- ધૌલપુરમાં 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ
- પોલીસે આરોપીની ધરપકડ કરી
- પોલીસે એસસી એક્ટ અને પોક્સો એક્ટમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
રાજસ્થાનઃ ધૌલપુર જિલ્લાના એક ગામમાં 16 વર્ષીય સગીર બાળકી સાથે છેડતી અને દુષ્કર્મનો પ્રયાસ કરાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પીડિતાના પિતાએ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ એસસી એક્ટ અને પોક્સો એક્ટમાં કાયદેસરની કાર્યવાહી કરી છે. તેમજ પોલીસે યુવતીનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીએ કર્યો દુષ્કર્મનો પ્રયાસ
રાજ્યના મણીયા પોલીસ સ્ટેશનમાં નોધાવેલા રિપોર્ટમાં 16 વર્ષિય સગીરના પિતાએ જણાવ્યું છે કે, તેની પુત્રી શનિવારે રાત્રે 8 વાગ્યે ઘરની બહાર બેઠી હતી. ત્યારે પુત્રીને એકલી જોઈને આરોપી દિનેશ ત્યા પહોચ્યો હતો અને આરોપી અંધારામાં સગીરાને ઉંચકીને ઘરની પાછળ ખેતરમાં લઈ ગયો હતો. જ્યા આરોપીએ સગીરા સાથે છેડતી અને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જેથી સગીરાએ બૂમાબૂમ કરતા આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી
પીડિતાએ આ ઘટનાની જાણ પરિવારજનોને કરતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. સગીરાના પિતાએ મણીયા પોલીસ સ્ટેશનમાં આરોપી દિનેશ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જો કે, આ મામલો પોક્સો એક્ટ અને એસસી-એસટી એક્ટનો હોવાથી તપાસ અધિકારી સી.ઓ મણીયા વાસુદેવ સિંહની નિમણૂક કરવામાં આવી હતી. પોલીસે ગામમાં પહોંચી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે જણાવ્યું કે, પીડિતાનું નિવેદન લેવામાં આવ્યું છે. તેમજ પીડિતાનું મેડિકલ પણ કરવામાં આવશે. આ કેસના આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને તેની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે.