જે રાજ્યો માટે અનુચ્છેદ 371 અંતર્ગત વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે, તેમાં સૌથી વધારે પૂર્વોત્તરના રાજ્યો છે. વિશેષ દરજ્જો તેમની જનજાતિય સંસ્કૃતિને સુરક્ષા માટે આપવામાં આવ્યો છે.
અનુચ્છેદ 371-A મુજબ નાગાલેન્ડની બાબતમાં નગાઓની ધાર્મિક કે સામાજિક પરંપરાઓ, તેના પારંપારિક કાયદા અને પ્રક્રિયાઓ, નગા પરંપરા મૂજબ કાયદા મુજબ નિર્ણયો સાથે જોડાયેલી ન્યાયિક પ્રક્રિયા અને જમીન તેમજ સંસાધનોના ખરીદ-વેચાણ પર સંસદની કોઈ કાર્યવાહી લાગુ થતી નથી.
રાજ્યની વિધાનસભા તેને પસાર કરે તો જ આ કાયદો લાગુ કરી શકાય છે.
અનુચ્છેદ 371-G પણ આ પ્રમાણે જ છે. જે મિઝોરમ માટે વિશેષ વ્યવસ્થા ઉપલ્બ્ધ કરાવે છે.
આ વ્યવસ્થા મુજબ મિજો લોકોને ધાર્મિક અને પારંપરિક, ઉપરાંત પારંપરિક કાયદાની પ્રક્રિયા, મિજો પરંપરા કાયદા મુજબ નિર્ણય પર ન્યાય પ્રશાસન અને જમીન અને અન્ય સંસાધનો પર ખરીદ-વેચાણના સંદર્ભે સંસદ વિધાનસભાના કાયદા વિના કોઈ હસ્તક્ષેપ કરી શકે નહીં.
જ્યારે અનુચ્છેદ 371-B અસમ માટે વિશેષ સુવિધાઓ ઉપલ્બ્ધ કરાવે છે. મેઘાલયના નિર્માણ માટે આ અનુચ્છેદ લાવવામાં આવ્યો હતો.
તે જ રીતે અનુચ્છેદ 371 C 1972માં અસ્તિત્વમાં આવ્યું, જેમાં મણિપુરને વિશેષ સુવિધાઓ આપવામાં આવી છે.
અનુચ્છેદ 371-F, ક્રમશઃ સિક્કિમ અને અરુણાચલ પ્રદેશને વિશેષ સુવિધાઓ આપે છે.
અનુચ્છેદ 371 રાષ્ટ્રપતિને મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠાવાડા વિસ્તાર સહિત ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ માટે વિકાસ બોર્ડના નિર્માણની મંજૂરી આપે છે.
અનુચ્છેદ 371-D, અનુચ્છેદ 371-E, અનુચ્છેદ 371-I વગેરે આંધ્ર પ્રદેષ, કર્ણાટક અને ગોવાને વિશેષ સુવિધાઓ ઉભી કરાવે છે.