ETV Bharat / bharat

અશોક ગેહલોતે તબલીઘી જમાત પ્રકરણની તપાસ કરવા માગ ખરી - નિઝામુદ્દીનના મરકઝ

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે દિલ્હીના નિઝામુદ્દીનના મરકજમાં તબલીઘી જમાત કાર્યક્રમ મામલામાં સુપ્રીમ કોર્ટના નિવૃત જજ દ્વારા તપાસની માગ કરી છે. આ મામલામાં જે પણ કસુરવાર હોય તેમની સામે પગલા ભરવાની માગ ઉચ્ચારી છે.

a
અશોક ગેહલોતે તબલીગી જમાત પ્રકરણની તપાસ કરવા માગ ખરી
author img

By

Published : Apr 7, 2020, 6:30 PM IST

રાજસ્થાનઃ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે, જેની પણ ભુલ થઈ હોય તેને સજા મળવી જોઈએ. તે કોઈ પણ ધર્મનો હોય પણ તપાસ થવી જોઈએ. આ તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ દ્વારા કરવામાં આવે તેવી માગ ગેહલોતે કરી છે.

તેમણે લોકોને અપીલ કરી હતી કે, આ સમગ્ર પ્રકરણને ધાર્મિક રંગ ન આપવો જોઈએ. કોરોના સામેની લડાઈમાં આખો દેશ એકજુટ છે. દરેક રાજ્ય સરકારો કેન્દ્ર સરકારની સાથે છે. આ મામલામાં કેન્દ્ર સરકારે પગલાં ભરવાં જોઈએ.

જમાતના લોકો જ્યાં પણ ગયા હોય ત્યાં ઘણી સમસ્યાઓ ઉભી થઈ છે. જો યોગ્ય સમયે કાર્યવાહી કરાઈ હોત તો આ મુશ્કેલીઓ સામે ન આવી હોત. જો તંત્રની ભુલ થઈ હોય તો તે પણ તપાસમાં બહાર આવવું જોઈએ.

a
અશોક ગેહલોતે તબલીગી જમાત પ્રકરણની તપાસ કરવા માગ ખરી

આ અંગે કોંગ્રેસના પ્રવક્તા રણદિપ સૂરજેવાલે કોંગ્રેસનો પક્ષ રાખતા ગેહલોતની માગનું સમર્થન કર્યુ હતું. સૂરજેવાલાએ ગૃહ પ્રધાન અમિત શાહને સવાલ કરતા કહ્યુ હતું કે, તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને રાત્રે 2 કલાકે નિઝામુદ્દીન મોકલ્યા હતાં. તેમણે મૌલાના સાથે પણ મુલાકાત કરી હતી, ત્યારબાદ કયા કારણથી મૌલાના ગાયબ છે? તેની પણ તપાસ થવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.