ભોપાલ: એડિશનલ એસપી દિનેશ કૌશલ ફરજ દરમિયાન રાજધાની ભોપાલ સિટીના લેક પોઇન્ટ પર પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભૂખ્યા કૂતરા મળ્યા હતા અને તેમને કૂતરોઓને રોટલી ખવડાવી હતી. તેમજ ગૌશાળામાં જઇને ગાયોને ઘાસ ખવડાવ્યું હતું.
એએસપી અને તેમની પત્ની તેમના ઘરે કબૂતર, પક્ષીઓ અને ખિસકોલીઓ માટે આંગણામાં દાણા અને પાણી રાખે છે. તેમજ રોડ પર ફરતા ભુખ્યા પશુ-પક્ષીનું પેટ ભરે છે. તેમજ આ લોકડાઉનના સમયમાં ગરીબોને જમવાનું ઉપલ્બધ કરવામાં આવે છે. આ અંબોલા પશુ-પક્ષીઓને પણ આવી પરિસ્થિતમાં દાણા પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.