નવી દિલ્હીઃ દિલ્હી ક્રાઇમ બ્રાંચની એફઆઈઆરમાં નિઝામુદ્દીન મરકજના મૌલાના સાદના આ ઓડિયોને બીજા અનેક ઓડિયો સાથે કનેક્ટ કરીને એક અલગ ઓડિયો તૈયાર કરવામાં આવ્યો હોય તેવી આશંકા છે.
ક્રાઇમ બ્રાંચે લોકડાઉનના સમયમાં દિલ્હીના નિઝામુદ્દીન મરકજમાં એકત્ર થયેલી તબલીઘી જમાતીઓની ભીડ સંદર્ભે એફઆઈઆર દાખલ કરી હતી. જેની તપાસમાં મરકઝના મૌલાના સાદનો એક વાયરલ ઓડિયો મળી આવ્યો હતો.
આ ઓડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મસ્જિદમાં નમાઝ પઢીને કોઈ રોગ થશે નહીં, સામાજિક અંતરની કાળજી લેવી જરૂરી નથી. જો કોઇ રોગ થાય અને તમે મસ્જિદમાં મરી જાઓ તો તેનાથી શ્રેષ્ઠ કોઇ મોત હોઇ શકે નહી. આ ઓડિયોમાં અવાજ મૌલાના સાદનો જ છે કે કેમ તે અંગે FSLના રિપોર્ટ બાદ જ સ્પષ્ટતા થશે. તેથી તેઓ FSLના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.
તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાંચને જાણ થઇ હતી કે, મૌલાના સાદ ઘણીવાર તેમના અનુયાયીઓ માટે ઓડિયો બહાર પાડતા હતા. તેમના વતી આવા 200થી વધુ ઓડિયો બહાર પાડવામાં આવ્યા હતા. કેટલાક વીડિયો તેમની યૂટ્યુબ ચેનલ પર પણ અપલોડ કરવામાં આવ્યાં છે.