બેંગલુરુમાં 2017માં લંકેશની હત્યાના કથિત માસ્ટરમાઈન્ડ દેવડીકરે ગત મહિને ઝારખંડના ઘનબાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, એટીએસે તેમની ધરપકડ કરી હતી અને ગુરુવારે અદાલતમાં રજુ કર્યો હતો.તેમણે કહ્યું કે, અદાલત દ્વારા દેવડીકરને 11 ફેબ્રુઆરી સુધી એટીએસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
એટીએસે 2018માં મુંબઈ પાસેના નાલાસોપારા અને મહારાષ્ટ્રના કેટલાક સ્થળો પર વિસ્ફોટ સામગ્રી, દેશી બંદૂક અને હથિયાળ જપ્ત કર્યા હતા. જેમાં એક હિન્દુ ચરમપંથી સંગઠનના સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી.