ETV Bharat / bharat

શું આજનો દિવસ તમારા માટે ખુબ લાભદાયી છે, જાણો તમારુ રાશિફળ - daily horoscope

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે મંગળવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

astrology-predictions-of-15th-october-2019
author img

By

Published : Oct 15, 2019, 5:31 AM IST

મેષઃ આજે જે કાર્ય કરશો તેમાં ઉત્સાહ જળવાઇ રહેશે. શારિરીક માનસિક તાજગી અને સ્ફૂર્તિ જળવાશે. કૌટુંબિક સુખ શાંતિ જળવાઇ રહેશે. મિત્રો અને સ્વજનો સાથે ખુશીની પળો માણી શકશો. માતા તરફથી લાભ મેળવી શકશો. પ્રવાસ થવાની શક્યતા છે. આર્થિક લાભ, સ્વાદિષ્ટ ભોજન અને ભેટ સોગાદો મેળવીને આનંદ અનુભવશો.

વૃષભઃ આપના મન પર ક્રોધ અને હતાશા હાવિ ના થાય તેની કાળજી લેવી પડશે. તંદુરસ્તીની પણ વિશેષ કાળજી લેવાની સલાહ છે. કુટુંબ અને આર્થિક બાબતોમાં વધુ પડતા ઉંડા ઉતરવું નહીં. સ્વભાવની ઉગ્રતાને કારણે કોઇની સાથે મતભેદ કે ઝગડો ના થઈ જાય તે જોવું. મહેનતની સાથે સાથે આયોજનપૂર્વક આગળ વધજો. ક્યાંય પણ ગેરસમજ થાય તો તુરંત સ્પષ્ટતા કરવી.

મિથુનઃ આપના પરિવારમાં સુખ શાંતિ જળવાઇ રહેશે. વેપાર અને નોકરીમાં ફાયદો મેળવી શકશો. ઉચ્ચ અધિકારીઓ આપના કામની કદર કરશે.લગ્નની ઈચ્છા ધરાવનારાઓને લગ્નના યોગ છે.સ્ત્રી મિત્રોથી લાભ મેળવી શકશો. આપની આવકમાં વૃદ્ધિ થશે. લગ્નજીવનમાં મધુરતા જળવાશે. સંતાનો તરફથી સારા સમાચાર મેળવી શકશો.

કર્કઃ આજે આપ ઘરના સુશોભનમાં વધારે સમય પસાર કરશો. ઘર માટે નવું ફર્નિચર ખરીદી શકશો. વેપાર અને નોકરીમાં લાભ થશે તથા પદોન્નતિ થવાની પણ શક્યતા છે. પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. સરકાર તરફથી લાભ મેળવી શકશો. આપના માનમોભામાં વધારો થાય. નાણાંકીય ફાયદો થવાની પણ શક્યતા છે. આજે દરેક કામ સારી રીતે અને સરળતાથી પૂરા કરી શકશો.

સિંહઃ આપનો સ્વભાવ સંયમમાં રાખશો તો સંબંધો અને કામ બધી જગ્યાએ તમે સારી રીતે મન લગાવી શકશો અને તેનું સારું ફળ પણ મળી શકશે. કોઇની સાથે સંઘર્ષ કે વિવાદ હોય તો અત્યારે તેનું સમાધાન શોધવાનો પ્રયાસ કરવો. આપે સ્વાસ્થ્યની સંભાળ પણ લેવી પડશે. ઉતાવળમાં કોઇ નિર્ણય લેશો તો તેમાં આપ થાપ ખાઈ શકો છો. ધંધા કે નોકરીમાં વિઘ્નોના કારણે કામની ગતિ અવરોધાઈ શકે છે. ધાર્મિક સ્થળની મુલાકાત લો તેવી શક્યતા છે.

કન્યાઃ નવું કામ શરૂ કરવા માટે આજનો દિવસ શક્ય હોય ત્યાં સુધી ટાળવો. બહારનું મસાલેદાર ભોજન લેવાના બદલે સાદા ભોજનનો આગ્રહ રાખવો. મૌનના શસ્ત્રથી ગુસ્સાને કાબુમાં રાખો. ખર્ચને અંકુશમાં રાખવાની ખાસ સલાહ છે. આપના વિરોધીઓ આપની વિરુદ્ધ કોઈ કાવાદાવા ના કરે તે માટે તમારે પોતાની રીતે જ સતર્કતા વધારવી પડશે. જળ અને અગ્નિથી પણ સાચવવું પડશે. ગેરકાયદે પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ છે.

તુલાઃ આજનો દિવસ મોજમસ્તી, મનોરંજન, રોમાન્સ અને પ્રણયમાં પસાર થશે. આપ લોકોમાં પ્રતિષ્ઠા અને આદરભાવ મેળવી શકશો. ભાગીદારોથી લાભ થઇ શકશે. આપ સારા વસ્ત્ર અલંકારો ખરીદી શકશો. લગ્ન અને વાહનનું સુખ સારી રીતે માણી શકશો. શરીર અને મનની સ્વસ્થતા જળવાઇ રહેશે. મિત્રો સાથે આનંદદાયક પ્રવાસ થાય.

વૃશ્ચિકઃ આપ ઘરમાં સુખ શાંતિ અને રાહતનો શ્વાસ મેળવી શકશો. આપને શારીરિક-માનસિક સ્ફૂર્તિને કારણે કામ કરવાનો ઉત્સાહ જણાશે. નોકરીના સ્થળે આપને સહકર્મચારીઓનો સાથસહકાર મળી રહેશે. અધૂરાં કાર્યો હવે પૂરા થશે. થોડો ખર્ચ થવા છતાં આપ ચિંતા નહીં અનુભવો કારણ કે આવક અને સિલક બંનેની તમે અગાઉથી વ્યવસ્થા કરી રાખશો.

ધનઃ આજે આપ કોઇ પ્રવાસ કે યાત્રા કરવાનું વિચારી રહ્યા હોવ તો થોભો અને રાહ જુઓની નીતિ વધુ બહેતર રહેશે. કામમાં સફળતા મેળવવા અને બીજાનો સહકાર મેળવવા માટે સ્વભાવમાં આવેશ અને ગુસ્સા પર કાબુ રાખીને સૌમ્યતા વધારવાનો પ્રયાસ કરવો. સ્વાસ્થ્યની કાળજી લેવાથી આપને ફાયદો થશે. વિવાદ કે ચર્ચામાં પડવાના બદલે પોતાના કામથી મતલબ રાખવો. સંતાનોની બાબતોમાં વ્યસ્તતા વધશે. રોમાન્સ અને આર્થિક લાભ માટે સમય સારો છે.

મકરઃ આપે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. પારિવારિક સમસ્યાઓની આપના મન પર અસર વર્તાશે માટે કામકાજ અને પરિવાર બંને વચ્ચે સંતુલન રાખવું. માતાના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી જરૂરી છે. સમાજમાં તમારે માન પ્રતિષ્ઠા વધારવા માટે પ્રયાસો વધારવા પડશે. શરીરને પુરતો આરામ નહી આપો તો સ્વાસ્થ્ય કથળે તેવી શક્યતા છે. આપના શરીરમાં થાક વર્તાશે. સ્ત્રીઓથી નુકસાન થવાની શક્યતા પણ છે.

કુંભઃ આજે આપને માનસિક રાહત જણાશે તેમ જણાઈ રહ્યું છે. શારિરીક સ્વાસ્થ્ય સારું રહેતા આપનો ઉત્સાહ વધશે. સહોદરો અને પાડોશીઓ સાથેના સંબંધો વધુ ગાઢ બનશે. ઘરમાં સંબંધીઓ અને મિત્રો આવવાથી ખુશી અનુભવશો. મુસાફરી થવાના પણ યોગ છે. આપ પ્રિયજનને મળી શકશો અને વધુ ભાગ્યશાળી બનશો.

મીનઃ આપના ગરમ મિજાજને નિયંત્રણમાં રાખવાની સલાહ છે. કોઇની સાથે સંઘર્ષ ટાળવો. નાણાંકીય બાબતો અને લેવડદેવડમાં સાવચેત રહેવું પડશે. કુટુંબીજનો સાથે મતભેદ ના થાય તે માટે પોતાની વાત અને વિચારોમાં સકારાત્મકતા અને પારદર્શકતા રાખવી. મન શાંત રાખવું અને ધીરજથી કામ લવું. આહારમાં ધ્યાન નહીં રાખો તો સ્વાસ્થ્ય બગડી શકે છે.

Intro:Body:

Zodiac

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.