ETV Bharat / bharat

મંગળવારનો દિવસ આપના માટે કેવો રહેશે.? જાણો આજનું રાશિફળ - રાશિફળ

ન્યૂઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે મંગળવાર આપના માટે કેવો રહેશે તેમજ આપની સાથે શું શું શુભ થશે તે જાણવા વાંચો રાશિફળ.

Astrology
Astrology
author img

By

Published : Aug 11, 2020, 7:25 AM IST

મીનઃ આજે ગુસ્‍સા પર કાબુ રાખી મૌન ધારણ કરવું વધારે યોગ્‍ય રહેશે, નહીં તો ક્યાંક ખટરાગ અને મનદુ:ખ થવાની સંભાવના હોવાનું જણાઈ રહ્યું છે. આ ઉપરાંત ખીસાનો ભાર હળવો કરવામાં પણ સંયમ રાખવાની જરૂર છે. નાણાંકીય બાબત તેમજ પૈસાની લેવડદેવડમાં બહુ સાચવીને કામ કરવું. શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા મધ્‍યમ રહે. પરિવારજનો સાથે કોઇ બાબતે મનદુ:ખ થાય નહીં તમે માટે વાણી અને વર્તન બંનેમાં પારદર્શકતા વધારવી. આ સમયમાં તમે મનમાંથી નકારાત્‍મક વિચારો દૂર હડસેલી દેજો. ખાવાપીવામાં ધ્‍યાન રાખવું. આજના દિવસમાં આપનામાં ઉત્સાહનું પ્રમાણ સારું રહેશે. આપ દરેક કામ ઝડપથી પૂરાં કરશો અને આપનો સમય બચાવીને ભગવાનની પૂજામાં વ્યસ્ત રહેવાનું પસંદ કરશો. આપને ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ અત્યંત પ્રિય છે, આથી આજના દિવસે આપ વિશેષ તૈયારી સાથે પૂજા-અર્ચના કરશો. ઉપાય- ભગવાન શ્રી કૃષ્ણને નવા વસ્ત્રો પહેરાવો અને તેમનો શ્રૃંગાર કરો.

મેષઃ અનુકૂળતાભર્યા આજના દિને આપ તમામ કાર્યો તન-મનની સ્‍વસ્‍થતા સાથે કરશો. જેના કારણે કામ કરવામાં ઉત્‍સાહ અને સ્ફૂર્તિનો અનુભવ કરશો. આર્થિક લાભ થશે. પરિવારમાં આનંદ ઉલ્‍લાસનો માહોલ રહેશે. ઘરમાં મિત્રો અને સગાં- સ્‍નેહીઓના આગમનથી વાતાવરણ પ્રફુલ્લિત રહેશે. માતા તરફથી લાભ થાય. આપના ઘર- પરિવારમાં જન્માષ્ટમીની ઊજવણી બાબતે ઘણો હર્ષોલ્લાસ જોવા મળશે. આજે ઘરમાં પકવાન બનશે અને ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ધરાવીને આપ સૌ તેનો આનંદ માણી શકશો. આપને આજે માખણ- મીસરીમાં અતિ આનંદ આવશે અને પરિવાર સાથે મંદિરે જઇને જન્માષ્ટમીની આસ્થાભેર ઉજવણી કરવાનો આપનો પ્રયત્ન રહેશે. ઉપાય- ભગવાન શ્રી કૃષ્ણને માખણ મીસરીનો ભોગ ધરાવો અને પોતે પણ તેમાંથી પ્રસાદ લો.

વૃષભઃ આપના માટે આજનો દિવસ મધ્યમ ફળદાયક છે. આજે આપ કારણ વગર જાતજાતની ચિંતાઓથી પરેશાન રહો માટે બિનજરૂરી વિચારોને મનમાંથી કાઢવાની સલાહ છે. આજે શારીરિક સ્‍વાસ્‍થ્‍યમાં પણ થોડી સુસ્તિ વર્તાશે. ખાસ તો, આંખને લગતી બીમારી થાય. ઘરમાં પરિવારના સભ્‍યો અને સગાંસ્‍નેહીઓ સાથે ખટરાગ ટાળવો. આજે આપના કાર્યો પૂરા કરવા માટે મહેનત વધારવી પડશે. કોઇક કારણસર વધારે ખર્ચ પણ કરવો પડે. આપે કરેલા પરિશ્રમનું અપેક્ષા કરતા ઓછુ વળતર મળે તો પણ નિરાશ થયા વગર મહેનત ચાલુ રાખવી. કોઇ અવિચારી નિર્ણય કે પગલાથી ગેરસમજ ઉભી ન થાય તેનું ધ્યાન રાખવું. આજનો દિવસ આપના માટે ઘણો શુભ રહેશે. આજે તમે દિલથી ખુશ દેખાશો. આજનો દિવસ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. આપના મનમાં પણ બીજા લોકોનું ભલું કરવાની અને બીજા લોકોને ખુશીઓ આપવાની ઇચ્છા જાગશે. આજના દિવસે કોઇ વ્યક્તિની સહાયતા કરીને તમે ખરા અર્થમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરશો. ઉપાય- ગુલાબી રંગના પારાની અથવા ગુલાબની માળા ભગવાન શ્રી કૃષ્ણને પહેરાવો.

મિથુનઃ આજના દિવસમાં મળનારા વિવિધ લાભોથી આપના હર્ષોલ્‍લાસમાં બમણો વધારો થશે એવો સંકેત મળી રહ્યો છે. પરિવારમાં પત્‍ની અને પુત્ર તરફથી લાભદાયક સમાચાર મળે. મિત્રો સાથેની મુલાકાત આપને આનંદ આપશે. સંતાનો અંગે સારા સમાચાર મળે. નોકરી- વ્‍યવસાયમાં પણ લાભ થાય. આવકમાં વધારો થાય. જીવનસાથીની શોધ કરનારાઓને યોગ્‍ય પાત્ર મળી રહે. સમયસર સારું ભોજન મળે. આજે દાંપત્‍યસુખ સારું રહે. આજના દિવસે આપ પોતાની ભૂલોનો અહેસાસ કરશો અને ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી તેની ક્ષમા માંગવા માટે પ્રાર્થના કરશો. તમે એવી ભાવના સાથે પૂજા કરશો કે, આપના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી આપને મુક્તિ મળે અને આપ ગીત-સંગીત સાથે આજે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરશો. ઉપાય- આજે આપે ભગવાન શ્રી કૃષ્ણને એક વાંસળી ભેટ ધરવી જોઇએ.

કર્કઃ આજનો દિવસ નોકરી- વ્‍યવસાય કરનારાઓ માટે ખૂબ લાભકારક છે. નોકરિયાતો માટે ઉચ્‍ચ અધિકારીઓની કૃપાદૃષ્ટ‍િ રહે. તેમનું વર્ચસ્‍વ વધે. પદોન્‍નતિ થવાની શક્યતા છે. પરિવારજનો સાથે અગત્‍યની બાબતો વિશે ચર્ચા થાય. માતાનું આરોગ્‍ય સારું રહે. ધન- માન- સન્‍માનના હકદાર બનો. ઘરને નવું સ્‍વરૂપ આપવા માટે તેની સજાવટમાં ફેરબદલી કરો. કાર્યબોજના લીધે થોડાક થાક અનુભવશો. પરંતુ સામાન્‍ય રીતે આરોગ્‍ય સારું રહેશે. ગૃહસ્‍થ જીવન આનંદપૂર્ણ રહેશે. આજના દિવસે ભક્ત અને ભગવાનના સંબંધને આપ સમજવાનો પ્રયાસ કરશો. આપ બુદ્ધિમાન છો અને ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા બોધપાઠોનો અમલ કરવાનો પ્રયાસ કરશો. આપ પોતાના સંચિત ધનમાંથી અમુક રકમ કોઇ મંદિરમાં દાન કરવાનો પ્રયાસ કરશો. આમ કરવાથી આપને માનસિક શાંતિનો પણ અહેસાસ થશે. ઉપાય- આજે આપ ભગવાન શ્રી કૃષ્ણને સફેદ ફુલોની માળા પહેરાવશો તો ઉત્તમ રહેશે.

સિંહઃ આજનો દિવસ આપ ધા‍ર્મિક પ્રવૃત્તિઓમાં પસાર કરશો. સ્‍નેહીજનો જોડે કોઇ ધાર્મિક સ્‍થળની મુલાકાત લેવાનું પણ સંભવિત બને. મનમાં એક કાર્ય કરવાનું ધારીને એ તરફ પ્રયત્‍ન કરશો. આજે આપનું વલણ ન્‍યા‍યપ્રિય રહે. ગુસ્‍સા પર કાબૂ રાખવો. વ્‍યવસાયમાં હરીફો અથવા બજારની સ્પર્ધાના કારણે થોડી તકલીફ નડવાની શક્યતા છે. ઉપલા વર્ગના અધ‍િકારીઓની નારાજગીનો ભોગ ના બનવું હોય તો વર્તનમાં વિનમ્રતા રાખવી. આરોગ્‍ય મધ્‍યમ રહે. મન અશાંત રહે. આજે આપનો દિવસ સંપૂર્ણ ભક્તિમય રહેશે. ભગવાન શ્રી કૃષ્ણની સંપૂર્ણ આસ્થાપૂર્વક આપ પૂજા-અર્ચના કરશો. આપના મનમાં ખુશી છવાયેલી રહેશે જેથી આપનું મન પૂજામાં મગ્ન રહેશે. આપ પોતાના કામ ઝડપથી પૂરાં કરશો. એવું લાગશે કે, આજના દિવસ માટે આપ ઘણા લાંબા સમયથી તૈયારીઓ કરી રહ્યાં છો. ઉપાય- આજે લાલ રંગના ફુલોથી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઇએ.

કન્યાઃ આજે કોઈ મોટા નવા કાર્યનો આરંભ ન કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે. ક્રોધ પર અને વાણી પર સંયમ રાખવો જરૂરી રહેશે. બહારના ખાદ્ય પદાર્થો ખાવાનું ટાળજો. પરિવારજનો સાથે વર્તન અને વાતચીતમાં વધુ સૌમ્ય બનજો. વધારે ધન ખર્ચથી બચવાની સલાહ છે. જળાશયોથી દૂર રહેવું. સરકાર વિરોધી પ્રવૃત્તિઓ આપને મુશ્કેલીમાં મુકી શકે છે માટે તેનાથી દૂર રહેવું. આપ ભલે ગમે ત્યાં હોવ, સંપૂર્ણ મનથી ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરશો અને આપ પોતાના દિલની ઇચ્છા વ્યક્ત કરશો. આમ કરવાથી આપની આર્થિક સ્થિતિ વધુ મજબૂત થશે અને આપનું ભાગ્ય બળવાન થશે. તમારું કોઇ અટકેલું કાર્ય ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી આજે સંપન્ન થશે. જન્માષ્ટમીનો તહેવાર આપવા માટે કોઇ ખુશખબર લઇને આવશે. ઉપાય- આપના ઘરે આંબા અથવા આસોપાલવના પાનનું તોરણ બાંધો. ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરો.

તુલાઃ મોજમજા અને મનોરંજન સાથે આપનો આજનો દિવસ પસાર થશે. વિજાતીય આકર્ષણ અનુભવશો અને તેમનો સાથ આપને આનંદ આપશે. મિત્રો અને પ્રિયપાત્રનો સાથ આપના આનંદને બમણો કરશે. નવા વસ્‍ત્રાભૂષણોની ખરીદી અથવા તે પહેરીને બહાર જવાના પ્રસંગ બને. શારીરિક અને માનસિક રીતે તાજગી અને સ્ફૂર્તિ અનુભવાય. જાહેર માન- પ્રતિષ્ઠામાં વધારો થાય. પ્રણય પ્રસંગની શક્યતાઓ રહે. ઉત્તમ ભોજન તથા દાંપત્‍યસુખની પ્રાપ્તિ થાય. આપની પૂજા કરવાની રીત તદ્દન અલગ જ રહેશે. આજે ગુપ્તરૂપે આપ મંત્ર જાપ કરી શકો છો. પરિવારજનો સાથે જન્માષ્ટમી ઉજવવા માટે આપ કોઇ સરપ્રાઇઝ પ્લાન કરી શકો છો જેનાથી સંપૂર્ણ પરિવારમાં એકદમ ખુશીની લહેર ફેલાશે અને આજનો દિવસ આપના જીવનમાં ખુશીઓ લઇને આવશે. ઉપાય- પંચામૃતથી ભગવાન શ્રી કૃષ્ણનો અભિષેક કરો.

વૃશ્ચિકઃ પરિવારમાં સુખશાંતિનો માહોલ રહેશે. શારીરિક માનસિક સ્‍વસ્‍થતા જળવાય. કરકસરથી ખર્ચ કરશો. બીમાર વ્‍યક્તિના સ્‍વાસ્‍થ્‍યમાં સુધારો થતો જણાશે. હરીફો અને દુશ્‍મનોને મ્હાત કરી શકશો. ઓફિસમાં સહકર્મીઓનો સહકાર મળશે. મોસાળ તરફથી સમાચાર મળે. સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. આર્થિક લાભની શક્યતા છે. ખોરંભે ચઢેલા કાર્યો પુરાં થશે. આજનો દિવસ આપ જીવનસાથી જોડે રહીને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા-અર્ચનામાં પસાર કરશો અને આપના ઘરમાં સજાવટ પણ કરી શકો છો. પરિવારજનો સાથે મંદિરે જઇને વિધિ-વિધાનપૂર્વક પૂજા કરશો અને ભગવાન શ્રી કૃષ્ણને પોતાના જીવનમાં રહેલી સમસ્યાઓ દૂર કરવા માટે પ્રાર્થના કરશો. આજે આપને માનસિક સંતોષનો અહેસાસ થશે. ઉપાય- આજે નાના બાળકોને માખણ – મીસરીનો પ્રસાદ ખવડાવો.

ધનઃ હાથ પર લીધેલાં કાર્યોમાં સફળતા માટે ઘણી વધુ મહેનત કરવી પડે. સંતાનોના ભણતર કે સ્‍વાસ્‍થ્‍ય બાબતના કાર્યોમાં તમે વધુ વ્યસ્ત રહો. આપને મુસાફરી ન કરવાની અથવા તેમાં વધુ ધ્યાન રાખવાની સલાહ છે. પેટને લગતી વ્‍યાધ‍િઓથી પીડા હોય તેમણે શક્ય હોય તો ઉપવાસ કરવો. કાલ્‍પનિક તરંગો મનમાં ઉઠે. સાહિત્‍ય- કલા ક્ષેત્રે અભિરૂચિ વધશે. પ્રણય પ્રસંગો માટે અનુકૂળ સમય છે. પ્રિયપાત્ર સાથે સુખદ ક્ષણો વીતે. વાટાઘાટો કે બૌદ્ધિક ચર્ચામાં ભાગ ન લેવાની સલાહ છે. આપ પોતાના જીવનની આર્થિક સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરશો અને તેમને પ્રાર્થના કરશો. આપ વિશેષ મંત્રોનો જાપ કરીને શ્રી કૃષ્ણની ઉપાસના કરશો તો વધુ સારું ફળ મળશે. આજના દિવસે આપ શક્ય હોય ત્યાં સુધી દેવું કે ઉધારીથી દૂર રહેજો. ઉપાય- ભગવાન શ્રી કૃષ્ણને પીળા ચંદન અથવા કેસરનું તિલક કરો અને તેમની પૂજા કરો.

મકરઃ આજે આપ શારીરિક અસ્‍વસ્‍થતા અને માનસિક બેચેનીથી બચવા માટે મનપસંદ કાર્યો કે પ્રવૃત્તિમાં ભાગ લઈ શકો છો. પરિવારમાં વાતાવરણ કલેશમય ના રહે તે માટે સૌની સાથે સહકાર અને થોડી મજાક મસ્તીનો મૂડ રાખવો. સ્ફૂર્તિ અને તાજગી જાળવવા માટે કામકાજની સાથે આરામ પર ધ્યાન આપવું. સ્‍વજનો સાથે મનદુ:ખ ટાળવું. છાતીમાં પીડાની થોડી શક્યતા છે. જાહેરજીવનમાં વધુ પડતું માન મળે તેવી આશા રાખવી નહીં. સ્‍ત્રી વર્ગ અને પાણીથી જોખમ હોવાનું જણાઈ રહ્યું છે. આપનો આજનો દિવસ સંપૂર્ણ ઉર્જાથી ભરપૂર રહેશે. એવી પણ શક્યતા છે કે, આપ પોતાના સંતાનને આજે શ્રી કૃષ્ણ અથવા રાધાજીના રૂપમાં પોષાક પહેરાવીને તૈયાર કરશો. આપ લોકો તરફથી પ્રશંસાઓ પ્રાપ્ત કરશો. આજના દિવસને એક વિશેષ ઉત્સવ તરીકે આપ ઉજવશો. ઉપાય- નાના બાળકોને મિઠાઇ અથવા ચોકલેટ આપો.

કુંભઃ આપના મન પર છવાયેલા ચિંતાના વાદળ દૂર થતાં આપ માનસિક હળવાશ અનુભવશો. કામ કરવામાં આપને ઉત્‍સાહ રહેશે. ભાઇભાંડુઓ સાથે ઘરના પ્રશ્નો સંબંધી ચર્ચા કે આયોજન કરશો અને આનંદપૂર્વક સમય પસાર કરશો. આપનું મન પ્રસન્‍ન રહેશે. મિત્રો- સ્‍નેહીજનોનું આગમન આપના આનંદમાં ઉમેરો કરશે. પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મેળવશો. ભાગ્‍ય વૃદ્ધિ થાય. પ્રિયપાત્રનો સંગાથ આનંદ આપશે. આજે આપ પરિવારના સભ્યો સાથે ઘણો સમય વિતાવી શકશો. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અંગે પરિવારમાં ઉત્સાહનો માહોલ રહેશે. આ એક વિશેષ પર્વ છે જે આપ સૌએ સાથે મળીને ઉજવવું જોઇએ અને તમારા પ્રયાસો પણ આવા જ રહેશે. આજે પરિવારમાં નવા પકવાન બનશે અને આપ સૌ સાથે મળીને તોનો આનંદ માણી શકશો. કોઇ મંદિરમાં દર્શનાર્થે પણ જવાનું થઇ શકે છે. ઉપાય- સુકા ધાણાની બરફી ભગવાન શ્રી કૃષ્ણને પ્રસાદરૂપે ધરાવો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.