ઉલ્લેખનીય છે કે, શિયાળા દરમિયાન બુધવારના રોજ ગણેશ પૂજા સાથે સાંજે ગણેશજીના કપાટ બંધ કરવામાં આવશે.16 નવેમ્બરે મહાલક્ષ્મી પૂજન બાદ 17 નવેમ્બરે બદરીનાથને ઘૃતકંબલ ઓઢાડવામાં આવશે. જે બાદ સાંજે 5:13 વાગ્યે ભગવાન બદરી વિશાલના કપાટ વિધિવત પૂજા કર્યા બાદ શિયાળાની ઋતુ માટે બંધ કરવામાં આવશે.
બદરીનાથ મંદિરને બદ્રીનારાયણ મંદિર પણ કહેવામાં આવે છે, જે અલકનંદા નદીના કિનારે ઉત્તરાખંડમાં આવેલું છે. મંદિર ભગવાન વિષ્ણુના રુપે બદરીનાથને સમર્પિત છે. જેને ચારધામમાંથી એક માનવામાં આવે છ. જ્યાં દર વર્ષે દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ કપાટ ખુલતાની સાથે જ દર્શન માટે પહોંચે છે.