ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં ન્યાધીશોની બેંચ સમક્ષ પક્ષકાર નિર્મોહી અખાડાએ દલીલ રજૂ કરી હતી. તેમની તરફે હાજર વકીલ સુશીલ જૈનએ કોર્ટ સમક્ષ કહ્યુ કે, તેઓ આ સ્થળ ઉપર નિયત્રંણ અને વ્યવસ્થા માટેનો અધિકાર ઈચ્છે છે. તેમણે કહ્યું કે, તેમની માગ માત્ર વસ્તુઓ, માલિકી હક્ક અને વ્યવસ્થા માટેની છે. તેમણે દાવો કર્યો હતો કે, સેંકડો વર્ષોથી આ જગ્યા પર નિયતંર્ણનો અધિકાર અખાડા પાસે હતો. સીતા રસોઈ, ચબૂતરા અને ભંડાર ગૃહ ઉપર પણ તેમનો જ અધિકાર રહ્યો છે. જે અંગે કોઈ વિવાદ નહોતો.
કોર્ટે લાઈવ સ્ટ્રીમિંગની માગ ફગાવી
RSSના પૂર્વ વિચારક અને ભાજપના નેતા કે.એન.ગોવિંદાચાર્યએ અયોધ્યા કેસની લાઈવ સ્ટ્રીમિંગ માટે કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટની બેચે આ અરજી નકારી દીધી છે.
મધ્યસ્થી પેનલ નિષ્ફળ
રામજન્મભૂમિ અને બાબરી મસ્જીદ વિવાદ માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી પેનેલની રચના કરી હતી. જેમાં સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ એફ.એમ.આઈ કલીફુલ્લા, આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પાંચૂનો સમાવેશ થયો હતો. તેમણે ગયા ગુરુવારે સુપ્રિમ કોર્ટને અહેવાલ સુપ્રત કર્યો હતો. જેમાં તેમણે કબૂલ્યુ હતું કે, હિંદુ અને મુસ્લિમ બંને પક્ષ આ જટીલ વિવાદનું સમાધાન કાઢવામાં અસફળ રહ્યા છે.