ઉજ્જૈન: ભારત દેશના કોરોડો લોકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે અયોધ્યાનું રામમંદિર. જેના પાયાના નિર્માણ કાર્ય માટે 5 ઓગસ્ટની તારીખ નકકી કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે. આ કાર્યક્રમ માટે ઉજ્જૈનના મહાકલ મંદિરની ભસ્મ અને જંગલની માટી મોકલવામાં આવશે.
ઉજ્જૈનમાં માન્યતા છે કે ભગવાન રામ ઉજ્જૈન આવ્યા હતા અને તેમણે ક્ષિપ્રા નદીના ઘાટ પર પૂજાઅર્ચના કરી હતી. ત્યારબાદથી ક્ષિપ્રા નદીના આ ઘાટનું નામ રામ ઘાટ છે. ત્યારે અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર બનવાની શરૂઆત થવા જઇ રહી છે, જેના માટે 5 ઓગસ્ટની તારીખ પાયાના નિર્માણના પૂજન માટે રાખવામાં આવી છે. જેમાં મહાકાલ જંગલમાંથી માટી મંદિરમાંથી ભસ્મ અને બિલ્વ પત્ર પણ અયોધ્યાના રામ મંદિરમાં પૂજા માટે મોકલવામાં આવશે. આ અંગે માહિતી આપતાં અવન અખાડાના મહામંડલેશ્વર અને વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય માર્ગદર્શક સભ્ય મહામંડલેશ્વર આચાર્ય શેખરે જણાવ્યું હતું, કે 2 અથવા 3 તારીખે ઉજ્જૈન ક્ષિપ્રા નદીમાં સ્નાન, ધ્યાન, પૂજાઅર્ચના પછી મહાકાલના જંગલમાંથી માટી અને મહાકાલ મંદિરમાંથી ભસ્મ લઇને અયોધ્યા જવા નીકળશે.