હરિશ ચૌધરીના સમર્થક હનુમાન બેનીવાલ વિરૂદ્ધ નારેબાજી કરતાની સાથે NH 25ની સાંજે જામ કરી બાયતુ આવવાનો વિરોધ કરી રહ્યા હતાં. પોલીસના બંદોબસ્ત સાથે હનુમાન બેનીવાલ બાયતુ પહોચ્યા હતાં, જ્યા પોલીસની હાજરીમાં કોંગ્રેસના સમર્થકોએ કાફલા પર હુમલો કર્યો હતો.
જણાવવામાં આવી રહ્યું છે કે કેંન્દ્રીય પ્રધાન કૈલાશ ચૌધરી અને સાંસદ હનુમાન એક જ ગાડીમાં જઇ રહ્યા હતાં. હુમલામાં ગાડીના કાચ તુટી ગયા હતાં. એક શામ તેજાજી કે નામ કાર્યક્રમમાં કૈલાશ ચૌધરીએ કહ્યું હતુ કે, હરીશ ચૌધરીએ પુરી પ્લાનિંગ સાથે મારા પર પત્થર અને ગોળી દ્વારા હુમલો કરાવ્યો હતો.
ચૌધરીએ કહ્યું કે ગાડી પર બે ફાયરિંગ થયા છે. પણ જીવ ગયો નથી, સાથે કહ્યું કે, આ સમગ્ર કાવતરાની સજા ભોગવવી પડશે, જ્યારે યુવાનોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
જ્યારે સાંસદ હનુમાન બેનીવાલે પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે પોલીસ સાથે રહીને હુમલો કરાવ્યો હતો, સાથે રાજસ્વી પ્રધાનને ચેતવણી પણ આપી છે કે, જ્યાં પણ હરીશ ચૌધરીના સમર્થકો દેખાશે, ત્યાં તેમને મારવામાં આવશે અને તેમને છોડવામાં નહી આવે. સાથે સલાહ પણ આપી છે કે જ્યારે પણ બહાર નીકળો ત્યારે પુરી તૈયારી સાથે નિકળો, આ ઘટનાનો બદલો લઇને જ રહીશું.
હનુમાન બેનીવાલા જિલ્લાના એક પ્રવાસ પર હતાં. જ્યાં તેઓએ પ્રધાન હરીશ ચૌધરી પર આરોપ લગાવ્યો હતો કે, જિલ્લાના પ્રધાનો પોતાનું ખીસ્સુ ભરવામાં લાગ્યા છે. આ નિવેદનથી નારાજ થઇને પ્રધાનના કાર્યક્રતાઓએ મોડી રાત્રે હુમલો કર્યો હતો.