રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(RSS)ના વડા મોહન ભાગવતે બુધવારે કહ્યું કે સંઘ ભારતની 130 કરોડની જનતાને હિન્દુ સમાજ તરીકે જોવે છે, તે પછી તેમનો ધર્મ અને સંસ્કૃતિ ગમે તે હોય.
તેમણે કહ્યું કે ધર્મ અને સંસ્કૃતિ પર ધ્યાન આપ્યા વિના, જે લોકો રાષ્ટ્રવાદી ભાવના રાખે છે અને ભારતની સંસ્કૃતિ તેમજ વિરાસતનું સન્માન કરે છે, તે હિન્દુ છે. સંપૂર્ણ સમાજ આપણો છે અને સંઘનો ઉદ્દેશ્ય સંગઠિત સમાજનું નિર્માણ છે.
તેમણે ઉમેર્યુ કે ભારત માતાના પુત્ર, તે કોઈ પણ ભાષા બોલે, કોઈ પણ ક્ષેત્રના હોય, કોઈ પણ રીતે પૂજા કરતા હોય કે પૂજામાં વિશ્વાસ ન કરતાં હોય, એક હિન્દુ છે... આ સબંધમાં સંઘ માટે ભારતના તમામ 130 કરોડ લોકો હિન્દુ સમાજ છે. RSS તમામને સ્વીકારે છે, બધા વિશે સારૂ વિચારે છે.