ETV Bharat / bharat

LIVE: અયોધ્યામાં ઉત્સવ, PM મોદીના હસ્તે રામ ભૂમિ પૂજન કરાયું

MODi
MODI
author img

By

Published : Aug 5, 2020, 9:57 AM IST

Updated : Aug 5, 2020, 1:03 PM IST

12:12 August 05

અયોધ્યામાં ઉત્સવ, PM મોદીના હસ્તે રામ ભૂમિ પૂજન કરાયું

500 વર્ષ બાદ આ શુભ ઘડી આવી છે. વડા પ્રધાન મોદીએ અયોધ્યા પહોંચીને રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું. 32 સેકન્ડના મુહર્તમાં વડા પ્રધાન મોદીએ આજે રામ મંદિરનો શિલાયન્સ કર્યો. આજે સમગ્ર દેશ સહિત દુનિયામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રામ જન્મભૂમિ પહોંચીને મોદીએ રામ ભગવાનની આરતી બાદ વૃક્ષારોપણ પણ કર્યું હતું અને જે બાદ મંદિરની પરિક્રમા પણ કરી હતી. ધાર્મિક રીત રિવાજ અને મંત્રોચ્ચાર સાથે આ ભૂમિ પૂજન કરવામાં આવ્યું. આનંદી બેન પટેલ પણ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત RSS વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા. ભૂમિ પૂજન બાદ શ્રી રામના નારા લાગ્યા સાથે જ ભારત માતાના નારા પણ લગાવવામાં આવ્યા હતા.

11:59 August 05

વડા પ્રધાન મોદીએ ભગવાન રામની કરી પૂજા

વડા પ્રધાન અયોધ્યા રામ મંદિરના ભૂમિ પૂજન માટે આજે 28 વર્ષ બાદ અયોધ્યા આવ્યા છે. પીએમ મોદીએ રામરાજ અયોધ્યા મંદિરમાં ભૂમિ પૂજન કર્યું. સમગ્ર નગરી શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠી છે. વડા પ્રધાન મોદીએ રામ મંદિરમાં પ્રવેશ કરતા પહેલા દંડવત પ્રણામ કર્યું હતું. જે બાદ ભગવાન રામની આરતી ઉતારી હતી. પુષ્પો અર્પણ કરીને પ્રાર્થના કરી હતી.

11:53 August 05

PM મોદી રામ લલ્લાના દર્શન કરવા રવાના

વડા પ્રધાન મોદી હનુમાનગઢીથી રામ મંદિર જવા રવાના થયા છે. મંદિરના મહંતે વડા પ્રધાનને ખેસ પહેરાવ્યો હતો. હવે થોડી જ વારમાં મોદી ભૂમિ પૂજન કરશે.

11:47 August 05

PM મોદીએ હનુમાનગઢીમાં ભગવાન હનુમાનની આરતી ઉતારી

વડા પ્રધાન મોદીએ હનુમાનગઢી પહોંચીને ભગવાન હનુમાનની આરતી ઉતારી. સમગ્ર નગરી ભગવાન રામના નારાથી ગુંજી ઉઠી છે. થોડી જ વારમાં ભગવાન રામ લલ્લાના દર્શન કરશે અને જે બાદ ભૂમિ પૂજન કરવામાં આવશે.

11:43 August 05

PM મોદી હનુમાનગઢી જવા રવાના

PM મોદી અયોધ્યા પહોંચ્યા છે, તે હનુમાનગઢી માટે રવાના થયા છે. જ્યાં તેઓ ભગવાન હનુમાનની પૂજા અર્ચના કરશે.

11:35 August 05

PM મોદીનું અયોધ્યામાં આગમન

Ayodhya live
PM મોદીનું અયોધ્યામાં આગમન

રામ જન્મભૂમિ શિલાયન્સ માટે વડા પ્રધાન મોદી અયોધ્યા પહોંચ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ PM ના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા. હવે વડા પ્રધાન મોદી સૌ પહેલા હનુમાનગઢી મંદિર જશે અને તે બાદ રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે.

11:18 August 05

રામ જન્મભૂમિમાં ભૂમિ પૂજનની ગુજરાતમાં ઉજવણી

ગુજરાતમાં ઉજવણી
Ayodhya live
ગુજરાતમાં ઉજવણી

અયોધ્યામાં રામ જન્મભૂમિમાં ભૂમિ પૂજનની ઠેર-ઠેર ઉજવણી થઇ રહી છે, ત્યારે ગુજરાત ભાજપ પાર્ટી કાર્યાલય બહાર રંગોળી કરીને ઉજવણી કરવામાં આવી રહી છે. પાર્ટીના કાર્યાલય બહાર અયોધ્યા મંદિર અને ભગવાન રામની આકૃતિવાળી રંગોળી બનાવવામાં આવી છે.

11:11 August 05

RSS મોહન ભાગવત અયોધ્યા પહોંચ્યા

Ayodhya live
મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયં સેવક સંધના (RSS) વડા મોહન ભાગવત રામ જન્મભૂમિ પહોંચ્યા છે. 

11:06 August 05

500 વર્ષ પહેલા શરૂ થયેલો યજ્ઞ આજે પૂર્ણ થયો- શિવરાજ સિંહ ચૌહાણ

ભૂમિ પૂજનના અવસર પર મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, 500 વર્ષ પહેલા જે મહાયજ્ઞની શરૂઆત થઇ હતી, તે આજે પૂર્ણ થવા જઇ રહ્યો છે. પીએમ મોદીએ જે દ્રઢતા અને સંકલ્પનું ઉદાહરણ રજૂ કર્યું છે, તેને લીધે તેમણે પોતાને 500 વર્ષમાં સૌથી મોટા નેતાના રૂપે સ્થાપિત કર્યા છે.

11:01 August 05

અયોધ્યાએ બધાને એક કર્યા છે- ઉમા ભારતી

Ayodhya live
ઉમા ભારતી

ભૂમિ પૂજન સ્થળ પર પહોંચીને ઉમા ભારતીએ કહ્યું કે, અયોધ્યાએ આપણને બધાને એક કર્યા છે. હવે આ દેશ સમગ્ર દુનિયામાં ગર્વથી કહેશે કે, અહીં કોઇ ભેદ-ભાવ નથી.

10:58 August 05

લખનઉ પહોંચ્યા વડા પ્રધાન મોદી

વડા પ્રધાન મોદી લખનઉ પહોંચ્યા છે. ભૂમિ પૂજન માટે હેલિકોપ્ટરથી અયોધ્યા માટે રવાના થશે.

10:36 August 05

CM યોગી આદિત્યનાથ પહોંચ્યા અયોધ્યા

Ayodhya live
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા છે. થોડી જ વારમાં વડા પ્રધાન મોદી પણ અહીં પહોંચશે. રાજ્યપાલ આનંદી બેન પટેલ, RSS મોહન ભાગવત સહિત ધર્મગુરૂ અયોધ્યામાં ભૂમિ પૂજન સ્થળ પર પહોંચ્યા છે.

10:28 August 05

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા

Ayodhya live
ઉમા ભારતીનું ટ્વીટ

મધ્ય પ્રદેશની પૂર્વ મુખ્ય પ્રધાન ઉમા ભારતી રામ મંદિર ભૂમિ પૂજનમાં સામેલ થશે. તેમણે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. તેમણે લખ્યું કે, હું મર્યાદા પુરૂષોતમ રામની મર્યાદાથી બંધાયેલી છું. મને રામ જન્મભૂમિના વરિષ્ઠ અધિકારીઓએ શિલાયન્સ સ્થળ પર હાજર રહેવાનો નિર્દેશ કર્યો છે. જે માટે હું આ કાર્યક્રમમાં હાજર રહીશ.

અયોધ્યામાં રામ જન્મભૂમિના ભૂમિ પૂજનના પર્વે મહારાષ્ટ્રના નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યાલય બહાર રંગોળીથી સજાવટ કરવામાં આવી છે.

09:47 August 05

અયોધ્યા માટે રવાના થયા PM મોદી, કરશે ભૂમિ પૂજન

Ayodhya live
PM મોદી અયોધ્યા જવા રવાના

વડાપ્રધાન મોદી અયોધ્યા માટે રવાના થયા છે.

અયોધ્યાઃ રામ મંદિર ભૂમિ પૂજન માટે તૈયાર છે. રામ નગરીને સજાવવામાં આવી છે. દરેક જગ્યાએ ભજન-કીર્તન થઇ રહ્યા છે. અયોધ્યાની ગલી-ગલીમાં ભક્તિરસ છવાયો છે. આજે વડાપ્રધાન મોદી ઉપરાંત અન્ય મોટા નેતા સાધુ સંતો સહિત 175 લોકો આ ઐતિહાસિક અવસરના સાક્ષી બનશે.

મોદી 11.30 કલાકે અયોધ્યા પહોંચશે. PM જ મંદિરના નિર્માણ માટે પાયો નાખશે. જાણકારી મળી છે કે, આ દરમિયાન પીએમ કુલ ત્રણ કલાક અયોધ્યામાં વિતાવશે. ભૂમિ પૂજન કાર્યક્રમમાં મંચ પર પીએમ મોદી ઉપરાંત મોહન ભાગવત, યોગી આદિત્યનાથ, આનંદીબેન પટેલ, મહંત નૃત્ય ગોપાલ દાસ હાજર રહેશે.

Last Updated : Aug 5, 2020, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.