કર્ણાટકઃ રાજય ના માંડયામાં પત્રકારત્વના કર્મચારીઓનો કોરોના વાઈરસ ટેસ્ટ ચાલી રહ્યો હતો. આ દરમિયાન જનતા દળ સેકુલર(JDS)ના એમએલસી અને તેમના પુત્ર દ્વારા કોરોના ટેસ્ટ કરાવતાં માડિયો રિપોર્ટર પર હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે.
એમએલસી એ પત્રકારો પર હુમલો કરવા ઉશ્કેરી રહ્યાં હતાં. એવામાં એમએલસીના પુત્રએ કોરોના ટેસ્ટ કરાવતાં એક રિપોર્ટર પર હુમલો કર્યો હતો.
આટલે ન અટકતાં શ્રીકાંત ગૌડાએ ડોક્ટર્સને પણ પત્રકારોના કોરોના ટેસ્ટ ન કરવા ધમકી આપી હતી. આ અંગે પોલીસને જાણકારી મળતા પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને હુમલાખોરો પર લાઠીચાર્જ કરી પત્રકારોને સુરક્ષિત રીતે બચાવ્યાં હતાં.
હાલ પોલીસે એમએલસીના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે. તેમજ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.