આંધ્રપ્રદેશ: APના પોલીસ મહાનિર્દેશકની કચેરી તરફથી અધિકારીઓ અને પોલીસ દળને મોકલવામાં આવેલા પરિપત્રમાં ચલણી નોટો દ્વારા કોરોના વાઈરસનો ચેપ લાગવાની સંભાવનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે, કચેરીએ સ્પષ્ટતા કરી હતી કે, હજી સુધી આ બાબતના કોઈ પુરાવા સામે આવ્યા નથી.
કોરોના વાઈરસના ફેલાવાની સંભાવનાઓ વિશે જાગૃત કરવા માટે પોલીસ મહાનિર્દેશક ગૌતમ સવાંગ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાઈરસના ફેલાવાની શક્યતાઓમાંથી આ એક શક્યતા છે. પોલીસ ઓફિસના કર્મચારીઓએ ઘણા નિયમિત સુચનો મોકલવામાં આવે છે. આ સુચનો સાવચેત રહેવા માટે રોજિંદા ધોરણે મોકલવામાં આવે છે. આજની તારીખે રાજ્યમાં ચલણી નોટો દ્વારા ચેપ ફેલાયો હોય તેેવા કોઈ પુરાવા નથી. પોલીસ એકમોના આંતરિક પરિપત્ર બહાર આવ્યા બાદ પોલીસ મહાનિર્દેશકે આ ખુલાસો કર્યો છે.
આ ખુલાસામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આરોગ્ય અધિકારીઓ કોરોના વાઈરસ ફેલાવવામાં ચલણની ભૂમિકા અગે શંકા વ્યક્ત કરી હતી. જ્યારે વિદેશ મુસાફરીનો ઈતિહાસ ન ધરાવતા અથવા વિદેશથી પરત આવનારાઓ સાથે સંપર્ક આવ્યા વગરના 3 નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. ત્રણેયમાંથી એક પૂર્વ ગોદાવરી જિલ્લાની શિક્ષિકા છે, બીજી કૃષ્ણા જિલ્લાની મહિલા છે અને ત્રીજી ગુન્ટુર જિલ્લાની RMP ડોક્ટર છે.
આ કેસનો ઉલ્લેખ કરીને DGP કચેરીએ રાજ્યના તમામ શહેરો અને જિલ્લાના પોલીસ વડાઓને સલામતી માટે ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહિત કરવાની સલાહ આપી છે.