તો વળી ઉદયરાજન ભોસલે સતારામાંથી ચૂંટણી લડશે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો ભાજપે હાલમાં જે યાદી બહાર પાડી તેમાં 52 ચાલુ ધારાસભ્યોને ટિકિટ આપી છે.
ભાજપ આ ચૂંટણીમાં શિવસેના સહિત અન્ય 4 સાથી પક્ષો સાથે મળી ચૂંટણી લડી રહી છે.
સાથે સાથે ભાજપે સતારા લોકસભા સીટ પર શિવાજીના વંશજ ઉદયન ભોંસલેને મેદાનમાં ઉતાર્યા છે.
આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ ચંન્દ્રકાન્ત પાટિલને કોઢરુદથી ટિકિટ આપી છે. તો વળી રાજ્યના ગ્રામિણ વિકાસ પ્રધાન પંકજા મુંડેને પાર્લી સીટ પરથી ટિકિટ મળી છે.
હાલમાં જ કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા રાધાકૃષ્ણ વિખે પાટિલને શિરડીથી ટિકિટ આપી છે. ગિરિશ મહાજનને જામનેરથી ટિકિટ મળી છે.
સતારા વિધાનસભા સીટ પરથી શિવેન્દ્ર સિંહને ટિકિટ મળી છે. મુક્તા તિલકને કસ્બા પેટમાંથી ટિકિટ મળી છે. સાથે સાથે અતુલ ભોસલેને કરાડ દક્ષિણમાંથી ટિકિટ આપવામાં આવી છે.