ETV Bharat / bharat

ચૂંટણી કમિશનર અશોક લવાસાની એશિયન ડેવલોપમેન્ટ બેન્કમાં ઉપ અધ્યક્ષ તરીકે નિમણૂક - ADBના ઉપ અધ્યક્ષ અશોક લવાસા

એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ ચૂંટણી કમિશનર અશોક લવાસાને તેના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. બેન્કે તેમને ખાનગી ક્ષેત્ર અને જાહેર-ખાનગી ભાગીદારી ક્ષેત્રને લગતા કામ માટે નિમ્યા છે. અશોક લવાસા દિવાકર ગુપ્તાની જગ્યા લેશે, જેમનો કાર્યકાળ આવતા મહિને સમાપ્ત થવાનો છે.

અશોક લવાસા
અશોક લવાસા
author img

By

Published : Jul 15, 2020, 7:53 PM IST

નવી દિલ્હી : એશિયન ડેવલોપમેન્ટ બેન્કએ ચૂંટણી કમિશનર અશોક લવાસાને ખાનગી ક્ષેત્ર અને જાહેર-ખાનગી ક્ષેત્રની ભાગીદારી સાથે સંકળાયેલી કામગીરી માટે ઉપ અધ્યક્ષ તરીકે નિમ્યા છે. એડીબીએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યુ કે, અશોક લવાસા વર્તમાનમાં ભારતના ચૂંટણી કમિશનર્સમાંથી એક છે અને પૂર્વમાં ભારતના કેન્દ્રીય નાણા સચિવ, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયમાં સચિવ અને નાગરિક વિમાન મંત્રાલયના સચિવ સહિત વરિષ્ઠ પદો સંભાળી ચૂક્યા છે.

62 વર્ષના લવાસા ટૂંક સમયમાં જ ચૂંટણી કમિશનરના પદનો ત્યાગ કરશે, તેઓને 2018માં ચૂંટણી કમિશનર તરીકે નિમવામાં આવ્યા હતા અને તેમના કાર્યકાળમાં બે વર્ષનો સમય બાકી રહ્યો છે. લવાસા એડીબીમાં દિવાકર ગુપ્તાનું સ્થાન લેશે. એડીબી દ્વારા નિવેદનમાં જાહેર કરાયુ હતું કે રાજ્ય અને સંઘીય સ્તરે જાહેર-ખાનગી ભાગીદારી અને પાયાકીય માળખાના વિકાસ વિસ્તારમાં તેમનો બહોળો અનુભવ છે.

લવાસા ઓસ્ટ્રેલિયામાં દક્ષિણ ક્રોસ યુનિવર્સિટીથી એમબીએ ડિગ્રી અને મદ્રાસ યુનિવર્સિટીથી રક્ષા અને સામરિક અભ્યાસમાં એમફિલ ડિગ્રી હોલ્ડર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.