ETV Bharat / bharat

બૅન્કિંગ નિયમન ખરડો: યસ બૅન્કનું પુનરાવર્તન નહીં

author img

By

Published : Sep 17, 2020, 10:22 AM IST

લોકસભાએ સંસદના ચોમાસુ સત્રમાં બૅન્કિંગ નિયમન (સુધારો) ખરડો પસાર કર્યો. આ ખરડો રિઝર્વ બૅન્કને એક બૅન્કનું પ્રબંધન નિયંત્રણ તેની પુનર્રચના અથવા બીજી કોઈ બૅન્ક સાથે વિલીનીકરણ માટે કરવા દેશે જે માટે બૅન્કમાંથી ઉપાડ પર પ્રતિબંધ મૂકવાની આવશ્યકતા નહીં પડે. સુધારાથી રિઝર્વ બૅન્ક યસ બૅન્ક જેવી પરિસ્થિતિનું પુનરાવર્તન ટાળી શકશે તેમ ઇટીવી ભારતના ડેપ્યુટી ન્યૂઝ એડિટર ક્રિષ્નાનંદ ત્રિપાઠી લખે છે.

યસ બૅન્કનું પુનરાવર્તન નહીં
યસ બૅન્કનું પુનરાવર્તન નહીં

હૈદરાબાદ :લોકસભાએ સંસદના ચોમાસુ સત્રમાં બૅન્કિંગ નિયમન (સુધારો) ખરડો પસાર કર્યો. આ ખરડો રિઝર્વ બૅન્કને એક બૅન્કનું પ્રબંધન નિયંત્રણ તેની પુનર્રચના અથવા બીજી કોઈ બૅન્ક સાથે વિલીનીકરણ માટે કરવા દેશે જે માટે બૅન્કમાંથી ઉપાડ પર પ્રતિબંધ મૂકવાની આવશ્યકતા નહીં પડે. સુધારાથી રિઝર્વ બૅન્ક યસ બૅન્ક જેવી પરિસ્થિતિનું પુનરાવર્તન ટાળી શકશે તેમ ઇટીવી ભારતના ડેપ્યુટી ન્યૂઝ એડિટર ક્રિષ્નાનંદ ત્રિપાઠી લખે છે.

નવી દિલ્હી: લોકસભામાં બુધવારે પસાર કરાયેલા બૅન્કિંગ નિયમન ખરડાથી રિઝર્વ બૅન્ક એક બૅન્કનું પ્રબંધન નિયંત્રણ તેની પુનર્રચના અથવા બીજી કોઈ બૅન્ક સાથે વિલીનીકરણ માટે કરવા દેશે જે માટે બૅન્કમાંથી ઉપાડ પર પ્રતિબંધ મૂકવાની આવશ્યકતા નહીં પડે.

લોકસભામાં બુધવારે જે ફેરફારોને અનુમતિ અપાઈ તેનાથી આરબીઆઈ મુશ્કેલીમાં મૂકાયેલી બૅન્કના બૉર્ડને દૂર કરી શકશે અને તે માટે ઉપાડ પર પ્રતિબંધ કે વિલંબકાળ લગાવવાની જરૂર નહીં પડે જે બૅન્કિંગ નિયમન અધિનિયમ ૧૯૪૯ની કલમ ૪૫માં ગંભીર ખામી હતી.

મુશ્કેલીમાં મૂકાયેલી કોઈ બૅન્કના વિલીનીકરણ અથવા પુનર્રચના પહેલાં પૂર્વ શરત તરીકે લેવડદેવડ પર પ્રતિબંધ અથવા વિલંબકાળ લગાવવો આરબીઆઈ માટે ફરજિયાત હતો પરંતુ તેનાથી બૅન્કિંગ પ્રણાલિમાં થાપણદારોનો વિશ્વાસ તૂટતો જતો હતો. સુધારાથી રિઝર્વ બૅન્ક યસ બૅન્ક જેવી પરિસ્થિતિનું પુનરાવર્તન ટાળી શકશે. ચર્ચિત વેપારી રાણા કપૂર દ્વારા ભંડોળ અપાયેલ યસ બૅન્કના બૉર્ડને હટાવવાના આરબીઆઈના નિર્ણયથી બૅન્કિંગ ઉદ્યોગમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.

"ઉપાડ પર પ્રતિબંધ અથવા વિલંબકાળનો આદેશ કરવાની આવશ્યકતા વગર બૅન્કિંગ કંપનીની પુનર્રચના અથવા વિલીનીકરણ માટે યોજના તૈયાર કરવા આરબીઆઈને છૂટ આપીને ધીરધાર પ્રણાલિમાં સંભવિત અંતરાયો આવતા હતા તેને હલ કરવા કલમ ૪૫માં સુધારો" તેમ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ખરડામાં કહ્યું હતું.

આ વર્ષે માર્ચમાં, રિઝર્વ બૅન્કે યસ બૅન્કના બૉર્ડને હટાવ્યું હતું અને ગ્રાહક દીઠ ઉપાડની મર્યાદા રૂ. ૫૦,૦૦૦ રાખી હતી. તેનાથી બૅન્કિંગ ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો હતો અને લાખો ગભરાયેલા થાપણદારો તેમની પરસેવાની કમાણીનાં નાણાં ઉપાડવા યસ બૅન્કની શાખાઓની બહાર લાઇન લગાવીને ઊભા રહ્યા હતા. સરકારી બૅન્કોના સમૂહ દ્વારા કોઈ બૅન્કની પુનર્રચના થાય તે પહેલાંની શરત રૂપે ઉપાડ પર મર્યાદા મૂકવાના આરબીઆઈના નિર્ણયથી એવો ભય વ્યાપી ગયો હતો કે યસ બૅન્ક પણ પંજાબ અને મહારાષ્ટ્ર કૉ-ઑપરેટિવ બૅન્ક (પીએમસી)ના માર્ગને અનુસરશે જેના લાખો થાપણદારો તેમનાં નાણાં પાછાં મેળવવા હજુ પણ મથામણ કરી રહ્યા છે. જોકે આરબીઆઈએ યસ બૅન્કમાં ઉપાડ પર તેનાં નિયંત્રણોને એક મહિના કરતાંય ઓછા સમયમાં હટાવી દીધા હતા પણ ધીરધારની પ્રણાલિને નુકસાન તો થઈ ચૂક્યું હતું.

આરબીઆઈએ મર્યાદા ઉઠાવી કે થોડા જ સમયમાં ચિંતાતુર સેંકડો થાપણદારોએ તાત્કાલિક તેમનાં નાણાં ઉપાડી લીધાં હતાં.

પીએમસી બૅન્કની તકલીફ ચાલુ છે

યસ બૅન્કે આરબીઆઈના નિરીક્ષણ હેઠળ યસ બૅન્ક ઘણી હદે સ્થિર થઈ છે, પણ પીએમસી બૅન્કના લાખો ગ્રાહકો હજુ પણ તેમનાં નાણાં પાછાં મેળવવા સંઘર્ષ કરી રહ્યા છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં રિઝર્વ બૅન્કે પીએમસી બૅન્કની ઘર ધિરાણ આપતી કંપની એચડીઆઈએલ સાથે લેવડદેવડમાં અનિયમિતતાના અહેવાલોના પગલે તે બૅન્કમાંથી રૂ. ૧,૦૦૦ જ ઉપાડી શકાય તેવી મર્યાદા મૂકી હતી. ઉપાડ પર આ મર્યાદાથી ગ્રાહકનો બૅન્કિંગ પ્રણાલિમાં વિશ્વાસ ઘટી ગયો હતો.

તેનાથી સરકારને આવી પરિસ્થિતિ નિવારવા માટે સહકારી બૅન્કો પર આરબીઆઈની કડક નજરને વધુ મજબૂત કરવા પણ પ્રેરણા મળી હતી અને આરબીઆઈને ઉપાડ પર પ્રતિબંધ મૂક્યા વગર પુનર્રચના અથવા વિલીનીકરણ કરવા છૂટ આપવા પ્રેરાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.