ન્યૂઝ ડેસ્કઃ જીનેવા (ILO ન્યુઝ)- વર્ષ 2020ના પ્રથમ ભાગમાં વિશ્વભરમાં ગુમાવેલા કામના કલાકોની સંખ્યા અગાઉના અંદાજ કરતા નોંધપાત્ર રીતે ખરાબ હતી. જ્યારે વર્ષના અંત ભાગમાં અત્યંત અનિશ્ચિત પુનઃ પ્રાપ્તિ પણ થવાની થવાની શક્યતા નથી. આંતરરાષ્ટ્રીય શ્રમિક સંઘે ચેતવણી આપી છે કે રોગચાનું સ્તર અને સતત મોટાપાયે નોકરીઓમાં થઇ રહેલી ખોટને કારણે જોખમ વધશે.
ILOના કરેલા નિરિક્ષણ મુજબ કોવિડ-19 અને દુનિયાના કામની પાંચમી આવૃતિ અનુસાર 2020ના બીજા ત્રિમાસિક ગાળામાં વૈશ્વિક કામકાજના કલાકોમાં 14 ટકાનો ઘટાડો થયો છે. જેમાં 400 મિલિયન જેટલી ફુટ ટાઇમ નોકરી ગુમવવા બરાબર છે. (જે સપ્તાહના 48 કલાકના આધારે) , અ અગાઉના નિરીક્ષણના અંદાજમાં 27મી એ જાહેર કરાયેલા 10.7 એટલે કે 305 મિલિયન નોકરીઓ હતી . જે ખુબ જ મોટો વધારો છે.
સપ્તાહના નવા આંકડા ખાસ કરીને વિકસતા અર્થતંત્રના ઘણા પ્રદેશોની કથળી રહેલી પરિસ્થિતિને દર્શાવે છે. જેમાં બીજા ત્રિમાસિક ગાળામાં અમેરિકા (18.3 ટકા), યુરોપ અને મધ્ય એશિયા (13.9 ટકા), એશિયા અને પેસિફિક (13.5 ટકા), અરબ રાજ્યો (13.2 ટકા), અને આફ્રિકા (12.1) ટકા) જેટલા કામકાજના સમયનું નુકશાન હતુ.
અમેરિકામાં મોટાપાયે પ્રતિંબંધના અનુભવને જોત વિશ્વના મોટાભાગના શ્રમિકો (93 ટકા) તેમના દેશમાં કામના સ્થળેથી નજીકમાં રહેવાનું પસંદ કરે છે.
2020નો બીજો ભાગ
2020ના નવા નિરીક્ષણ મુજબ 2020ના બીજા ભાગમાં પુન પ્રાપ્તિ માટે ત્રણ પ્લાન રજુ કર્યા છે. જેમાં પાયાનું આયોજન, નિરાશાવાદી અને આશાવાદીનો સમાવેશ થાય છે. જો કે તે રોગચાળાની અને સરકારની નીતિની પસંદગીના પર આધારિત હશે.
બેઝલાઇન પ્લાન જે હાલની આગાહી, કાર્યસ્થળ પરના બંધનો દુર કરવા અને વપરાશ તેમજ રોકાણમાં પુન પ્રાપ્તિની સાથે આર્થિક પ્રવૃતિમાં પણ પુઃન ઉત્પાદનને શરુ કરવા માટે આયોજન કરે છે. જો કે તેની તેની તુલનામાં 2019ની તુલનામાં કામકાજના કલાકોમાં 9.9 ટકાનો ઘટાડો થાય છે. જે 140 મિલિયન નોકરી બરાબર છે.
નિરાશાવાદી પ્લાનમાં બીજા રોગચાળાની સંકેતો અને પ્રતિબંધોનું વળતર જુએ છે. જે પુનઃપ્રાપ્તિમાં નોંધપાત્ર ઘટાડો કરશે અને પરિણામે કામના કલાકોમાં 11.90 ટકાનો એટલે 340 મિલિયન પૂર્ણ સમયની નોકરીઓમાં ઘટાડો થશે.
જ્યારે આશાવાદી પ્લાનમાં ધારણા છે રે કામદારોની પ્રવૃતિઓ ઝડપથી શરુ થાય છે. એકંદરે માંગ અને રોજગાર નિર્માણમાં નોંધપાત્ર વધારો કરે છે. આ અસાધારણ ઝડપી પુનઃપ્રાપ્તિ સાથે કામના કલાકોની વેશ્વિક ખોટ ઘટીને 1.2 ટકા એટલે 34 મિલિયન નોકરીની થઇ જશે.