ઉત્તર પ્રદેશઃ ગુરુવારે પરપ્રાંતીય મજૂરની પત્નીએ આગ્રા ફોર્ટ સ્ટેશન પર પુત્રીને જન્મ આપ્યો હતો. અમદાવાદથી કાનપુર જઇ રહેલી શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં જ્યારે પરપ્રાંતિય મજૂરની સગર્ભા પત્નીને પ્રસવ પીડા થઈ, ત્યારે ફોર્ટ રેલ્વે સ્ટેશન પર ટ્રેન રોકવામાં આવી હતી. મહિલાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. માતા અને બાળક બંનેને એસ.એન. મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યાં છે.
ઇટાવા જિલ્લાના બિરારી ગામના રહેવાસી આનંદકુમાર અને તેની સગર્ભા પત્ની મંજુ દેવી શ્રમિક સ્પેશ્યિલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં હતા. તેની પત્ની આગ્રા નજીક મજૂરી કરે છે. મજૂરની સગર્ભા પત્નીને પ્રસવ પીડા થતાં ગુરુવારે સવારે 9.15 વાગ્યે ટ્રેનને આગ્રા ફોર્ટ રેલ્વે સ્ટેશન પર રોકવામાં આવી હતી.
આગ્રા ફોર્ટ સ્ટેશન ચોકીના આરપીએફ ઇન્સ્પેક્ટર ઓમપ્રકાશ ઉપસ્થિત રહ્યાં હતાં. સગર્ભા સ્ત્રીને વેઇટિંગ રૂમમાં લઈ જવામાં આવી હતી. રેલ્વે ડોક્ટરોની ટીમની દેખરેખ હેઠળ વેઇટિંગ રૂમમાં સગર્ભાને ડિલિવરી કરવામાં આવી હતી. તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો.