ETV Bharat / bharat

અરવિંદ કેજરીવાલે તમામ શંકાઓને પરાસ્ત કરી - અરવિંદ કેજરીવાલે

ભાજપ દ્વારા આક્રમક રીતે અને ખૂબ જ નાણાંવાળા અભિયાને દિલ્હી ચૂંટણી જીતવાની આમ આદમી પાર્ટીની (AAP) અપેક્ષાઓ પર કેટલીક શંકાઓ સર્જી હતી. પરંતુ અરવિંદ કેજરીવાલે માત્ર સ્વશંકાઓને જ પરાસ્ત નથી કરી, પરંતુ ભાજપના નેતાઓએ તેમની સામે જે શંકાઓ ઊછાળી તે તમામને પરાસ્ત કરી છે. આમ આદમી પાર્ટીએ 62 બેઠકો પર વિજય મેળવ્યો છે અને આગામી પાંચ વર્ષ શાસન કરવા માટે તૈયાર છે અને તે મફત લહાણી કરવા પ્રકારના શાસન જે દરેક બીજા રાજ્યની ઈર્ષાનું કેન્દ્ર બની ગયું છે અને જેઓ તેમના મફત પાણી અને વીજળીના મોડલને અનુસરવા આતુર છે તે ભોગવવા માટે તૈયાર છે.

અરવિંદ કેજરીવાલે તમામ શંકાઓને પરાસ્ત કરી

author img

By

Published : Feb 12, 2020, 5:42 PM IST

ન્યૂઝ ડેસ્ક: આ ચૂંટણી જીતવા માટે ભાજપે તેને CAA અને NRC પર જનમતમાં બદલી નાખ્યો હતો પરંતુ આપે અજાણતાં અને અનિચ્છાએ તેની જીત દ્વારા સાબિત કર્યું કે, દિલ્હીના લોકોની ચિંતા જુદી છે. નાગરિકોના રાષ્ટ્રીય રજિસ્ટર દ્વારા સરકાર જે કથિત ઘૂસણખોરોને કાઢવા માગે છે તેમના દ્વારા ભારતને જોખમ છે તેવા ભાજપના પ્રચારમાં તેમને વિશ્વાસ નથી.

ભાજપે એમ કહીને સાંપ્રદાયિક આધાર પર ચૂંટણીને ધ્રૂવીભૂત કરવાનો પ્રયત્ન કર્યો કે શાહીનબાગના વિરોધો જેમાં મહિલાઓ 60થી વધુ દિવસથી પલોઠી મારીને બેઠી છે તે રાષ્ટ્રવિરોધી છે અને રાષ્ટ્રની સુરક્ષા માટે જોખમી તત્ત્વોનો તેને ટેકો છે. ખરેખર, તે કામ ન કર્યું અને કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર તેમજ પ્રવેશ વર્મા જેવા લોકોનાં ઉગ્ર ભાષણો પણ કામ ન કર્યાં.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે નવી ઊંડાઈ શોધી જ્યારે તેમણે ‘બિરયાની’ વિશે વારંવાર વાત કરીને અને જે તેમને નથી સાંભળતા તેમના પર ગોળીબારનો તેઓ આદેશ આપી શકે છે તેમ કહીને મુસ્લિમો વિશે ઘસાઈ ગયેલી કેસેટ વગાડી. દિલ્હીના લોકો જે રાજકારણમાં કેટલીક શિષ્ટતાથી ટેવાયેલા છે તેઓ તેમની ટિપ્પણીઓથી ભયભીત થઈ ગયા પરંતુ ચૂંટણી પંચ ઊંઘી રહ્યું હતું, જેનાથી કેટલાક સમર્થકો જામિયા અને શાહીનબાગમાં વિરોધ પ્રદર્શનકારો પર ગોળીબાર કરવા પ્રોત્સાહિત થયા. ભાજપે વિચાર્યું કે દિલ્હીના લોકોને જે અસુવિધા પડી રહી છે તેના કારણે તેમનો પ્રચાર ચલાવવામાં મદદ મળશે, પરંતુ તેઓ કેટલા ખોટા સાબિત થયા. તેના બદલે આપની સંખ્યા મજબૂત વિજયનો ઘોષ કરતી 62 બેઠકોએ પહોંચી.

આપણે જોયું કે કેજરીવાલ માત્ર છ વર્ષના શાસન વિરોધી જુવાળ સામે જ નહોતા લડી રહ્યા પરંતુ ભાજપના આક્રમક રાષ્ટ્રવાદના અભિયાન સામે પણ લડી રહ્યા હતા. કોંગ્રેસ તો ચૂંટણીની રીતે નવી નીચી સપાટીએ ધડામ કરીને પડી. તેણે 67 વિધાનસભા મત વિસ્તારોમાં તેની થાપણો ગુમાવી અને ઘણા માને છે કે, આપ અને કોંગ્રેસ વચ્ચે બહુ વ્યૂહાત્મક સમજૂતી હતી. કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ કેટીએસ તુલસીએ સ્પષ્ટ રીતે આવી સમજૂતીનો દાવો કર્યો. આ છાપ એ હકીકત દ્વારા સુદૃઢ બની કે કોંગ્રેસે મતદાનના દિવસના 72 કલાક પહેલાં સુધી પ્રિયંકા કે રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યાં નહીં. એવું લાગે છે કે, અનેક વિવેચકો દ્વારા જે ચાપલુસીભરી ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી કે કોંગ્રેસે આ ચૂંટણીમાં કોઈ ભૂમિકા ભજવવાની નથી અને જો સૌથી જૂનો આ પક્ષ ચૂંટણીના મેદાનની બહાર બેસે તો ભાજપ સામે પ્રતિકાર કરવો વધુ સરળ બનશે, તેનાથી કોંગ્રેસ પ્રભાવિત હતી. પરંતુ એ હકીકતની અવગણના કરાઈ કે આપ કે ભાજપ કરતાં વિકાસનાં કામોની રીતે કોંગ્રેસ પાસે દેખાડવા જેવું વધુ હતું.

2019ની સંસદીય ચૂંટણીમાં કોંગ્રેસ બીજા ક્રમે આવી હતી. કોંગ્રેસના નેતાઓને દિલ્હીની ચૂંટણીથી દૂર રાખવા જે બીજી દલીલ અપાઈ તે એ હતી કે તે મહાનગર પાલિકાની ચૂંટણી જેવી છે અને આપ કે જે વૈચારિક રીતે અનિશ્વરવાદી છે, તેની જીતવાની વધુ શક્યતા છે. સત્ય એ છે કે, જો કોંગ્રેસે આક્રમક રીતે લડત આપી હોત તો ભાજપને વધુ લાભ થયો હોત. થોડી બેઠકો ભાજપ જીતી શક્યો કારણકે કોંગ્રેસ આપના મત ખાઈ ગઈ. બીજા શબ્દોમાં, આ ચૂંટણી જીતવામાં તેની મદદ માટે આપે કોંગ્રેસનો આભાર માનવો પડશે.

રસપ્રદ રીતે, દિલ્હીની ચૂંટણી એ સમયે થઈ જ્યારે 15 ડિસેમ્બરે સંસદે CAA પસાર કર્યા પછી દિલ્હી ઉત્તેજનામાં હતું, દિલ્હી પોલીસે જામિયા મિલિયા યુનિવર્સિટી પરિસરમાં પ્રવેશીને અને વિદ્યાર્થીઓને નિર્દયી રીતે મારીને CAA વિરોધી દેખાવોને તોડી પાડવા પ્રયાસ કર્યો. વિદ્યાર્થિનીઓને પણ છોડવામાં આવી નહોતી. વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ સામે સરકારનો હિંસાત્મક પ્રતિસાદ સુન્ન કરી નાખનારો હતો. તે જ વખતે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને અન્ય પરિસરો અને ઉત્તર પ્રદેશનાં અન્ય શહેરોમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને ક્રૂર રીતે દબાવવામાં આવ્યાં હતાં. જામિયાના બનાવ પછી શાહીનબાગ આસપાસની મહિલાઓએ નજીકના બગીચામાં ધરણા પર બેસવાનું નક્કી કર્યું. જે અસર અને પ્રતિકની રીતે ઘણું મોટું ચિત્ર બની ગયું. આ મહિલાઓએ ભારતીય બંધારણના સોગંદ ખાધા અને રોજ બંધારણનું સમાવેશક આમુખ વાંચ્યું. શાહીનબાગનો નમુનો દેશભરમાં ફેલાઈ ગયો અને વિદ્યાર્થીઓ આ આંદોલનના અગ્રમોરચે હતા. દરેક જગ્યાએ તેમને સરકારના ચાબુકનો સામનો કરવો પડ્યો અને તે આગ પકડતું ગયું. એક સમાચાર ચેનલ દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણમાં એ સ્પષ્ટ બન્યું કે 20 ટકા યુવાન વર્ગ ભાજપથી દૂર ચાલ્યો ગયો છે. અને આ જ હિલચાલે ભાજપને અને તેના બહિષ્કાર અને હિંસક પ્રચારને નુકસાન પહોંચાડ્યું.

દિલ્હીમાં એવા દાખલાઓ હતા જ્યાં યુવાનો એ વાત પર વડીલો સાથે લડ્યા કે તેમણે શા માટે ભાજપને મત ન આપવો જોઈએ. તેમાંના કેટલાકે તો, દુઃખદ રીતે તેમનાં માતાપિતા જે ભાજપને મત આપવા માગતા હતા તેમને પૂરી પણ દીધા હતા. દિલ્હીની ચૂંટણીએ રાજધાનીમાં જે ઊંડી ખાઈ સર્જાઈ તે પણ દર્શાવી છે. એવું નથી કે માત્ર લઘુમતી સમુદાયો જ ભાજપનો પ્રતિકાર કરી રહ્યા છે પરંતુ યુવાનો જેમને બિનસાંપ્રદાયિક શિક્ષણ લેવાનો લાભ મળ્યો છે અને જે માને છે કે, જો દેશમાં સાંપ્રદાયિક ફાસીઝમ વધતો જશે તો તેમને શું ગુમાવવું પડી શકે છે તેઓ પણ ભાજપનો પ્રતિકાર કરી રહ્યા હતા. આ જ કારણ છે કે, દેશમાં દરેક પરિસરમાં ખળભળાટ છે.

ભાજપના નેતૃત્વએ એ આત્મમંથન કરવાની જરૂર છે કે, રાજ્યની ચૂંટણીમાં રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ અને આક્રમક સાંપ્રદાયિક ધ્રૂવીકરણ તેમને મદદ કરે છે કે નહીં.

લેખક: સંજય કપુર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.