હૈદરાબાદ: કોરોના વાઈરસની સારવાર માટે વિકસિત કરવામાં આવેલી વેક્સીન માટે હ્યૂમન ટ્રાયલ શરુ થઈ ગયું છે. આ માટે હૈદરાબાદમાંથી NIMS હોસ્પિટલના ડૉક્ટર સેમ્પલ એકત્રિત કરી રહ્યાં છે.
તમને જણાવી દઈએ કે, ત્રણ જુલાઈના દેશની પ્રથમ એન્ટી કોરોના કો-વેક્સીન 15 ઓગ્સ્ટ સુધી આવવાની જાહેરાત કરી છે. આઈસીએમઆર અને ભારત બાયોટેક વેક્સીનનું માનવ પરીક્ષણ થઈ રહ્યું છે. 15 ઓગ્સ્ટ પહેલા માનવ પરીક્ષણ પુરુ થઈ શકે છે.
આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે, જો પરીક્ષણ તમામ તબક્કામાં સફળ થાય છે, તો 15 ઓગ્સ્ટ સુધીમાં કોરોનાની વેક્સીન બજારમાં આવશે.