"આર્ટિકલ 15"માં સમાજમાં જાતિગત ભેદભાવ કેવી રીતે ફેલાયેલો છે તે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મ નિર્માતાઓએ એનિમલ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલા પાલન પ્રમાણપત્રને રજુ કરી ફિલ્મની શરુઆતમાં એક વોઇસ ઓવર રજુ કર્યો છે.
આ સિવાય સેંસરે આયુષ્માન ખુરાના સ્ટારર આ ફિલ્મને સાર્વજનિક પ્રદર્શન માટે પણ યોગ્ય ગણાવી છે.
CBAFCની ઓફિશિયલ વેબસાઇટ મુજબ સેંસર બોર્ડ દ્વારા જણાવવામાં આવેલા સંશોધન મુજબ આગમાં એક ઝંડો પડવાનું દ્રશ્ય, કેટલાક અપશબ્દો, અને મારામારીના દ્રશ્યોને 30 ટકા ઓછા કરવામાં આવ્યા છે.
આ ફિલ્મમાં ઇશા તલવાર, એમ નાસ્સર, મનોજ પહવા, સયાની ગુપ્તા, કુમુદ મિશ્રા અને મહોમ્મદ જીશાન આયૂબ પણ શામેલ છે.
આ ફિલ્મને બનારસ મીડિયા વર્કસ અને જી સ્ટૂડિયો દ્વારા પ્રોડયુસ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ શુક્રવારે 28 જુનના રોજ રિલીઝ કરવામાં આવશે.