્વારા ફેલાયેલી આ જુઠ્ઠાણાની કિંમત દેશને ચૂકવવી પડશે. આ પહેલા પણ રાહુલ ગાંધીએ સરકારને ચેતવણી આપી હતી કે 10 ઓગસ્ટ સુધીમાં ભારત કોરોનાવાઇરસ મામલામાં 20 લાખને પાર કરી જશે. તેમણે સરકારને 10 લાખ કેસ નોંધવા બદલ યોગ્ય પગલા ભરવાની સલાહ આપી હતી.

શનિવારે રાહુલ ગાંધીએ પૂર્વ લદ્દાખમાં ચીન સાથેના હિંસક સંઘર્ષને લઇને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું કે, સરકારની હરકતોથી ભારતને મોટી કિંમત ચૂકવવી પડશે.

રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી સરકારની GDPની ગણતરી કરવાની પદ્ધતિઓ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે સરકાર GDPના આંકડા વધારીને બતાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.