ભારતને ખરીફ સિઝન માટે 250 લાખ ક્વિન્ટલ બિયારણની જરૂર છે. બિયારણ માટેનાં બીજની તૈયારી માર્ચથી મે દરમ્યાન કરાય છે. તેની શરૂઆત ખેડૂતના ખેતરમાંથી થાય છે, જ્યાં ટુકડીઓની દેખરેખ હેઠળ પરાગાધાન વગેરે પ્રક્રિયા થાય છે અને તે પછી લણણી - સૂકવણી, પસંદગી બાદ બીજ વધુ પ્રોસેસિંગ માટે પ્રોસેસિંગ પ્લાન્ટ્સમાં મોકલવામાં આવે છે અને તે પછી પરીક્ષણ માટે પ્રયોગશાળામાં તેમજ છેલ્લે ખેડૂતોના ખેતરોમાં મોકલવા માટે પેક કરવામાં આવે છે. એટલે, આ સમય પ્રક્રિયા હાથ ધરવાનો છે અને તેનો પ્રકાર જોતાં, તે અન્ય કોઈ સ્થળે ખસેડી શકાય તેમ નથી. બીજ ઉત્પાદનની સંપૂર્ણ ઈકો-સિસ્ટમ જટિલ છે, જેમાં પરીક્ષણ માટે પ્રયોગશાળામાં લઈ જવા માટે પરિવહનથી માંડીને પેકેજિંગ સુધીના સંલગ્ન ક્ષેત્રોની સહાયની પણ જરૂર પડે છે. સંબંધિત તમામ ક્ષેત્રોની ભૂમિકા મહત્ત્વની છે. અને યાદ રહે કે, આ પ્રત્યેક સંયુક્ત પણે કોરોના વાયરસનું સંકટ દૂર કરવામાં અસફળ થયાં છે.
દરમ્યાન, ઈન્ટરનેશનલ સીડ ફેડરેશન (આઈએસએફ)એ યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટી (ઈએફએસએ), સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) અને બ્યુડેસિન્સ્ટિટ્યુટ ફર રિસ્કિઓબેવેર્ટન્ગ (બીએફઆર)ને તેના તાજેતરના નિવેદનમાં ટાંક્યું છે કે “હાલમાં બિયારણ સહિતનાં ખાદ્યાન્ન, વાયરસના સ્ત્રોત કે પ્રસરણનો માર્ગ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. વાયરસનું પ્રસરણ થોડા જ સમય અગાઉ દૂષિત થયેલી સપાટી દ્વારા થાય છે, તેમ છતાં, મેલ કે ગંદકીના ચેપ દ્વારા ફેલાવાની સંભાવના છે. જોકે, વાયરસ લાગ્યાના થોડા જ સમયમાં પ્રસરે તો જ તેના ચેપની સંભાવના છે, કેમકે વાતાવરણમાં કોરોના વાયરસની જીવંતતા પ્રમાણમાં ટૂંકી હોય છે.” એટલે કે, હાલમાં બિયારણ દ્વારા વાયરસ પ્રસરણનો કોઈ પુરાવો નથી. પરંતુ લોકોમાં ભય કોવિડ-19ના પ્રસરણ કરતાં વધુ ઝડપે ફેલાઈ રહ્યો છે.
લોકોનો ભય દૂર કરીને અને કૃષિ ક્ષેત્રે - બિયારણ, શ્રમિકો અને અન્ય કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ માટે ઝડપભેર રાહતો - અપવાદો જાહેર કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ ખૂબ સારી રીતે ફરજ નિભાવી છે. તેલંગણા, ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોએ અત્યંત સક્રિય રહ્યાં છે. વિવિધ ક્ષેત્રો માટે પણ વિશેષ પેકેજીસ જાહેર કરાયાં છે. રેલવેએ પરિવહનની વ્યવસ્થા સુગમ બનાવી છે. આઈસીએઆરએ પણ સ્વચ્છતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા કૃષિ ક્ષેત્ર માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. પરંતુ બિયારણ ક્ષેત્રે સબ સલામતની સ્થિતિ નથી.
અપવાદના આદેશ છતાં, બિયારણ અને સંબંધિત ક્ષેત્રોને તકલીફો સહન કરવી પડી રહી છે અને કેટલાક કિસ્સાઓમાં સ્થાનિક સ્તરે હિંસાના બનાવો બન્યા છે. બિયારણનાં કેન્દ્રો અને ઉત્પાદન સવલતો ઉપર કામકાજ બંધ કરવાનું દબાણ છે અને શ્રમિકો અને સ્થાનિક ગ્રામ્ય સ્તરના માથાભારે તત્ત્વો આ તકને ઝડપીને ગેરવાજબી માગણીઓ કરી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં પહેરેદારો રસ્તા રોકી રહ્યા છે અને શ્રમિકોની મુક્ત અવરજવર અટકાવી રહ્યા છે. પરિવહન સેવાઓ ચાલુ રાખવાની મંજૂર પણ નથી અને ડ્રાયવર્સને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે. ઊંચા વેતન ઉપરાંત ઈન્વેન્ટરીના નુકસાની અને રિજેક્શન્સની ટકાવારી પણ ઊંચી હોવાના સમાચાર છે, જેની સાથે પરિવહન ખર્ચ વધશે. આમાંના કેટલાક પરિબળોને કારણે બિયારણ ક્ષેત્રમાં ઉત્પાદનનો કુલ ખર્ચ વધશે અને નાની તેમજ મધ્યમ કંપનીઓને મુસીબતો ઝેલવી પડી રહી છે.
બિયારણની નાની અને મધ્યમ કંપનીઓ ઉપર મરણતોલ ફટકો
ભારતમાં અનેક નાની અને મધ્યમ બિયારણ કંપનીઓ છે, જે સ્પર્ધાત્મક રહેવા અને ટકી રહેવા રાત-દિવસ એક કરીને કામ કરી રહી છે. આ કંપનીઓ ઘણીવાર ખંડિત હોય છે અને તેમનાં કામ વિવિધ સર્વિસ પ્રોવાઈડર્સ, જેવાંકે - સૂકવણી, પેકેજિંગ કે સંગ્રહ, વગેરે. આમાંની ઘણી કંપનીઓ પોતાનાં કામકાજ ચાલુ રાખવા માટે બેન્કો અથવા ખાનગી ધિરાણકર્તાઓ પાસેથી ધિરાણો લે છે. અને જો ખર્છમાં જરા પણ વધારો થાય તો તે આ કંપનીઓનાં કામકાજ માટે જીવ સટોસટનો બને છે.
દાખલા તરીકે, જો નાની અને મધ્યમ કંપની 1000 ટન બિયારણનું ઉત્પાદન કરે તો તેને થોડોક પણ નફો કમાવો હોય તો 85 ટકાથી વધુ ઉત્પાદન વેચવું પડે અને જો તે 80 ટકા ઉત્પાદન વેચે તો તેને જરાયે નફો ન થાય. આ કંપનીઓ આટલાં પાતળાં માર્જિને કામ કરી રહી હોય છે. ઉપરાંત, જો આ કંપનીઓનો 15ટકાથી 20 ટકા જેટલો સ્ટોક વેચાયા વિના પડ્યો રહે તો તેને સાચવવાનો અને તેના રિપ્રોસેસિંગનો ખર્ચ એટલો ઊંચો આવે છે, કે તેમનો નફો ધોવાઈ જાય છે.
કોરોના વાયરસના ભયને કારણે જથ્થાબંધ અને છૂટક વિક્રેતાઓનું આખુંયે નેટવર્ક પણ ઠપ્પ થયેલું છે અને તેથી કંપનીઓને અગાઉથી મળતા ઓર્ડર્સની સંખ્યા ઘટી ગઈ છે. પરિણામે, છૂટક વિક્રેતા દ્વારા વેચાતાં બિયારણોના ભાવ પણ વધવાની સંભાવના છે. પરંતુ સૌથી મોટો ફટકો તો એ કંપનીઓને પડશે, જેમણે ખાનગી ધિરાણકર્તાઓ પાસેથી ધિરાણ મેળવ્યાં છે. તેમના ખર્ચ અને વ્યાજના દર વધશે અને કેટલીક કંપનીઓને ગંભીર મુસીબતોનો સામનો કરવો પડે તેવી સંભાવના છે.
મોટી કંપનીઓ અને સંશોધન અને વિકાસ ઉપર પણ આ કટોકટીની અસર થશે, પરંતુ તેઓ વધુ મજબૂત છે. પરંતુ નાની કંપનીઓને મોટી અસર થશે અને તેમાંની મોટા ભાગની ભારતીય કંપનીઓ છે.
સમસ્યાનો ઉકેલ
સરકારે તાત્કાલિક દરમ્યાનગીરી કરીને હેરાનગતિ અને સ્થાનિક તંત્ર દ્વારા હિંસા અટકાવવાની જરૂર છે. નોટિફિકેશન છતાં પોલિસ કૃષિ સામગ્રીની દુકાનો - બિયારણો, ફર્ટિલાઈઝર્સ વગેરે બંધ રાખવા માટે દબાણ કરી રહી છે. પોલિસને આ બાબતે તાત્કાલિક કડક આદેશ આપવાની જરૂર છે. રેલવેએ ઘણી મોટી ભૂમિકા ભજવવાની છે. પહેલાં તો, રેલવેએ બિયારણો વગેરે સહિતની કૃષિ સામગ્રીનું બિયારણ કેન્દ્રોથી તમામ રાજ્યો સુધીનું પરિવહન સક્રિયપણે શરૂ કરવું જોઈએ તેમજ અનાજ અને તાજાં ઉત્પાદનોને અંતરિયાળ વિસ્તારોમાંથી શહેરો સુધી પહોંચાડવાં જોઈએ. પેસેન્જર કોચીઝ - એસી અને નોન એસી ડબ્બાઓનો ઉપયોગ ઓછી માત્રામાં પરિવહન માટે અને શક્ય હોય તો નાશવંત ચીજોના પરિવહન માટે કરવો જોઈએ. આને પગલે રેલવેને કેટલીક વધારાની આવક થશે અને ખાદ્ય સુરક્ષાની ચિંતા હળવી કરવામાં પણ સહાય મળશે.
કૃષિ સંબંધિત સામગ્રીની ઈકોસિસ્ટમ અત્યારે પડી ભાંગી હોવાથી સરકારે કૃષિ સામગ્રી સાથે સંકળાયેલાં તમામ પેટા-વેપારો અને મેન્યુફેક્ચરિંગ એકમો કાર્યરત રાખવાની મંજૂરી આપવી જોઈએ. દાખલા તરીકે, બિયારણ ઉદ્યોગ પેકેજિંગ અને પેપર યુનિટો ઉપર પણ નિર્ભર છે, તેમને કામકાજ ચાલુ રાખવાની મંજૂરી આપવી જોઈએ.
છેલ્લે, સરકારે નાની અને મધ્યમ કંપનીઓ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને બિયારણ ઉદ્યોગ માટે વિશેષ રાહત પેકેજ આપવાની જરૂર છે. આ પેકેજમાં ઉદ્યોગ માટે નીચા વ્યાજ દર કે વ્યાજ મુક્ત ધિરાણોનો સમાવેશ કરી શકાય.
અત્યારે દહેશતભર્યો સમય છે, જેમાં આપણે હિંમત અને સત્યને અનુસરવાની જરૂર છે. આપણે પર્યાપ્ત માહિતી મેળવીને નિર્ણયો લેવાની જરૂર છે, જેથી કોવિડ-19 આપણા કૃષિ અને ખાદ્ય સામગ્રીના પુરવઠા સામે કોઈ પડકાર ઊભો ન થાય.
લેખક - ઈન્દ્ર શેખર સિંઘ, નિયામક - નીતિ અને પ્રસાર, નેશનલ સીડ એસોસીએશન ઓફ ઈન્ડિયા
#COVID-19 : બિયારણની નાની અને મધ્યમ કંપનીઓ કંપનીઓ માટે માઠા દિવસો - કંપની
આપણું જીવન કૃષિ ઉપર આધારિત છે અને સારા પાકનો આધાર બિયારણની જાહેર અને ખાનગી કંપનીઓના સંગઠિત ક્ષેત્ર દ્વારા ભારતના ખેડૂતોને અપાતાં બીજની ગુણવત્તા ઉપર આધારિત છે. કોરોનાવાયરસને કારણે સર્જાયેલી કટોકટીનો આપણે સહુ સામનો કરી રહ્યા છીએ, ત્યારે ખરીફ સિઝન માટે ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તા ધરાવતાં બિયારણ અને કૃષિને લગતી અન્ય સહાયક સામગ્રી સમયસર પહોંચે તે આવશ્યક છે.