યુપીઃ મૈનપુરી જિલ્લાના થાણા કોટવાલી વિસ્તારમાં ખારપરી માધાઉ નગરમાં જુની વાતની ઈર્ષ્યાને કારણે પડોશીના મકાનમાં આગ લગાડી હતી, જેમાં એક જ કુટુંબના 5 લોકો દાઝી ગયા હતા. પ્રાથમિક સારવાર દરમિયાન એક માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું. બાકી રહેલી ચારેયની હાલત નાજુક છે, તેમને સૈફાઇ રિફર કરાયા હતા. પોલીસે પરિવારના સભ્યોના આધારે આરોપીની ધરપકડ કરી હતી પોલીસ પૂછપચ્છ દરમિયાન આરોપીએ ગુનો કબૂલ્યો હતો.
યુપીના મૈનપુરી જિલ્લાના થાણા કોટવાલી વિસ્તારમાં ખારપરી માધાઉ નગર, એક ઘરમાં અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો, જે ઘરમાં 5 લોકો સુતેલા હતા આગલાગવાને કારણે તે લોકો ચીસો પાડી રહ્યા હતા પરંતુ અવાજ બહાર સુધી બીજા લોકોને સંભળાયો ન હતો. ઘરમાં કુલરને કારણે આગે ભયંકર રૂપ ધારણ કર્યુ હતુ. બાઇક અને મકાનમાં રાહેલી અન્ય ચીજો સળગવા લાગી, આ દરમિયાન લોકો જાગી ગયા અને તેઓ બહારથી દરવાજાને ખુલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, ત્યાં સુધીમાં ઘરના આ 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
પોલીસેને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંંચી પ્રાથમિક સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્ય હતા. જેમાં એક 2 વર્ષીય માસૂમ બાળકનું મૃત્યુ થયું હતુ અને 4 લોકો સૈફાઇ રિફર કરાયા હતા જેમાં ચારેયની હાલત નાજુક હતી. પોલીસ આ ઘટના શોટ સર્કિટથી થઇ હતી તેવુ માની રહી હતી પરંતુ એવુ ન હતુ
પરિવારના સભ્યોએ ફરિયાદ કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે, પડોશમાં રહેતી મુરારી દુષ્ટએ આ કર્યુ હતુ માર્ચ મહિનામાં વિવાદ થયો હતો, ત્યારથી તે તક શોધી રહ્યો હતો. તેણે જ આ કાર્ય કર્યુ હશે. પોલીસે ભાગી રહેલા આરોપીની ધરપકડ કરી હતી. પૂછપચ્છ દરમિયાન તેણે આગ લગાવી હતી. તે કબૂલાત કર્યુ હતુ.