ETV Bharat / bharat

બંગાળમાં ભાજપ નેતાના મોત પર CBI તપાસની માગ, 12 કલાક 'બંધ'નું એલાન

પશ્ચિમ બંગાળમાં ભાજપના ધારાસભ્યના શંકાસ્પદ મોત મામલે ભાજપે આજે સવારે છ વાગ્યાથી 12 કલાક સુધી બંધનું એલાન આપ્યું છે. ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર નાથ રેની હત્યાની આશંકા જણાતા ભાજપે આ નિર્ણય લીધો છે. આ બંધની અસર ઉત્તર બંગાળમાં દેખાઇ શકે છે.

author img

By

Published : Jul 14, 2020, 9:58 AM IST

Updated : Jul 14, 2020, 12:45 PM IST

bjp mla death
12 કાલક 'બંધ'નું એલાન

પશ્ચિમ બંગાળઃ ભારતીય જનતા પાર્ટીએ દેવેન્દ્ર નાથની હત્યા થઈ હોવાનો દાવો કર્યો છે અને હત્યા પાછળ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસને હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, ગૃહમંત્રાલયે જાણી જોઈને કરાયેલી હત્યા પર નિવેદન જાહેર કરવું જોઈએ.

રાજ્યપાલ પાસે આ મામલે દખલ દેવા અપિલ

દિલીપ ઘોષના નેતૃત્વમાં ભાજપના એક પ્રતિનિધિમંડળે રાજ્યપાલ સાથે મુલાકાત કરી નેતાના મોત પર CBI તપાસની માગ કરી હતી અને કહ્યું કે, 'આ તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ દ્વારા કરાયેલી હત્યા છે.' તૃણમૂલ પાર્ટી અમારા નેતા દેવેન્દ્ર નાથની લોકપ્રિયતાથી પરેશાન હતી. આ મામલે સત્ય બહાર લાવવા સ્વતંત્ર તપાસ થવી જોઈએ. આપ રાજ્યની કાનૂન વ્યવસ્થાઓ સારી રીતે સમજી શકો છો, જ્યાં એક ધારાસભ્ય જ સુરક્ષિત નથી.

પોલીસનું નિવેદન

આ મામલે પશ્ચિમ બંગાળ પોલીસે કહ્યું કે, નેતાના શર્ટમાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેમણે પોતાના મોત અંગે બે લોકો સામે આરોપ લગાવ્યા છે. પોલીસ સુત્રો અનુસાર, આ મામલાની તપાસ CIDને સોંપવામાં આવી છે, પરંતુ આ મામલો સત્તાવાર જાહેર થવાનો બાકી છે.

bjp mla death
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા

સોમવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ આ ઘટનાને 'શંકાસ્પદ હત્યા' ગણાવી હતી. નડ્ડાએ આરોપ લગાવ્યો હતો કે, આ મુખ્યપ્રધાન મમતા બેનર્જીના નેતૃત્વમાં ગુંડારાજ છે અને કાયદા-વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે.

Last Updated : Jul 14, 2020, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.