AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ રાંચીના બરિયાતૂમાં એક જનસભાનું સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે મોદી અને ટ્રમ્પની મિત્રતા પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, " જે રીતે ટ્રમ્પે અને વડાપ્રધાન મોદીનો હાથ પકડ્યો હતો. એ જોઈને ઘણું વિચિત્ર લાગ્યું."
ઓવૈસીએ મોદી અને ટ્રમ્પની મિત્રતાને ભારત માટે ઘાતકી ગણાવતાં કહ્યું હતું કે, "NRG સ્ટેડિયમમાં ટ્રમ્પ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરીને તેના બીજા દિવસે જ ઇમરાન ખાનના વખાણ કરે છે, તો આ કેવી મિત્રતા છે? અને તે સાબિત શું કરવા માગે છે? એક તરફ મોદી ટ્રમ્પની ચૂંટણીનો પ્રચાર-પ્રસાર કરે છે. તો બીજી તરફ ટ્રમ્પ ઇમરાન ખાન સાથે દોસ્તી નિભાવે છે. ધારો કે, જો આ વખતે અમેરિકામાં બીજી સરકાર આવે, તો તેઓ પોતાની મિત્રતા કેવી રીતે નિભાવશે? ક્યાંક એવું ન થાય કે, ભારત માટે મોદી અને ટ્રમ્પની મિત્રતા જોખમી સાબિત થાય." આમ, ઓવૈસીએ મોદીના ટ્રમ્પ તરફના વધુ પડતાં ઝુકાવી વર્તન અને પ્રવાસમાં જોવા મળેલી મિત્રતા પર કટાક્ષ કર્યો હતો.