મેષઃ આજના દિવસે આપને વર્તન અને વાણીમાં થોડા સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે. આજે આપ અતિશય સંવેદનશીલ અને લાગણીશીલ રહો અને તેની અસર સંબંધો પર પડી શકે છે. કોઇકનાં વચનોથી આપને મનદુ:ખ થાય અને આપની લાગણી દુભાય તેવી સંભાવના હોવાથી મન મોટું રાખવું. માતાની તંદુરસ્તી માટે તમારે તેમની સેવા કરવી પડશે. વિદ્યાર્થીઓ માટે મધ્યમ દિવસ છે. આજે માલમિલકત સંબંધી દસ્તાવેજો કરવા અનુકૂળ દિવસ નથી. આપના સ્વાભિમાનને ઠેસ ન પહોંચે તેનો ખ્યાલ રાખવો. આજે સ્ત્રી મિત્રો કે પાણીથી દૂર રહેવા પ્રયત્ન કરવો. એકંદરે દિવસ માનસિક અસ્વસ્થતા અને બેચેનીભર્યો રહે.
વૃષભઃ આજે આપની ચિંતાઓમાં ઘટાડો અને ઉત્સાહમાં વધારો થતાં મન પ્રફુલ્લિત રહે. આજે આપ વઘુ પડતી સંવેદનશીલતા અને લાગણીશીલતા અનુભવો. આપની કલ્પનાશક્તિ પૂરબહારમાં ખીલતાં સાહિત્ય લેખનમાં કોઇ કૃતિનું સર્જન કરો અથવા આપ સારું પ્રદર્શન કરી શકો. મનપસંદ ભોજન મળે. ઘરમાં પરિવારજનો, વિશેષ કરીને માતા સાથેની સુસંવાદિતા વધે. આજે કૌટુંબિક અને આર્થિક બાબતમાં આપ વધારે ધ્યાન આપશો.
મિથુનઃ આજના દિવસમાં આપના કાર્યો પાર પાડવામાં થોડો વિલંબ થાય પણ તે અંગેના પ્રયાસો ચાલુ રાખતાં આપ તે કાર્યો નિર્ધારિત રીતે પાર પાડી શકશો. આર્થિક આયોજનો અંગે પ્રથમ થોડાક અવરોધો જણાય પણ પછી આપને માર્ગ ખુલ્લા થતો જણાય. નોકરી અને વ્યવસાયના સ્થળે સહકર્મચારીઓ સાથે વાતાવરણ સુમેળભર્યું રહે. મિત્રો અને શુભેચ્છકો સાથેના મિલનથી આપને આનંદ થશે. કુટુંબમાં ખુશાલીનું વાતાવરણ રહે.
કર્કઃ આજે આપનો દિવસ સમગ્ર રીતે ખુશાલીમાં પસાર થાય. આજે આપ તન અને મન બંનેથી સ્વસ્થ અને પ્રફુલ્લિત રહેશો. પરિવારના સભ્યો સ્નેહીઓ અને મિત્રો સાથે આનંદની પ્રાપ્તિ થશે. તેમના તરફથી આપને ભેટ ઉપહારો મળે. સારું ભોજન લેવાનું આયોજન કરો. શુભ સમાચાર મળે. પત્ની તરફથી સુખ સંતોષની લાગણી અનુભવાય. મનમાં સંવેદનશીલતા વઘે.
સિંહઃ આજે આપને વધુ પડતા સંવેદનશીલ ન બનવાની ચેતવણી આપવામાં આવે છે. આરોગ્યની બાબતમાં આજે આપ કોઇપણ બાબતમાં વધારે પડતા ચિંતિત રહો. કોર્ટ-કચેરીના કાર્યો સંભાળપૂર્વક કરવા. વિદેશથી સમાચાર મળે. શક્ય હોય ત્યાં સુધી દરેક વ્યક્તિ સાથે કમ્યુનિકેશનમાં પારદર્શકતા રાખવી. સ્ત્રીઓની બાબતમાં ચેતતા રહેવું. આજે આવક કરતાં ખર્ચ વધારે થશે. ખોટી દલીલબાજી અને ગેરસમજ ટાળવી.
કન્યાઃ આપનો વર્તમાન દિવસ લાભદાયી હોવાનું જણાઈ રહ્યું છે. આજે વિવિધ ક્ષેત્રે આપને યશ, કીર્તિ અને લાભ પ્રાપ્ત થાય. ધનપ્રાપ્તિ માટે આજનો દિવસ શુભ રહેશે. વિશેષ કરીને સ્ત્રી મિત્રો તરફથી લાભ થવાના સંકેત છે. પ્રિયજનો સાથેનું મિલન આનંદદાયક રહેશે. આપની આવકમાં વૃદ્ધિ થતાં અને સંતોષની લાગણી અનુભવો. લાભ મળે. ઓફિસના કાર્ય અર્થે બહારગામ જવાનું થાય. ગૃહસ્થજીવનમાં સંવાદિતા રહેશે.
તુલાઃ આપનો આજનો દિવસ શુભફળદાયી નીવડશે. આજે આપના ઘર તેમજ ઓફિસમાં સાનુકૂળ વાતાવરણ રહેશે. નોકરિયાતોને નોકરીમાં બઢતીના સંજોગો ઊભા થાય. કુટુંબ જીવનમાં હર્ષોલ્લાસનું વાતાવરણ રહે. ગૃહસ્થજીવનમાં મધુરતા છવાય. ઉપરી અઘિકારીઓ તરફથી પ્રોત્સાહન મળે. માતા તરફથી લાભ થાય. ઉત્તમ લગ્નસુખની પ્રાપ્િત થાય. સહકર્મચારીઓનો સાથ સહકાર મળે. સરકારી કાર્યોમાં સફળતા મળે.
વૃશ્ચિકઃ આપને આજે શરીરમાં થોડો થાક, આળસ રહેવાથી કામકાજમાં મન ઓછુ લાગશે. વેપારીઓને વ્યવસાયમાં તકલીફ ઊભી થાય. અત્યારે પ્રોફેશનલ મોરચે હરિફાઈનો સામનો કરવાની પણ તૈયારી રાખવી પડશે. આવી સ્થિતિમાં પૂર્વાયોજન સાથે આગળ વધવાનું આપના માટે ફાયદાકારક નીવડશે. સંતાનોથી મતભેદ ટાળવા માટે તેમની સાથે મહત્ત્વના મુદ્દે ચર્ચા ટાળવી અથવા શાંતિથી ચર્ચા કરવી. તેમના આરોગ્યની પણ કાળજી લેવી પડશે. નાણાં ખર્ચ વધે. ઉપરી અધિકારીઓનો સહકાર અને માર્ગદર્શન અપેક્ષા કરતા ઓછું મળે. અગત્યના નિર્ણયો લેવાનું આજે ટાળવું. રાજકીય અવરોધો પણ પરેશાન કરી શકે છે.
ધનઃ આપનો આજનો દિવસ થોડો સાવધાનીપૂર્વક પસાર કરવાનું આપને જણાવવામાં આવે છે. ખાસ કરીને શક્ય હોય ત્યાં સુધી આજે કોઇ નવા કાર્યની કે બીમારીના ઉપચારની શરૂઆત ન કરવી. તમારામાં સંવેદનશીલતાનું પ્રમાણ વધારે રહે જેથી કામમાં ક્યાંય પણ સ્થિરતા ના અનુભવો તેવું પણ બની શકે છે. પાણીથી સંભાળવું. વાણી અને વર્તન પર સંયમ રાખવો. ગુસ્સાને કાબૂમાં રાખવો. નિષેધાત્મક કાર્યોથી દૂર રહેવું. કાયદા અને સરકાર વિરોધી પ્રવૃત્તિથી દૂર રહેવું. નાણાં ખર્ચ વધે. તબિયત સંભાળવી.
મકરઃ વિવિધ એજન્સીઓ દ્વારા આપનો વેપાર વિસ્તરે અને તેનો વિકાસ થાય. દલાલી કમિશન વ્યાજ વગેરેની આવકમાં વધારો થવાથી નાણાંકીય છૂટ રહેશે. પ્રબળ ધનલાભના યોગો છે. સંતાનોના અભ્યાસ અંગે દોડધામ રહે. કાર્યમાં સફળતા મળે. વિચારોમાં થોડી દ્વિધા અને અસ્િથરતા રહે. વિજાતીય વ્યક્તિઓથી મિલન-મુલાકાત થાય. તંદુરસ્તી સારી રહે. વાહન, માન, મોભો અને જાહેર સન્માન મળે. નવા વસ્ત્રોની ખરીદી થાય.
કુંભઃ કાર્ય સફળતા માટે આજે શુભ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. આજે કરેલા કાર્યોમાં આપ યશસ્વી બનો અને ખ્યાતિમાં વધારો થાય. કુટુંબીજનો સાથે સારી રીતે દિવસ પસાર કરો અને ઘરમાં એખલાસભર્યું વાતાવરણ રહે. તન- મનથી આપ પ્રફુલ્લિત રહો. આજે આપને વધુ પડતા લાગણીશીલ વિચારો આવે અને આપનું વર્તન પણ ભાવનાશીલ રહે. નોકરીમાં સહકાર્યકરોના સહકારથી કામ પાર પાડી શકો. કામની જ બાબતમાં ખર્ચ થાય. એકંદરે આજનો દિવસ સારી રીતે પસાર થશે.
મીનઃ આજે આપ કલ્પનાની દુનિયામાં વિહાર કરો. લેખન અને કાવ્યશક્તિને તમે યોગ્ય રીતે નિખારી શકશો. વિદ્યાર્થીઓ તેમના વિદ્યાભ્યાસમાં સારો દેખાવ કરી શકશે. પ્રેમીજનો માટે સારો દિવસ છે. પાણીથી આજે સંભાળવું. આપનો મિજાજ રંગીન રહે. સ્વભાવમાં સંયમ રાખવો. માનસિક સમતુલા જાળવી રાખવાની સલાહ આપવામાં આવે છે.