ઓફિસમાંથી બહાર ન આવ્યા પોલીસના મોટા અધિકારી
જ્યારે રાજધાની લખનઉના ખદરા વિસ્તારમાં પથ્થરબાજો પથ્થર વરસાવી રહ્યા હતા, પ્રદર્શન કરી રહ્યા હતા, નારેબાજી કરી રહ્યા હતા. ત્યારે મોટા અધિકારીઓ પોતાની ઓફિસમાં ભરાઈ પડ્યા હતા. તેઓ ઘટના સ્થળે પણ પહોંચ્યા નહોતા. તેમને ઘટનાસ્થળની તપાસ કરવાની પણ દરકાર લીધી નથી. જો સમય રહેતા પોલીસે આ સ્થળની મુલાકાત લઈ સ્થિતીને કાબુ કરવામાં મહેનત કરી હોત, અત્યારે જે દ્રશ્યો જોવા મળે છે તે ન થયા હોત.
સૌથી મોટો યક્ષ પ્રશ્ન
સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે, આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા કઈ રીતે થયાં, કેમ કે જો કલમ 144 લાગુ હોય તો પછી આટલી મોટી સંખ્યામાં લોકો એકત્ર કઈ રીતે થાય. આ તસ્વીર સ્પષ્ટ જણાવે છે કે, પોતાની ફરજમાંથી મોટા અધિકારીઓ ચૂકી ગયા છે.
પ્રદર્શનકારીઓએ પોલીસ ચોકીને પણ છોડી નથી
હસનગંજ વિસ્તારના મહેયગંજ પોલીસ ચોકી અને સતખંડા પોલીસ ચોકીને પ્રદર્શનકારીઓએ આગના હવાલે કરી દીધી હતી. સાથે પોલીસના અનેક વાહનોને પણ આગ લગાવી છે. પ્રશ્ન તો એ જ થાય છે કે, જો સમય રહેતા પોલીસ સતર્ક થઈ હોત, આટલું ખરાબ પરિણામ જોવાનો વારો ન આવ્યો હોત.