ETV Bharat / bharat

આરોગ્ય સેતુ APP સાથે વેબસાઇટને જોડવા પર વિરોધ, કોર્ટે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

આરોગ્‍ય સેતુ એપ્લિકેશન સાથે ઇ-ફાર્મસી કંપનીનું જોડાણ કરવા પર રોક લગાવાવાની એક અરજી પર દિલ્‍હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે.

hc
hc
author img

By

Published : May 14, 2020, 11:43 PM IST

નવી દિલ્હી: આરોગ્‍ય સેતુ એપ્લિકેશન સાથે ઇ-ફાર્મસી કંપનીનું જોડાણ કરવા પર રોક મૂકવા પર માર્ગદર્શિકા જાહેર કરતી માંગની અરજી પર દિલ્‍હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. જસ્ટિસ જયંત નાથની ખંડપીઠે કેન્દ્ર સરકારને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા પછી 10 દિવસમાં તેનો જવાબ ફાઇલ કરવા નિર્દેશ આપ્યો હતો. આ કેસની આગામી સુનાવણી 29 મી મેના રોજ હાથ ધરવામાં આવશે.

આ અરજી સાઉથ કેમિસ્ટ્સ એન્ડ ડિસ્ટ્રિબ્યુટર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. અરજદાર વતી વકીલ અમિત ગુપ્તા અને માનસી કુકરેજાએ જણાવ્યું છે કે, આરોગ્ય સેતુ એપ્લિકેશનથી http://www.aarogyasetumitr.in નામની વેબસાઇટને લિંક કરવામાં આવી છે. આ વેબસાઇટ દવાઓનું વેચાણ, માર્કેટિંગને પ્રોત્સાહન આપે છે. સરકારી એપ્લિકેશનનો ઉપયોગ ખાનગી વ્યવસાયિક એન્ટરપ્રાઇઝને પ્રોત્સાહન આપવા માટે કરી શકાતું નથી.

આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અદાલત ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયને નિર્દેશ આપે કે, તે રાષ્ટ્રીય સૂચના કેન્દ્ર અને એનઆઈટીઆઈ આયોગને નિર્દેશ આપે કે આરોગ્ય સેતુ એપ જેવા નામોનો ઉપયોગ ખાનગી વ્યાપારી હિતો પૂરા કરવા માટે ન કરે. આરોગ્ય સેતુ એપ્લિકેશનનું હોમપેજ પોતે જ આ વેબસાઇટની એક લિંક આપે છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ વેબસાઇટને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.