તેમણે આગળ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ખભ્ભે બંદૂક રાખી તેમને મોહરુ બનાવી કોંગ્રેસ પોતાની રાજનીતિક મહત્વકાંક્ષા પુરી કરવાના પ્રયત્નો કરી રહી છે. આ ગત રોજથી દિલ્હીમાં જોઈ રહ્યા છીએ અને હવે યુપીમાં પણ ચાલુ થયું છે.
ભાજપના પ્રવક્તાએ આગળ કહ્યું હતું કે, નાગરિકતા સંશોધન કાયદો નાગરિકતા છીનવવાનો નહીં પણ નાગરિકતા આપવાનો કાયદો છે. આમા જે રીતે કોંગ્રેસ, ટીએમસી અને આમ આદમી શાંતી છીનવવાની કોશિશ કરી રહી છે, તે નિંદનીય છે.
તેમણે જણાવ્યું હતું કે, નાગરિકતા સંશોધનમાં કોઈ પણ હિન્દુસ્તાની નાગરિક પછી ભલે ને તે હિન્દુ હોય કે, મુસલમાન અથવા અન્ય કોઈ પણ ધર્મના તેમના અધિકારોને આંચ નહીં આવે. આ વિદ્યાર્થીઓ ભણેલા-ગણેલા છે, પણ અમુક લોકો પોાતાની રાજનીતિ ચમકાવવા માટે વિદ્યાર્થીઓને મિસ ગાઈડ કરી રહ્યા છે.