નવી દિલ્હી: કેજરીવાલે કહ્યું કે, 'મેં બે દિવસ પહેલાં જ ભારતીય જનતા પાર્ટીને તેના સીએમ ઉમેદવારનું નામ જણાવવા કહ્યું હતું. તેણે કહ્યું કે, ભાજપ અમિત શાહના નેતૃત્વમાં ચૂંટણી લડી છે, જેથી અમિત શાહે મારી સાથે ચર્ચા કરવા આવવું જોઈએ. આ અંગે પણ ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. કેજરીવાલે કહ્યું કે, જનતા સીએમ ઉમેદવારના નામ પર મત આપે છે અને હજી સુધી ભાજપે તેના સીએમ ઉમેદવારની જાહેરાત નથી કરી'.
કેજરીવાલે કહ્યું કે, હું કોઈ પણ મુદ્દે અમિત શાહ સાથે ચર્ચા કરવા તૈયાર છું. ભાજપ શાહીન બાગને મુદ્દો બનાવી રહી છે તો હું આ મુદ્દે પણ વાત કરવા તૈયાર છું. ભગવત ગીતાનું ઉદાહરણ આપતાં કેજરીવાલે કહ્યું કે, સાચો હિન્દુ ક્યારેય મેદાન છોડીને ભાગતો નથી. અમિત શાહ મેદાન છોડીને ભાગી રહ્યાં છે.