ETV Bharat / bharat

બાબરી વિધ્વંસ કેસ: ઐતિહાસિક ચુકાદાનો દિવસ - Verdict in Babri mosque demolition case

૨૮ વર્ષની લાંબી પ્રતીક્ષા પછી, બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં ઐતિહાસિક ચુકાદાનો દિવસ આવી પહોંચ્યો છે. લખનઉ સ્થિત વિશેષ સીબીઆઈ ન્યાયાલયના ન્યાયાધીશ સુરેન્દ્ર યાદવ દ્વારા અપાનાર ચુકાદા પર બધાની નજર મંડાયેલી છે.

Babri Demolition Case
બાબરી વિધ્વંસ કેસ
author img

By

Published : Sep 30, 2020, 8:18 AM IST

લખનઉ: ભારતના સૌથી ચર્ચિત બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં ૨૮ વર્ષ પછી ચુકાદો આવશે. ૩૦ સપ્ટેમ્બરના રોજ ચુકાદો જાહેર થશે. લખનઉ સ્થિત સીબીઆઈના વિશેષ ન્યાયાલયના ન્યાયાધીશ સુરેન્દ્ર યાદવ સવારે ૧૦.૩૦ વાગ્યે ચુકાદો આપશે. બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં કુલ મળીને ૪૯ લોકોનું નામ આરોપી તરીકે છે જેમાંથી ૧૭ લોકો મૃત્યુ પામ્યા છે. ન્યાયાધીશ સુરેન્દ્ર યાદવે ચુકાદો જાહેર થતા સમયે તમામ ૩૨ આરોપીઓને ન્યાયાલયમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે.

આરોપીઓમાં મુખ્ય ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણ સિંહ, મધ્ય પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉમા ભારતી અને અન્ય છે. હજી ઘણા આરોપીઓની ઉંમર હોવાના કારણે ચુકાદો સંભળાવવામાં આવશે તે અંગે તેઓ ન્યાયાલયમાં હાજર રહેશે કે કેમ તે રહસ્ય છે. તે કોરોના ચેપને પણ આભારી છે. જોકે, આ કેસના ઘણા મહત્ત્વના આરોપીઓ, જેમ કે સાધ્વી ઋતંભરા, વિનય કટિયાર અને પવન પાંડે શારીરીક રીતે ન્યાયાલયમાં હાજર રહેવાની અપેક્ષા છે.

  • આરોપીઓ જે જીવતા છે

લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સુધીર કક્કડ, સતીશ પ્રધાન, રામચંદ્ર ખત્રી, સંતોષ દુબે, કલ્યાણસિંહ, ઉમા ભારતી, રામ વિલાસ વેદાંતી, વિનય કટિયાર, પ્રકાશ શર્મા, ગાંધી યાદવ, જય ભાનસિંહ, લલ્લુ સિંહ, કમલેશ ત્રિપાઠી, બ્રિજ ભૂષણસિંહ, રામજી ગુપ્તા, મહંત નૃત્ય ગોપાલદાસ, ચંપત રાય, સાક્ષી મહારાજ, વિનયકુમાર રાય, નવીન ભાઈ શુક્લ, ધર્મદાસ, જય ભગવાન ગોયલ, અમરનાથ ગોયલ, સાધ્વી ઋતંભરા, પવન પાંડે, વિજય બહાદુરસિંહ, આર.એમ. શ્રીવાસ્તવ, ધર્મેન્દ્રસિંહ ગુર્જર, ઓમપ્રકાશ પાંડે, અને આચાર્ય ધર્મેન્દ્ર.

  • આરોપીઓ જે મૃત્યુ પામ્યા છે

પરમહંસ રામચંદ્રદાસ, વિનોદકુમાર વત્સ, રામ નારાયણદાસ, ડી.બી. રાય, લક્ષ્મી નારાયણદાસ, હરગોવિંદસિંહ, રમેશ પ્રતાપસિંહ, દેવેન્દ્ર બહાદુર, અશોક સિંહલ, ગિરિરાજ કિશોર, વિષ્ણુહારી દાલમિયા, મોરેશ્વર સ્વાવે, મહંત અવૈદ્યનાથ મહામંડલેશ્વર જગદીશ મુનિ મહારાજ, બૈંકુઠ લાલ શર્મા, સતીશકુમાર નાગર અને બાળાસાહેબ ઠાકરે.

  • બાબરી મસ્જિદ ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ તોડી પડાઈ

ઉચ્ચ ન્યાયાલયે દેશભરમાંથી બધાને ૬ ડિસેમ્બર, ૧૯૯૨ ના રોજ યોજાનારી 'કારસેવા' અથવા પવિત્ર સેવામાં ભાગ લેવા માટે મંજૂરી આપી હતી. ન્યાયાલયે અયોધ્યા પહોંચી શકે તેવા 'કારસેવક' ની સંખ્યા અંગે કંઈ નિશ્ચિત નક્કી કર્યું ન હતું. કેટલાક અનૈતિક અને અસામાજિક તત્ત્વોને લીધે, પરિસ્થિતિ નિયંત્રણની બહાર ગઈ અને બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી. આ કેસની પ્રથમ એફઆઈઆર ૬.૧૫ વાગ્યે રામ જન્મભૂમિ પોલીસ મથકમાં નોંધાઈ હતી જેમાં લાખો કારસેવકનો આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં કોઈનું નામ લેવામાં આવ્યું ન હતું.

પહેલી એફઆઈઆર નોંધાવ્યાની ૧૦ મિનિટ પછી જ, બીજી એક ૬.૩૦ વાગ્યે રામ જન્મભૂમિ પોલીસ ચોકીના ઇન્ચાર્જ ગંગાપ્રસાદ તિવારીની ફરિયાદ પરથી નોંધવામાં આવી હતી. બીજી એફઆઈઆરમાં રાજકારણનું તત્ત્વ બીજી એફઆઈઆરમાં સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. બીજી એફઆઈઆર તપાસ માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવી હતી. જોકે, બીજા દિવસે કેસ સીબી-સીઆઈડીમાં ટ્રાન્સફર કરાયો હતો. ત્યારબાદ મુખ્ય પ્રધાન કલ્યાણસિંહે રાજીનામું આપ્યું હતું. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું.

સીબી-સીઆઈડીએ આ કેસની તપાસ કરીને આરોપપત્ર ફાઇલ કર્યો હતો. ત્યારબાદ, આ સમગ્ર મામલો સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)માં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. સીબીઆઈએ આ કેસની તપાસ શરૂ કરી હતી અને ત્યારબાદ ૪૯ લોકો વિરુદ્ધ ન્યાયાલયમાં આરોપપત્ર દાખલ કર્યું હતું. આ કેસમાં સુનાવણી અને ખટલો બે દાયકા સુધી લંબાયા. સુનાવણી રાયબરેલી અને લખનઉ બે સ્થળોએ હાથ ધરવામાં આવી હતી. રાયબરેલી ખાતે જે કેસમાં મહત્ત્વના નેતાઓનાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યાં હતા તેની સુનાવણી રાયબરેલી ખાતે ચાલી રહી હતી, અને બીજા કેસની સુનાવણી લખનઉમાં થઈ રહી હતી, જેમાં અન્ય આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે. આ દરમિયાન સર્વોચ્ચ ન્યાયાલયે રાયબરેલીથી કેસ લખનૌમાં સ્થાનાંતરિત કર્યો હતો. બે દાયકાથી વધુ દલીલો સાંભળ્યા બાદ સુનાવણી સમાપ્ત થઈ હતી હતી. તે પછી સર્વોચ્ચ ન્યાયાલયે કેસને રાયબરેલીથી લખનઉ સ્થાનાંતરિત કર્યો હતો. હવે તેનો ચુકાદો ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ આપવામાં આવશે.

બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં વિહંગાવલોકન

  • ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ તોડી પાડ્યા પછી, ફૈઝાબાદમાં એક જ દિવસે બે કેસ નોંધાયા હતા. પહેલી એફઆઈઆર લાખો અનામી કારસેવકોની સામે હતી અને બીજી એફઆઈઆર લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, બાલ ઠાકરે, ઉમા ભારતી અને અન્ય સહિત ૪૯ સામે હતી. તેમના પર ષડયંત્ર રચવાનો આરોપ મૂકાયો હતો, જેના કારણે બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી.
  • વર્ષ ૧૯૯૩માં બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ સીબીઆઈને સ્થાનાંતરિત કરાયો હતો. જેમાં ભાજપ અને આરએસએસના નેતાઓનાં નામ આરોપી તરીકે આપવામાં આવ્યાં હતાં. તે મામલાની સુનાવણી રાયબરેલી ન્યાયાલયમાં થઈ હતી અને બીજા એક કેસની લખનઉના ન્યાયાલયમાં થઈ હતી, જેમાં કારસેવક આરોપી હતા. ઑક્ટોબરમાં સીબીઆઈએ બંને કેસોનું વિલીનીકરણ કરી આરોપપત્ર દાખલ કર્યો હતો, જેમાં લાલકૃષ્ણ અડવાણી અને અન્ય નેતાઓ પર ગુનાઇત કાવતરું ઘડવાનો આરોપ મૂકાયો હતો.
  • ૧૯૯૬માં, ઉત્તર પ્રદેશ સરકારે બંને કેસોની એક સાથે સુનાવણી સંદર્ભે જાહેરનામું બહાર પાડ્યું. ત્યારબાદ લખનઉના સીબીઆઈના વિશેષ ન્યાયાલયે આ કેસમાં ગુનાઇત કાવતરાની કલમ ઉમેરી, જેને અડવાણી અને અન્ય ઘણા લોકોએ ન્યાયાલયમાં પડકારી હતી.
  • ૪ મે ૨૦૦૧ના રોજ સીબીઆઈ વિશેષ ન્યાયાલયે અડવાણી અને અન્ય લોકો સામે ગુનાઇત કાવતરાના આરોપને હટાવી દીધો.
  • ૨૦૦૩માં સીબીઆઈએ આરોપપત્ર દાખલ કર્યો. રાયબરેલી ન્યાયાલયે અવલોકન કર્યું હતું કે લાલકૃષ્ણ અડવાણી સામે પૂરતા પુરાવા નથી. ઉચ્ચ ન્યાયાલયે આ મામલામાં દખલ કરી હતી અને ગુનાઇત ષડયંત્રના આરોપ સાથે તેમની અને અન્ય સામેની સુનાવણી ચાલુ રહી હતી.
  • ૨૩ મે ૨૦૧૦ના રોજ, પ્રયાગરાજ ઉચ્ચ ન્યાયાલયે લાલકૃષ્ણ અડવાણી અને અન્ય સામે ગુનાઇત કાવતરાના આરોપને રદ્દ કર્યો. ૨૦૧૨માં, સીબીઆઈ સર્વોચ્ચ ન્યાયાલયમાં ગઈ, સર્વોચ્ચે માત્ર ગુનાઇત કાવતરાના આરોપને ન જાળવી રાખ્યો , પરંતુ આ કેસમાં સુનાવણી ઝડપી કરવાની સૂચના પણ આપી હતી.
  • એપ્રિલ ૨૦૧૭માં સર્વોચ્ચ ન્યાયલયે પોતાના ચુકાદામાં સીબીઆઈના વિશેષ ન્યાયાલયને સુનાવણી બે વર્ષમાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ કેસની સુનાવણી રાયબરેલી અને લખનઉમાં થઈ રહી હતી, પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયે બંને કેસનું વિલીનીકરણ કરવા અને તેમની સુનાવણી લખનઉમાં કરવાનો આદેશ આપ્યો અને સુનાવણી પૂર્ણ કરી.
  • ૨૧ મે ૨૦૧૭થી આ કેસમાં દૈનંદિન સુનાવણી શરૂ થઈ. ન્યાયાલયમાં તમામ આરોપીઓનાં નિવેદનો નોંધવામાં આવ્યા હતા. કોરોના રોગચાળાને કારણે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી સહિતના ઘણા આરોપીઓએ વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા તેમનાં નિવેદનો નોંધાવ્યાં હતાં.
  • સર્વોચ્ચ ન્યાયાલયે ૮ મે ૨૦૨૦ ના રોજ સુનાવણી ૩૧ ઑગસ્ટ સુધીમાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને તારીખ ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવી દેવામાં આવી હતી.
  • સીબીઆઈના વિશેષ ન્યાયાલયના ન્યાયાધીશ સુરેન્દ્ર યાદવે તમામ પક્ષકારો, સાક્ષીઓ અને દલીલો સાંભળ્યા પછી ૧ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ બાબરી મસ્જિદ તોડવાના કેસમાં સુનાવણી પૂર્ણ કરી અને ૨ સપ્ટેમ્બરના રોજ ચુકાદો લખવાનું શરૂ કર્યું. ૧૬ નવેમ્બરના રોજ ન્યાયાધીશ સુરેન્દ્ર યાદવે કહ્યું કે તેઓ આ ઐતિહાસિક કેસમાં ૩૦ સપ્ટેમ્બરે ચુકાદો આપશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.