આપને જણાવી દઈએ કે, તેજસ્વી યાદવ છેલ્લા ધણા સમયથી દિલ્હીમાં જ છે. સોમવારે સાંજે તેજસ્વી યાદવ તથા ઉપેન્દ્ર કુશવાહા બન્નેને સાથે પટના આવવાનું હતું, પરતું તેઓ ન આવ્યા. તેવામાં તેજસ્વી મંગળવારે પટના પરત ફરશે. આ પહેલા તેઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી શકે છે.
RJDની ઈચ્છા છે કે, તેઓ 21 બેઠકો પર ચૂંટણી લડે
RJDની ઈચ્છા છે કે, તે 21 બેઠકો પર ચૂંટણી લડે તથા કોંગ્રેસ 8 બેઠકો પર, ઉપન્દ્ર કુશવાહાની પાર્ટી રાલોસપા પાંચ, હમ ત્રણ તથા બાકીની બેઠકો પર વિકાસશીલ ઈન્સાન પાર્ટી અને વામપંથી દળ પોતાના ઉમેદવારોને ઉતારી શકે છે.
માંઝીએ કહ્યું તેઓને 5થી ઓછી બેઠકો નથી મંજૂર
રાષ્ટ્રીય અધ્યક્ષ જીતનરામ માંઝીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, રાજદ બાદ મહાગઠબંધનમાં સૌથી વધુ જનાધાર પાર્ટી છે, તેથી તેઓ 5 બેઠકોની માંગ કરી રહ્યા છે. માંઝીએ કહ્યું કે મહાગઠબંધનમાં બાકી નેતાઓ સાથે પણ આ વિશે ચર્ચા કરવામાં આવી છે.
આ વચ્ચે કાંગ્રેસે 4 દિવસ અગાઉ બિહાર પ્રદેશ ચૂંટણી સમિતિ બેઠકમાં 11 બેઠકો પર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે, લાલૂ પ્રસાદની અનુપસ્થિતમાં રાજદના નેતા તેજસ્વી યાદવ છે.