રાજ્યસભાથી જમ્મુ-કાશ્મીર આરક્ષણનું બીજૂં સંશોધન બિલ પાસ કરવામાં આવ્યું છે. હવે ગૃહપ્રધાન અમિત શાહ તરફથી લાવવામાં આવેલા સંકલ્પ પર સદનનો મત પણ લેવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના પી.ચિદમ્બરમે અમિત શાહને કહ્યું કે, તમે કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ શા માટે બનાવી રહ્યા નથી. જો જમ્મુને અલગ રાજ્યનો દરરજો મળી શકે તો કાશ્મીરને શા માટે નહીં. તે ઉપરાંત કોંગ્રેસના ગુલામ નબી આઝાદે પણ કહ્યું કે, અમે આંધ્ર પ્રદેશ અને તેલંગાણા અલગ બનાવવા સમયે એક વર્ષ સુધી 20થી વધુ બેઠકો કરી હતી અને તમામની સહમતિ સાથે આ નિર્ણય લીધો હતો.
આ પ્રશ્નોના જવાબમાં અમિત શાહે ક્હયું કે, કાશ્મીર હંમેશાથી કેન્દ્ર શાસિત પ્રદેશ નહીં રહે, સામાન્ય સ્થિતિ બાદ તેને પૂર્ણ રાજ્યનો દરરજો આપવામાં આવશે. અમે કાશ્મીરને દેશનું સૌથી વિકસિત રાજ્ય બનાવીશું. કાશ્મીરને સામાન્ય બનાવવા માટે સરકારની સહાયતા કરે અને બધા સાથે મળીને કામ કરીશું. અમિત શાહે એમ પણ ક્હયું કે, અમારી સાથે નહીં રહેવાવાળા દળો પણ આજે આ બિલ પર અમારો સાથ આપી રહ્યા છે. સદનને એક મતથી આ બિલ અને સંકલ્પનું સમર્થન કરવું જોઇએ.