ETV Bharat / bharat

ડેઝર્ટ નાઈટ- 21: રાફેલની ગર્જના આકાશમાં ગુંજશે, જોધપૂર એરબેઝ પહોંચી ફ્રાંસની વાયુસેના

author img

By

Published : Jan 20, 2021, 11:33 AM IST

Updated : Jan 20, 2021, 12:20 PM IST

ફ્રાંસ અને ભારત વચ્ચે સંયુક્ત યુદ્ધાભ્યાસ 'ડેઝર્ટ નાઈટ- 21' માટે બંન્ને દેશના સૈનિકો જોધપૂર એરબેઝ પહોંચી ચૂક્યા છે, સાથે જ યુદ્ધાભ્યાસની સામગ્રી પણ મોકલી દેવામાં આવી છે. આ ઉપરાંત લડાયક જહાજો પણ પહોંચી ચૂક્યા છે.

ડેઝર્ટ નાઈટ- 21 રાફેલની ગર્જના
ડેઝર્ટ નાઈટ- 21 રાફેલની ગર્જના
  • જોધપૂર ઍરબેસ પહોંચી ફ્રાંસ-ભારતની વાયુસેના
  • ભારતીય પાયલોટ ફ્રાંસના પાયલોટ પાસેથી શીખશે રાફેલનાં પાઠ
  • 'ગરૂડ' કરતા અલગ હશે 'ડેઝર્ટ નાઈટ- 21'

જયપૂર (રાજસ્થાન) : ભારત અને ફ્રાંસ વચ્ચે સંયુક્ત યુદ્ધાભ્યાસ 'ડેઝર્ટ નાઈટ- 21' માટે બંન્ને દેશના વિમાનો જોધપૂર એરબેઝ પર પહોંચી ચૂક્યા છે. તે માટે મંગળવારની રાત્રે જ ભારતીય વાયુસેનાનાં સૌથી મોટા માલવાહક વિમાન ગ્લોબ માસ્ટરમાં યુદ્ધાભ્યાસની સામગ્રી પણ મોકલી દેવામાં આવી છે. આ ઉપરાંત લડાયક જહાજો પણ પહોંચી ચૂક્યા છે.

ભારતીય વાયુસેનાએ આ યુદ્ધાભ્યાસની તૈયારીઓને લઈને ટ્વીટ કર્યું

ફ્રાંસ વાયુસેનાનાં લડાયક વિમાન રાફેલ સાથે વાયુસેના દળ મંગળવાર સાંજ સુધી જોધપૂર વાયુસેના સ્ટેશન પર પહોંચ્યા હતા. ભારતીય વાયુસેનાએ આ યુદ્ધાભ્યાસની તૈયારીઓને લઈને એક ટ્વીટ કર્યું છે. આ યુદ્ધાભ્યાસમાં રાફેલ સાથે રાફેલની લડાઇ સૌથી રસપ્રદ રહેશે. ફ્રાંસમાં બનેલા રાફેલ લડાયક વિમાનો ગત્ત વર્ષે ભારતીય વાયુસેના સાથે જોડાયા હતા. હવે ભારતીય પાયલોટનો સામનો ફ્રાંસના એવા પાયલટ સાથે થશે જે ઘણાં સમયથી રાફેલ ઉડાવી રહ્યા છે. જેથી ભારતીય પાયલોટને ફ્રાંસના પાયલોટ પાસેથી ઘણું શીખવા મળશે.

ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલા ગરૂડ યુદ્ધાભ્યાસ કરતાં આ યુદ્ધાભ્યાસ અલગ છે. આ યુદ્ધાભ્યાસ માટે ફ્રાંસ તરફથી અંદાજે 174 વાયુસૈનિકો સાથે રાફેલ, એરબેઝ A-330, મલ્ટીરોલ ટેન્કર ટ્રાંસપોર્ટ, A-400 tactical ટ્રાંસપોર્ટ ઍરક્રાફ્ટ ભાગ લેશે, જ્યારે ભારતના મિરાજ 2000, સુખોઈ 30, રાફેલ, il-78 ફ્લાઈટ રિફિલિંગ ઍરક્રાફ્ટ, અવાક્સ સહિત અન્ય વિમાનો પણ ભાગ લેશે.

Last Updated : Jan 20, 2021, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.