મેષઃ સુખમય દાંપત્યજીવનની સાથે સાથે ભાવતાં ભોજન મળવાનો યોગ છે. આયાત નિકાસ સાથે સંકળાયેલા વેપારીઓને ધંધામાં લાભ અને સફળતા મળશે. આપની ખોવાયેલી વસ્તુ પરત મળવાની સંભાવના છે. પ્રિયજન સાથે પ્રેમનો સુખદ અનુભવ મેળવી શકશો. આર્થિક લાભ અને વાહનસુખની શક્યતા છે. વાદવિવાદથી દૂર રહેવું હિતાવહ છે.
વૃષભઃ આજે આપે વાણી અને વર્તન પર અંકુશ રાખવો પડશે. કોઇના પર હસવા જતા તકલીફ ઊભી થવાની શક્યતા છે. ગેરસમજ સર્જાઈ શકે. મનોરંજન અને મોજશોખ પાછળ ખર્ચ થઇ શકે. આરોગ્ય સાચવવું પડશે. અકસ્માત થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. મનના આવેગને કારણે કેટલીક મુશ્કેલીઓ ઉદભવી શકે. આપે સભાન રહેવાની જરૂર છે.
મિથુનઃ આપ આજના દિવસે તન મનની સ્વસ્થતા જાળવવા માટે કામ અને આરામ, પરિવાર અને જાહેરજીવન વચ્ચે સંતુલન રાખતા શીખવું પડશે. આજે નવા કાર્યોની શરૂઆત કરવા માટે યોજના ઘડાય પરંતુ નવી શરૂઆત કરવામાં થોડા વિલંબ કે અવરોધો પછી સફળતા મળી શકે છે. આજે તમે પ્રતિષ્ઠાને અનુલક્ષીને વધુ ધ્યાન આપો તેવી શક્યતા છે. સંતાનોને લગતાં કાર્યો કે ખર્ચ કરવો પડે. શરીરમાં અપચન, અજીર્ણ જેવી બીમારીઓ સતાવે. વિદ્યાર્થીઓ એકંદરે સારો દિવસ છે. યાત્રા- પ્રવાસ માટે સમય અનુકૂળ નથી.
કર્કઃ આપનો આજનો દિવસ મધ્યમ ફળદાયી છે છે. આજે આપનામાં આનંદ, સ્ફૂર્તિ અને તાજગી જાળવી રાખવા માટે શક્ય હોય તો રોજિંદી બીબાઢાળ જીંદગીથી વિરામ લઈને ક્યાંક એકાંતમાં જાઓ અથવા મનપસંદ જગ્યાએ જાવ તેવું સુચન છે. મનમાંથી બિનજરૂરી ચિંતાઓ કાઢી નાખવી. ઘરમાં સ્વજનો સાથે વર્તનમાં આદરભાવ રાખવો. સ્ત્રીપાત્ર સાથે બોલવામાં સંયમ રાખવો. ખર્ચની શક્યતા પણ નકારી શકાય નહીં.
સિંહઃ આપનો આજનો દિવસ શુભફળ આપનારો રહે. આરોગ્યની દૃષ્ટિએ આજે આપની તંદુરસ્તી સારી રહેશે. ભાઇભાંડુઓ સાથે આનંદથી સમય પસાર કરો. તેમનાથી લાભ થાય. મિત્રો અને સ્વજનો સાથે મુલાકાત થાય. કાર્ય સફળતાથી આપ પ્રસન્ન રહેશો. પ્રિયતમાનો સંગાથ પામો. લાગણીસભર સંબંધોના બંધનમાં બંધાઓ. આજે આપને કલાક્ષેત્રે વિશેષ રૂચિ રહે. માનસિક સ્વસ્થતામાં દિવસ પસાર થાય.
કન્યાઃ આજનો દિવસ આપના માટે સારું ફળ આપશે. આજે આપની મધુર વાણીથી કોઇનું મન જીતી શકો અને આપનું કામ કઢાવી શકો. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. પરિવારના સભ્યો સાથે સુખરૂપ સમય પસાર કરો. આર્થિક લાભ થવાની શક્યતા છે. આરોગ્ય સારું રહે. બૌદ્ધિક ચર્ચાઓમાં જોડાઓ પરંતુ વિવાદ ટાળવો. મિષ્ટાન્ન ભોજન મળી શકે. એક્સપોર્ટ ઇમ્પોર્ટ સંબંધી બાબતોમાં સફળતા મળે.
તુલાઃ આ સમય આર્થિક યોજનાઓ બનાવવા માટે ઘણો સારો છે. આપની કલાત્મકતા અને સર્જનાત્મકતા ઘણી સારી રહેશે. આપનું શરીર અને મન સ્વસ્થ રહેશે. આપના દરેક કામ આત્મ વિશ્વાસ અને દૃઢ મનોબળથી આગળ વધશે. ભાગીદારો સાથે સંવાદિતા જળવાશે. મનોરંજન અને મોજમસ્તી પાછળ પણ ખર્ચ થઇ શકે. કૌટુંબિક જીવનમાં સંબંધો વધુ ઘનિષ્ઠ બનશે.
વૃશ્ચિકઃ આજે આપ મોજમસ્તી અને મનોરંજન પાછળ ખર્ચ કરશો. શારીરિક અને માનસિક સમસ્યાઓ દૂર થઇ શકશે. વાણી કે વર્તનની ઉગ્રતાને કારણે મોટો વિવાદ થઇ શકે છે માટે શક્ય હોય ત્યાં સુધી તમારા કામથી મતલબ રાખવો અને વધુ ચર્ચાઓથી દૂર રહેવું. પરિવારજનો સાથે મતભેદ ટાળવા માટે તેમની સાથે વાત કરતી વખતે અતિ હઠાગ્રહી થવાનું ટાળજો.
ધનઃ આજે આર્થિક, સામાજિક અને પારિવારિક દૃષ્ટિએ આપના માટે લાભનો દિવસ છે. ગૃહસ્થજીવનનો સંપૂ્ર્ણ આનંદ માણી શકો. પ્રેમનો સુખદ અનુભવ થાય. જીવનસાથીની શોધ કરનારાઓને લગ્નયોગ છે. પુત્ર અને પત્ની તરફથી આપને કંઇક લાભ મળે. આવકમાં વૃદ્ધિ તેમજ વેપારમાં લાભ મળવાનો દિવસ છે. સ્ત્રી મિત્રોથી લાભ થાય. ઉત્તમ ભોજન મળે.
મકરઃ આપનો આજનો દિવસ થોડો સંઘર્ષમય રહેશે. આજના દિવસે આગ પાણીથી થતા અકસ્માત તેમજ વાહન અંગે સાવચેતી રાખવી. વેપારના કાર્ય અંગે દોડધામ વધે. વેપારની ઉઘરાણી માટે કરેલા પ્રયાસોથી લાભ થાય. ઉપરી અધિકારીઓ ખુશ રહે. નોકરીમાં બઢતી મળે. બાળકોના અભ્યાસ અંગે સંતોષ અનુભવો. ગૃહસ્થજીવન આનંદપૂર્ણ રહે. ધન, માન- સન્માન મળે. સંબંધી મિત્રો વગેરેથી ફાયદો થાય.
કુંભઃ આજે આપનું શરીર સ્વાસ્થ્ય બરાબર ન હોવા છતાં આપ માનસિક રીતે સ્વસ્થ રહેશો. કામ કરવાનું આપને મન ઓછુ લાગશે પરંતુ નિર્ધારિત સમયમાં લક્ષ્ય હાંસલ કરવા માટે તમે કામના કલાકો વધારશો. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત વખતે થોડી શાંતિ રાખવી. મોજશોખમાં નાણાં વધારે ખર્ચ થશે. સંતાનોની ચિંતા રહ્યા કરે. આપના પ્રતિસ્પર્ધીઓ સાથે દલીલમાં ઉતરશો નહીં. વિદેશથી શુભ સમાચાર મળશે.
મીનઃ આપનો આજનો દિવસ મધ્યમ ફળ આપનારો હશે. વધુ પડતો શ્રમ પડે તેવા કાર્યો ટાળવાં. માનસિક- શારીરિક શ્રમ વધુ રહે. આકસ્મિક ધનલાભનો યોગ છે. વેપારીવર્ગને ઉઘરાણીના નાણાં મળશે. આરોગ્ય બાબતમાં સંભાળવું. વધારે પડતો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું. અનૈતિક કામથી દૂર રહેવું. ઇશ્વરભક્તિ અને આધ્યાત્મિક વિચારોને અનુસરવું.