મેષ : આજના દિવસે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં આપનો સમય પસાર થાય. અનિર્ણાયકતાના કારણે યોગ્ય નિર્ણય ન લઇ શકો. આજે નાણાંની લેવડ દેવડ ટાળવાની સલાહ છે. શરીર અને મનમાં અજંપો અનુભવાશે. ધાર્મિક કાર્યો પાછળ નાણાં ખર્ચાશે. વિદેશમાં વસતા સગા સંબંધીઓના સમાચાર મેળવી શકશો.
વૃષભ : આપના વેપારમાં વૃદ્ધિ થશે સાથે વેપાર અંગેના સોદાઓ ફાયદાકારક નિવડશે. આપની આવકના સ્રોત વધશે. આપને મિત્રો અને વડીલોથી લાભ થશે અને તેમની સાથે આનંદની પળો માણી શકશો. લગ્નજીવનમાં ખુશી તેમજ સંતોષ મેળવી શકશો. સ્ત્રીઓ તરફથી આપ સન્માન અને લાભ મેળવી શકશો. અપરીણિતોના લગ્ન થશે અને સંતાનો તરફથી પણ સારા સમાચાર મળશે
મિથુન : આપના શરીર અને મનની પ્રફૂલ્લિતતા જળવાશે. નોકરી કે વ્યવસાયમાં આપની મહેનતનો સારો બદલો મેળવી શકશો. ઉપરી અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળતા આપના ઉત્સાહમાં વધારો થશે. સમાજમાં આપનું માન-પાન વધશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. પિતા તરફથી ફાયદો થશે. સરકારી કામકાજ સરળતાથી પૂરા થઇ શકશે. પારિવારિક જીવનમાં ખુશી અને આનંદ માણી શકશો.
કર્ક :આજે આપનું ભાગ્ય ચમકશે અને આકસ્મિક આર્થિક લાભ થશે. જે લોકો વિદેશ જવા ઇચ્છતા હશે તેમને હજુ રાહ જોવી પડશે. વિદેશથી સારા સમાચાર મેળવી શકશો. ધાર્મિક સ્થળની મુલાકાત કે ધર્મને લગતા કામકાજમાં ખર્ચ થશે. પરિવારજનો અને સહોદરો સાથે આનંદની પળો માણી શકશો. નોકરીમાં લાભ થવાની શક્યતા છે.
સિંહ : આજે આપે સ્વાસ્થ્ય સંભાળવું પડશે. તંદુરસ્તી જાળવવા પાછળ ખર્ચ થાય તેવી શક્યતા છે. મનમાં વધુ પડતા વિચારોના પ્રવાહને સક્રીય થવા દેવાના બદલે શક્ય હોય ત્યાં સુધી કામમાં વધુ પરોવાયેલા રહેવું. પરિવારજનો સાથે કોઈપણ બાબતે ચર્ચા માટે શાંતિ અને ધીરજ વધારવી અને તેમની વાત ધ્યાનથી સાંભળવી. ખોટા કામથી દૂર રહેવાની સલાહ છે. પ્રભુ સ્મરણ અને ધાર્મિક વિચારો આપને યોગ્ય માર્ગદર્શન આપી શકશે.
કન્યા : આજે આપ પરિવારમાં આનંદની પળો માણી શકશો. આપ સમાજ અને લોકોમાં આદર મેળવી શકશો. મનોરંજનને લગતી બાબતોમાં આપ રસ લેશો. વાહન અને અલંકારોની ખરીદી થાય. વિજાતીય પાત્રો સાથે પ્રણયની શક્યતાઓ છે. વેપાર ધંધામાં ભાગીદારો સાથેના સંબંધ સુધરશે. આર્થિક લાભ થવાની સંભાવના છે.
તુલા : આપનું સ્વાસ્થ્ય જળવાશે અને બીમાર વ્યક્તિના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. પરિવારમાં સુખ શાંતિ જળવાશે. કામમાં સફળતા અને કદર બંને આપના ઉત્સાહમાં વધારો કરશે. નોકરીમાં ફાયદો મેળવી શકશો અને સહકર્મચારીઓની મદદ પણ મેળવી શકશો. સ્ત્રી મિત્રોને મળવાનું થાય. આપના વિરોધીઓ કે પ્રતિસ્પર્ધીઓની ચાલ અવળી પડે.
વૃશ્ચિક : આજે પ્રવાસ કે યાત્રા કરવા માટે સમય અનુકૂળ નથી. કદાચ પ્રવાસમાં ધારણા કરતા વધુ ખર્ચ થઈ શકે છે તેમજ સ્વાસ્થ્ય પણ ચિંતા કરાવશે. અત્યારે સામાજિક અથવા બીજા લોકોની વાતોમાં વધુ રસ લેવાનું ટાળજો. લાંબાગાળાની આર્થિક યોજના બનાવવા માટે સમય અનુકૂળ છે. બૌદ્ધિક ચર્ચામાં પોતાની વાત સાચી ઠેરવવાનો હઠાગ્રહ છોડજો. શેર સટ્ટામાં કાળજીપૂર્વક સોદા કરવા.
ધન : આજે લાગણીનો અતિરેક ટાળવો અને વ્યવહારું અભિગમ રાખવો. પારિવારિક બાબતોમાં તમારે વધુ ધ્યાન આપવું પડશે. મન બેચેની ટાળવા માટે ધાર્મિક સ્થળની મુલાકાત લઇ શકો છો. માતાનું ધ્યાન રાખવાની અને તેમની સેવા કરવાની સલાહ છે. અનિદ્રાની સમસ્યા ટાળવા માટે આજે તમે મેડિટેશન કરી શકો છો. પાણીજન્ય રોગોથી સંભાળવું.
મકર: આજે આપ આપના વિરોધીઓ સામે વિજય મેળવી શકશો. નવા કામની શરૂઆત થશે અને તેમાં સફળતા મેળવશો. શારિરીક માનસિક સ્વસ્થતા જળવાશે. વેપારમાં લાભ મેળવી શકશો. શેરબજારમાં જો નાણાં રોક્યા હોય તો ફાયદો મેળવી શકશો. સગા-સંબંધીઓ અને મિત્રો સાથેના સંબંધમાં સુમેળ જળવાશે. વિદ્યાભ્યાસમાં સારી સફળતા મેળવી શકશો.
કુંભ : આપને માનસિક સમસ્યાઓ અને મુંઝવણો રહેવાને કારણે કોઈપણ નિર્ણય લેવામાં તકલીફ થશે. તેથી આજે મહત્વના નિર્ણય લેવાનું ટાળજો. બોલવા પર સંયમ રાખવો તેમજ પરિવારજનો સાથે કોઈપણ ચર્ચા કરતી વખતે કોઈપણ બાબતને તેમના દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરવો. ધાર્મિક કાર્યોમાં ખર્ચ થાય. સ્વાસ્થ્યની કાળજી લેવાની સલાહ છે. વિદ્યાર્થીઓ માટે આ સમય મિશ્ર ફળ આપનારો છે. નકારાત્મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે.
મીન : આનંદ ઉત્સાહ અને તન- મનની પ્રફુલ્લિતતા આપના દિવસમાં ચેતના અને સ્ફૂર્તિ ભરશે. નવું કામ હાથમાં લેશો તો તેમાં સફળતા મળશે. ધાર્મિક પ્રસંગો કે માંગલિક પ્રસંગોમાં જવાનું થાય. મનમાં કોઇ નિર્ણય લેતાં દ્વિધા અનુભવો તો નિર્ણય મોકૂફ રાખવાની સલાહ છે. પરિવાર સાથે મિષ્ટાન્ન ભોજનનો આનંદ મળશે. દાંપત્યજીવન આનંદમય રહેશે.