નવી દિલ્હી: દક્ષિણ દિલ્હીના માલવીય નગર સ્થિત ‘બાબા કા ઢાબા’નો વીડિયો સોશિયલ મીડિયા પર થોડા દિવસો પહેલા ખૂબ વાયરલ થયો હતો. લોકો આ ઢાબાને ચલાવનારા કાંતા પ્રસાદની કહાની સાંભળીને તેમના ઢાબા પર જમવા માટે લોકોની ભીડ જામી હતી.
યૂટ્યૂબર વાસને સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો
ત્યારે હવે 'બાબા કા ઢાબા'નો વીડિયો વાયરલ કરનાર યૂટ્યૂબર ગૌરવ વાસન પર પૈસાની હેરાફેરી કરવાનો આરોપ લાગ્યો છે. આપને જણાવી દઈએ કે, હાલમાં જ 80 વર્ષીય કાંતા પ્રસાદ અને તેમની પત્નીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તેમણે લૉકડાઉન દરમિયાન દુકાન ન ચાલવાથી આર્થિક મુશ્કેલીની વ્યથા સંભળાવી હતી. યૂટ્યૂબર વાસને સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો હતો.
પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં કાંતા પ્રસાદે કહ્યું કે, વાસને તેમનો વીડિયો શૂટ કર્યો અને ઓનલાઈન પોસ્ટ કર્યો હતો. તેમજ મીડિયા પર લોકોને પૈસા આપવાની અપીલ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, વાસને જાણી જોઈને માત્ર તેમના જ નહિ પરંતુ પરિવાર મિત્રો બેંક ખાતા નંબર અને મોબાઈલ નંબર દાતાઓને શેર કરી હતી. કાંતા પ્રસાદને કોઈ પણ માહિતી આપ્યા વગર વિવિધ પ્રકારના ચુકવણી દ્વારા મોટા પ્રમાણમાં દાન એકત્રિત કર્યું છે.
લોકોએ આર્થિક મદદ માટે પુછ્યું
ગૌરવે ફેસબુકના માધ્યમથી બેંક સ્ટેટમેન્ટ જાહેર કરી મદદમાં મળેલી રકમ એકાઉન્ટ સ્ટેટમેન્ટ આપ્યું છે. ઢાબાના સંચાલક કાંતા પ્રસાદે જણાવ્યું કે, તેમને કનાડા, ઑસ્ટ્રેલિયા, મલેશિયા અને ઈગ્લેન્ડ જેવા દેશો પાસેથી લોકોના ફોન આવ્યા હતા. લોકોએ આર્થિક મદદ માટે પુછ્યું હતુ અને કેટલાક લોકોએ મદદ પણ કરી હતી. તેમણે કહ્યું કે, ગૌરવ વાસને તેમને 2 લાખ રુપિયાનો ચેક આપ્યો હતો. કોણે કેટલા રુપિયા આપ્યા છે તેનો હિસાબ તેમની પાસે નથી. આ બધા જ પૈસા ગૌરવ અને તેમની પત્નીના બેંક એકાઉન્ટમાં આવતા હતા. આ પૈસાને લઈ શરુ થયેલા વિવાદ બાદ અન્ય એક યૂટ્યૂબર લક્ષ્ય ચૌધરીએ બાબાનો સંપર્ક કર્યો અને તેમની સાથે વાતચીત કરી ગૌરવ વાસનને મદદમાં મળેલા પૈસાનો સંપુર્ણ હિસાબ માંગ્યો હતો.