બિહાર: કોરોના વાઈરસ સામે ચાલી રહેલી લડત વચ્ચે બિહારના ઓરંગાબાદ જિલ્લાના એક યુવા વૈજ્ઞાનિકે હાઇડ્રોલિક પ્રેશરના સિદ્ધાંતના આધારે એક વિશેષ છત્રીની શોધ કરી છે. જે લોકોને કોરોના વાઈરસના સંક્રમણ(ફેલવા)થી સુરક્ષિત રાખશે.
આ ખાસ છત્રીમાં સેનિટાઈઝરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. જે સ્વચ્છતા જાળવવામાં મદદ કરશે. મનીષ પ્રજાપતિનો પુત્ર વિનીત જિલ્લાના સદર બ્લોકના દહેરા ગામનો રહેવાસી છે.
![Bihar's man designs special umbrella to protect from coronavirus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/bh-aur-01-vishesh-chhata-pkg-7204105_01042020155949_0104f_1585736989_915.jpg)
છત્રીની કામગીરી અંગે સમજાવતાં વિનીતે જણાવ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ છત્રી ખોલશે, ત્યારે તેની અંદર સ્થાપિત સેનિટાઇઝર પર દબાણ આવશે જે ઉપલા ભાગને સ્વચ્છ કરશે. આ રીતે, છત્રાનો ઉપયોગ કરનાર વ્યક્તિ સંપૂર્ણ સુરક્ષિત રહેશે. કોરોના વાઈરસના ચેપથી બચાવતી આ છત્રીની કિંમત નજીવી છે. બજારમાં સામાન્ય છત્રીની કિંમત 100થી 300 રૂપિયાની વચ્ચે હોય છે, પરંતુ તેને બનાવેલી આ ખાસ છત્રીની કિંમત માત્ર 200 રૂપિયા હશે.
![Bihar's man designs special umbrella to protect from coronavirus](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/bh-aur-01-vishesh-chhata-pkg-7204105_01042020155949_0104f_1585736989_113.jpg)
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વિનીતે પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ બનાવ્યું હતું.