પટનાઃ મોતિહારી ગંડક નદી પર બનેલો તટબંધ ચંપારણની પાસે તૂટતા અનેક પ્રખંડોમાં પૂરથી તબાહી મચી છે. સંગ્રામપુરમાં તાંડવ મચાવ્યા બાદ ગંડકનું પાણી કેસરીયા પ્રખંડમાં ચારે બાજૂ ફેલાયું છે. દુનિયાનો સૌથી ઉંચું બૌદ્ધ સ્તૂપ પણ ગંડકના તાંડવનો સાક્ષી બન્યો છે. બૌદ્ધ સ્તૂપ પરિસરની અંદર અને બહાર પૂરનું પાણી ફેલાયું છે.
જિલ્લાના મુખ્યાલયથી લગભગ 40 કિલોમીટર દૂર બરૌલી પ્રખંડના બભનૌલી ગામ પહોંચ્યા. જ્યાંની સ્થિતિ 'બદ થી બદતર' છે. આ ગામમાં હજારોની આબાદી નિવાસ કરે છે. ગામની ચારે તરફ 3 થી 4 ફૂટ પાણી ભરાયેલા છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટે ગુરૂવારે પ્રાપ્ત માહિતી અનુસાર પૂરથી દરભંગા જિલ્લામાં સૌથી વધુ સાત લોકો, મુઝફ્ફરપુરમાં છ, પશ્ચિમી ચંપારણમાં ચાર તથા સારણ અને સિવાનમાં બે-બે લોકોના મોત થયા છે.
બિહારના 16 જિલ્લા સીતામઢી, શિવહરી, સુપોલ, કિશનગંજ, દરભંગ, મુઝફ્ફરપુર ગોપાલગંજ, પૂર્વી ચંપારણ, પશ્ચિમ ચંપારણ, ખગડિયા, સારણ, સમસ્તીપુર, સિવાન, મધુબની, મધેપુરા તેમજ સહરસા જિલ્લાના 124 પ્રખંડોના 1185 પંચાયતોની 69,317,83 લોકો પ્રભાવિત થયા છે.
જળ સંસાધન વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બાગમતી નદી સીતામઢી, મુઝફ્ફરપુર અને દરભંગા, બુઢી ગંડક નદી મુઝફ્ફરપુર, સમસ્તીપુર અને ખગડિયામાં, કમલા બલાન નદી મધુબનીમાં, ગંગા નદી ભાગલપુરમાં, અધવારા નદી સીતામઢીમાં, ખિરોઇ દરભંગામાં અને ઘાઘરા નદી સિવાનમાં બુધવારે ભયના નિશાનથી ઉપર વહી રહી છે.