નવી દિલ્હી: લોક જનશક્તિ પાર્ટી(LJP)ની કેન્દ્રીય સંસદીય દળની બેઠકમાં દરેક સભ્ય હાજર રહ્યા હતા. જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, LJP નીતીશ કુમારના નેતૃત્વ હેઠળ ચૂંટણી નહીં લડે. પાર્ટીની બેઠકમાં LJP - ભાજપ સરકારનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. LJPના સુત્રોના જણાવ્યા અનુસાર LJPના દરેક ધારાસભ્યો PMને વધુ મજબુત કરશે.
LJPના રાષ્ટ્રીય મહાસચિવ અબ્દુલ ખાલિકે જણાવ્યું હતું કે, વૈચારિક મતભેદના કારણે બિહાર વિધાન સભાની ચૂંટણીમાં LJP અને JD(U) ગઠબંધન કરશે નહીં. રવિવારે LJP સંસદીય દળની બેઠકમાં વરિષ્ઠ નેતા પશુપતિ પારસ કેન્સર અને કોરોનાને કારણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. LJPના સુત્રોના જણાવ્યા અનુસાર એક વર્ષથી બિહાર ફર્સ્ટ અને બિહાર ફર્સ્ટ વિઝન ડોક્યુંમેન્ટના માધ્યમથી ઉઠાવામાં આવેલા મુદ્દાઓ બાબતે LJP જતું કરવા તૈયાર નથી.
ઉલ્લેખનીય છે કે, JD(U) અને LJP વચ્ચે ઘર્ષણ ઘણું વધી રહ્યું છે. CM નિતીશ કુમારની કામગીરી અંગે ઘણી વાર સવાલો ઉઠાવ્યા છે. જો ચિરાગ પાસવાન BJPથી અલગ થાય તો, LJP 143 સીટ પર ચૂંટણી લડી શકે છે અને JD(U) સામે પણ ઉમેદવારો ઉભા રાખી શકે છે. કેન્દ્રમાં LJPનું NDA સાથેનું ગઠબંધન યથાવત રાખી શકે છે.
ચિરાગ પાસવાન પોતાના બિહાર ફર્સ્ટ અને બિહાર ફર્સ્ટ વિઝન ડોક્યુંમેન્ટમાં NDAના ઢંઢેરામાં સમાવેશ કરવા માગે છે. જો કે, JD(U)ને આ મુદ્દે સહમત કરવા અસક્ષમ રહ્યા હતા. આ પહેલા LJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચિરાગ પાસવાનની અધ્યક્ષતામાં LJPની કેન્દ્રીય સંસદીય દળની બેઠક મળી હતી. જેમાં બિહાર LJPના અધ્યક્ષ અને સાંસદ પ્રિસ રાજ પાસવાન, સાંસદ વીના દેવી, સાંસદ ચંદન સિંહ સહિતના સાંસદો હાજર રહ્યા હતા.
ભાજપ તરફથી LJPને વિધાનસભાની 27 અને વિધાન પરિષદની 2 બેઠકની ઓફર કરી હતી. જે બાદ ચિરાગ પાસવાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જે દરમિયાન ચિરાગને વિધાનસભાની 30 અને બે વિધાન પરિષદની બેઠકની ઓફર કરી હતી.
અમિત શાહે જણાવ્યું હતું કે, ભાજપને LJP સાથે કોઇ મતભેદ નથી. ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે, લોક સભાની 6 સીટ અમને મળી હતી, જ્યારે રાજ્ય સભાની 1 સીટ અમને મળી હતી, જેથી અમને 42 સીટ મળવી જોઈએ.