ઇન્દૌર : ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે જણાવ્યું હતું કે, NRCને લઇને લોકોમાં ગેરસમજ ઊભી કરવામાં આવી રહી છે. મને લાગે છે કે, પીડા કંઇક બીજી છે. તેમજ તેના માટે કોઇ બીજી દવાની જરૂરિયાત છે. વડાપ્રધાને 130 કરોડ લોકોની નાગરિકતાનો દાવો કર્યો છે. તેમ છતાં આંદોલન થઇ રહ્યાં છે. તે એક ગંભીર પ્રશ્ન છે.
તેમણે દિલ્હીની ચૂંટણીના એકઝિટ પોલને લઇને જણાવ્યું હતું કે, કોંગ્રેસનું પોતાનું અસ્તિત્વ સમાપ્ત થવા લાગ્યું છે. એકઝિટ પોલ જોઇને લાગે છે કે, ભારતીય જનતા પાર્ટી માટે સારા પરિણામ હશે. તેમણે પશ્ચિમ બંગાળને લઇને કહ્યું હતું કે, ચૂંટણી બાદ અમે સરકાર બનાવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં અરાજકતાનો માહોલ છે.
તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે પરીણામો એક્ઝિટ પોલની આસપાસના આવે છે. પરંતુ કયારેક પરિણામ એકઝિટ પોલની વિરુદ્ધ પણ આવી શકે છે.