ETV Bharat / bharat

ગોવામાં વધુ એક ગામના લોકોએ અમલમાં મૂક્યું 7 દિવસનું લૉકડાઉન - અગરવાડા-ચોપડેમ

લોકડાઉન કદાચ આખા દેશમાં હળવું કરવામાં આવ્યું છે. પરંતુ કોરોનાની અસર અને તેનો પ્રભાવ બંને ઓછા થતા નથી. 4 તબક્કાના રાષ્ટ્રવ્યાપી લોકડાઉન છતાં, દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખીને હવે ગોવામાં લોકોએ એક મોટું પગલું ભર્યું છે. કોરોના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને ગોવાના વધુ એક ગામના લોકોએ 7 દિવસનું લોકડાઉન અમલમાં મૂક્યું છે.

another-goa-village-self-imposes-7-day-lockdown
ગોવામાં વધુ એક ગામના લોકોએ અમલમાં મૂક્યું 7 દિવસનું લૉકડાઉન
author img

By

Published : Jun 13, 2020, 10:42 PM IST

ગોવાઃ લોકડાઉન કદાચ આખા દેશમાં હળવું કરવામાં આવ્યું છે. પરંતુ કોરોનાની અસર અને તેનો પ્રભાવ બંને ઓછા થતા નથી. 4 તબક્કાના રાષ્ટ્રવ્યાપી લોકડાઉન છતાં, દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખીને હવે ગોવામાં લોકોએ એક મોટું પગલું ભર્યું છે. કોરોના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને ગોવાના વધુ એક ગામના લોકોએ 7 દિવસનું લોકડાઉન અમલમાં મૂક્યું છે. આ ગામ છે અગરવાડા-ચોપડેમ. આ ગામના લોકોએ સ્વયં લોકડાઉન અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે.

અગરવાડા-ચોપડેમ પંચાયતે કહ્યું છે કે, જો કોઈ પણ જાતનું ઉલ્લંઘન કરવામાં આવશે તો 5000 હજારનો દંડ ભરવો પડશે. આ લોકડાઉન 15-21જૂન સુધી રહેશે. આદેશ પ્રમાણે દુકાનો, પ્રાઈવેટ ઓફિસ બંધ રહેશે. દવાની દુકાન, બેન્ક, સરકારી ઓફિસ, ડેરી અને ક્લિનીક ચાલુ રહેશે.

કર્ણાટકની સરહદ આવેલા સત્તારીના કેરી ગામે મંગળવારે લોકડાઉન લગાવી દીધું હતું, ત્યારબાદ મોરલેમમાં પણ બધુ બંધ કરાયું હતું. બિચોલીમ તાલુકાના પાલે ગામ અને સાંખલીમ વિધાનસભા મત વિસ્તારની દુકાનો પણ બંધ રહી હતી. આ ઉપરાંત કેરી અને કેટલાક અન્ય ગામોમાં ચાર દિવસનો લોકડાઉન લાદવામાં આવ્યો હતો. અત્યારે ગોવામાં 400 એક્ટિવ કેસ છે.

આ સમગ્ર મામલે રાજ્યના આરોગ્ય સચિવ નીલા મોહનને કહ્યું કે, જાતે જ લોકડાઉન લાદવાની જરૂર નથી. રાજ્યના આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેએ કહ્યું છે કે, કેટલાક કિસ્સાઓ સામે આવ્યા બાદ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે અને કેટલાક સ્થળોએ લોકોની તપાસ ચાલી રહી છે.

જ્યારે વિપક્ષે રાજ્યમાં અંદરની ગતિવિધિને કડક બનાવવાની માંગ કરી છે, ત્યારે મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું છે કે, "પરિસ્થિતિ નિયંત્રણમાં છે" અને લોકોને ભયભીત ન થવા જણાવ્યું છે.

ગોવાના અનેક ગામોમાં લોકો દ્વારા સ્વયં લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યું છે. અહીં ગામના લોકો કોરોના વાઈરસથી બચવા માટે અને લોકોમાં કોરોના વાઈરસને લઈને અંધાધૂંધી ના ફેલાય તે માટે આ પગલું લીધું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.