ETV Bharat / bharat

સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી છૂટતા આર્મીમેનનું મોત - dahegam

ગાંધીનગરઃ જિલ્લાના દહેગામ તાલુકાના ખાખરા ગામના સરપંચનો પુત્ર આર્મીમાં નોકરી કરતો હતો. આ 32 વર્ષીય યુવાન આજે બુધવારે પોતાના ઘરે સર્વિસ રિવોલ્વર સાફ કરતો હતો. તેવામાં ગોળી છૂટવાથી મોત આર્મી મેનનું મોત થયું હતું. આ બનાવની જાણ પંથકમાં થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

spot
author img

By

Published : Feb 6, 2019, 2:55 PM IST

દહેગામ તાલુકાના ગામમાં રહેતા સરદારસિંહ ઝાલાનો એકનો એક પુત્ર ધર્મેન્દ્રસિંહ આર્મીમાં ફરજ બજાવે હતો, ત્યારે હાલમાં આ આર્મી જવાન ઘરે રજા ગાળવા આવ્યો હતો. તે દરમિયાન આજે બુધવારે સવારે પોતાની સર્વિસ રિવોલ્વરની સફાઈ કરી રહ્યો હતો, ત્યારે તેમાંથી ગોળી છુટતા જવાનનું મોત થયું હતું.

આ બનાવની જાણ થતા પરિવારજનો સહિતનો કાફલો રખિયાલ ખાતે પહોંચ્યો હતો, તો બીજી તરફ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ગોળી વાગ્યા બાદ યુવાનના મૃતદેહને રખિયાલ CSC સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબો દ્વારા પોસ્ટમોર્ટમ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી.

સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, ધર્મેન્દ્રસિંહ ઝાલાએ આપઘાત કર્યો છે. તેઓ આર્મીની નોકરીમાંથી નિવૃત્તિ લેવા બેથી ત્રણ વર્ષ જેટલી સમયગાળો બાકી હતો. જ્યારે ત્રણ વર્ષ પહેલા જ તેમના લગ્ન થયા છે. પોલીસે પણ કયા કારણોસર આપઘાત કરવામાં આવ્યો તે દિશામાં તજવીજ હાથ ધરી છે.

સ્થાનિકોની ચર્ચા મુજબ તે એકમાત્ર સંતાન હતા અને તેમને કોઈ પ્રકારની આર્થિક સમસ્યા નહોતી નહીં, તો યુવાન ઉતરાયણ બાદ કોઈની સાથે બોલતો પણ નહોતો, તે બેચેન રહેતો હતો. આ યુવાન દ્વારા કયા કારણોસર આપઘાત કરવામાં આવ્યો છે, તે પણ એક અકબંધ રહસ્ય રહ્યું છે.

undefined

R_GJ_GDR_RURAL_01_06_FEB_2019_STORY_ARMY JAVAN AATMHATYA_SLUG_PHOTO_STORY_DILIP_PRAJAPATI_gandhinagar_rural

હેડિંગ) દહેગામના ખાખરા ગામમાં આર્મી જવાનનું સર્વિસ રિવોલ્વોરમાંથી ગોળી છુટતા મોત

ગાંધીનગર,

દહેગામ તાલુકાના ખાખરા ગામ ના સરપંચનો પુત્ર અને આર્મીમાં નોકરી કરતા 32 વર્ષીય યુવાન દ્વારા આજે બુધવારે પોતાના ઘરે સાફ કરતા ગોળી છૂટવાથી મોત થયું હતું. આ બનાવની જાણ પંથકમાં થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

દહેગામ તાલુકાના ગામમાં રહેતા સરદારસિંહ ઝાલાનો એકનો એક પુત્ર ધર્મેન્દ્રસિંહ આર્મીમાં ફરજ બજાવે છે. ત્યારે હાલમાં આર્મી જવાન ઘરે રજા ગાળવા આવ્યા હતા. તે દરમ્યાન આજે બુધવારે સવારે પોતાની સર્વિસ રિવોલ્વરની સફાઈ કરી રહ્યા હતા તે દરમિયાન તેમાંથી ગોળી છુટતા મોત થયું હતું. આ બનાવની જાણ થતા પરિવારજનો સહિતનો કાફલો રખિયાલ ખાતે પહોંચી ગયો હતો. તો બીજી તરફ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ગોળી વાગ્યા બાદ યુવાનના મૃતદેહને રખિયાલ csc સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબો દ્વારા પોસ્ટમોર્ટમ કરવાની કામગીરી હાથ ધરી હતી.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધર્મેન્દ્રસિંહ ઝાલા આપઘાત કરવામાં આવ્યો છે. તેમની આર્મીની નોકરીમાં બેથી ત્રણ વર્ષ જેટલી સમય ગાળો નિવૃત્તિમાં બાકી હતો. જ્યારે ત્રણ વર્ષ પહેલા જ તેમના લગ્ન થયા છે. પોલીસે પણ કયા કારણોસર આપઘાત કરવામાં આવ્યો તે દિશામાં તજવીજ હાથ ધરી છે. સ્થાનિકોની ચર્ચા મુજબ એકમાત્ર સંતાન હતા અને તેમને કોઈ પ્રકારની આર્થિક સમસ્યા હતી નહિ. તો યુવાન ઉતરાયણ બાદ કોઈની સાથે બોલતો પણ ન હતો ને બેચેન રહેતો હતો તેવું પણ જાણવા મળી રહ્યુ છે. રહેતો હતો ત્યારે આ યુવાન દ્વારા કયા કારણોસર આપઘાત કરવામાં આવ્યો છે, તે પણ એક રહસ્ય અકબંધ રહ્યું છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.