ETV Bharat / bharat

ભારત વગર આરસીઇપી નબળું: ઑસ્ટ્રેલિયાના ટોચના રાજદ્વારી - ભારત વગર આરસીઇપી નબળું

ઑસ્ટ્રેલિયાના ટોચના પૂર્વ રાજદ્વારી પીટર વર્ગીસે આજે દલીલ કરી હતી કે, ક્ષેત્રીય સઘન આર્થિક ભાગીદારી (આરસીઇપી)માં હસ્તાક્ષર કરવા તે આ ક્ષેત્ર તેમજ ભારતનાં પોતાનાં આર્થિક હિતોમાં છે. વિદેશ અને વેપાર વિભાગ (ડીએફએટી)–પૂર્વ સચિવ અને ભારતમાં પૂર્વ ઉચ્ચાયુક્ત વર્ગીસે ઑસ્ટ્રેલિયા સરકારે સોંપેલ ‘ભારત આર્થિક રણનીતિ’ પત્રનું લેખન કર્યું છે. તેમણે આશા દર્શાવી હતી કે, ભારત નજીકના ભવિષ્યમાં આરસીઇપીમાં જોડાશે. 'જો તમે વર્તમાન વૈશ્વિક આર્થિક દૃશ્ય જુઓ અને જો તમે વેપાર ઉદારીકરણ જે દબાણનો સામનો કરી રહ્યું છે તે જુઓ તો જ્યારે વેપાર ઉદારીકરણની તીવ્ર કસોટી થઈ રહી છે ત્યારે વૈશ્વિક જીડીપીના ત્રીજા ભાગને આવરી લેતી સમજૂતી કરવી એ એક ડગલું આગળ માંડવા જેવું છે. ભારતની પોતાની આર્થિક આકાંક્ષાઓ અને હિતોના સંદર્ભમાં, મને આશા છે કે, કોઈક તબક્કે એવો નિર્ણય આવશે કે બહાર રહેવા કરતાં અંદર રહેવું વધુ સારું. આથી અમે આશા જાળવી રાખીએ છીએ કે બહુ દૂરના ભવિષ્યમાં નહીં, પરંતુ નજીકના ભવિષ્યમાં જ અમે ભારતને આરસીઇપીની અંદર જોઈશું.' તેમ વર્ગીઝે ભારપૂર્વક કહ્યું હતું.

Australian diplomacy on the RCE
author img

By

Published : Nov 13, 2019, 2:33 PM IST

અનેક દેશો સાથે દ્વિપક્ષીય મુક્ત વેપાર સમજૂતીઓ (એફડીએ)ની ભારત દ્વારા ચાલી રહેલી સમીક્ષા અને તેની વિરુદ્ધની દલીલો વિશે વર્ગીઝે કહ્યું હતું કે, જ્યારે વેપાર ઉદારીકરણ પર વાટાઘાટની વાત આવે છે ત્યારે ભારત અને ઑસ્ટ્રેલિયા બંનેની અલગ-અલગ આકાંક્ષાઓ છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતનો મિશ્ર અનુભવ છે અને એફટીએમાં તેની આકાંક્ષાનું સ્તર નીચું છે, જ્યારે ઑસ્ટ્રેલિયામાં મધ્ય થિયરી પહેલેથી માને છે કે એફટીએ અર્થતંત્ર માટે ઉપયોગી સાધન છે.

દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્રોના સંઘ (આશિયાન)ના ૧૦ સભ્ય દેશો અને ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સહિત આ સમૂહના સંવાદ ભાગીદારો સાથે લાંબી ચાલેલી મંત્રણા બાદ ભારતે બેંગ્કોકમાં યોજાયેલી આશિયાન શિખર પરિષદ દરમિયાન સૂચિત આરસીઇપી સમજૂતીમાંથી બહાર નીકળી જવાનું પસંદ કર્યું હતું. “આજે જ્યારે આપણે આસપાસ જોઈએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે આરસીઇપીની વાટાઘાટોનાં સાત વર્ષમાં વૈશ્વિક આર્થિક અને વેપાર સંબંધી પરિદૃશ્યો સહિત અનેક ચીજો બદલાઈ છે. આપણે આ પરિવર્તનોની અવગણના ન કરી શકીએ. આરસીઇપી સમજૂતીનું વર્તમાન સ્વરૂપ આરસીઇપીની મૂળભૂત ભાવના અને સંમત માર્ગદર્શક સિદ્ધાંતોને પૂરી રીતે દર્શાવતું નથી. આવી સ્થિતિમાં ભારત માટે આરસીઇપી સમજૂતીમાં જોડાવું સંભવ નથી,” તેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડમાં પોતાના વક્તવ્યમાં આરસીઇપીમાંથી બહાર નીકળી જવાનો નિર્ણય જાહેર કરતી વખતે કહ્યું હતું.

આરસીઇપી છોડવાથી ભારત માટે અમેરિકા અને યુરોપીય સંઘ સાથે એફટીએ પર ચાલી રહેલી વાટાઘાટોમાં વધુ છૂટછાટોની દરખાસ્ત કરવી અઘરી બનશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં, વિદેશ ખાતાના (આર્થિક વિભાગ અને વિદેશોના) અધિક સચિવ પી. હરીશે કહ્યું હતું કે જે તમામ ૧૫ દેશો આરસીઇપીમાં જોડાવા માન્યા છે તેમની સાથે ભારતને વેપાર ખાધ છે તે ગેરફાયદારૂપ વાત છે. જોકે અમેરિકા અને યુરોપીય સંઘ સાથે ભારત વેપારમાં બઢત ધરાવે છે, તેમ તેમણે કહ્યું હતું.

ભારતીય અર્થતંત્ર રણનીતિ પત્ર વર્ષ ૨૦૩૫ સુધીમાં ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે વેપાર, વાણિજ્ય અને મૂડીરોકાણ ભાગીદારીને બદલવા માટેની બ્લુપ્રિન્ટ છે. વર્ગીઝે ભારતની અલગ જનસંખ્યાને જોતાં ભારતીય બજારમાં ઑસ્ટ્રેલિયાની વધુ નિકાસ થાય તે માટે આગ્રહ કર્યો હતો. દરમિયાનમાં હરીશે ખાતરી આપી છે કે અર્થતંત્રમાં ચક્રીય અને માળખાગત સુસ્તી છે, ત્યારે ભારત સરકાર ઑટોમોબાઇલથી લઈને બાંધકામના ક્ષેત્ર પર ધ્યાન સાથે ક્ષેત્ર મુજબ ચિંતાઓને હલ કરી રહી છે. વક્તાઓએ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે પર્યટન અને વેપારને ઉત્તેજન આપવા માટે સીધા વિમાન જોડાણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને ઉત્તેજન આપવા માટે ઊર્જા, પુન:પ્રાપ્ય, ફિનટૅક, એનિમેશન ગેમિંગ, બૅન્કિંગ ઉકેલો, તબીબી ટૅક્નૉલૉજી, હીરા અને ઝવેરાતને મહત્ત્વના ક્ષેત્રો તરીકે ઓળખી કઢાયાં છે.

વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્માએ ઑસ્ટ્રેલિયાના પૂર્વ વિદેશ સચિવ પીટર વર્ગીઝ સાથે આરસીઇપીમાંથી ભારત બહાર નીકળી જવા વિશે વાત કરી હતી. અહીં ખાસ વાતચીત પ્રસ્તુત છે.

પ્ર. ભારત અર્થતંત્ર રણનીતિ અહેવાલ પર મહત્ત્વની કઈ પ્રગતિ સધાઈ છે?

પ્રગતિ એ સધાઈ છે કે સરકારે ભલામણો પ્રત્યે સુવિચારિત અને પદ્ધતિસરનો અભિગમ દાખવ્યો છે. અમલમાં પ્રગતિ થાય તે સુનિશ્ચિત કરવા આપણી પાસે હવે એક વ્યવસ્થા છે.

પ્ર. ભારતે આરસીઇપીમાંથી બહાર નીકળી જવાનું પસંદ કર્યું તેનાથી દુનિયામાં શું સંદેશ ગયો છે?

પહેલેથી જ આરસીઇપી ભારત માટે મજબૂત સમજૂતી રહી હોત. હું ભારતના વલણને એ રીતે નથી જોતો કે તે ક્યારે પણ જોડાશે જ નહીં. અમે દરવાજા ખુલ્લા રહે તે માટે ખૂબ જ સાવધ હતા અને મને ખરેખર આશા છે કે ભારત આ દરવાજા મારફતે કોઈક તબક્કે જોડાશે. હું તેમ ચોક્કસ માનું છું.

ક્ષેત્રના હિતમાં આ નવી વેપાર ઉદારીકરણ વ્યવસ્થાની અંદર ભારત હોય અને ભારત આ ક્ષેત્રમાં વધુ મોટા વેપાર ઉદારીકરણ એજન્ડાનો હિસ્સો હોય તે ભારતના લાંબા ગાળાના હિતમાં પણ છે અને અત્યારે વૈશ્વિક આર્થિક ચિત્ર ફિક્કું દેખાઈ રહ્યું છે ત્યારે વેપાર ઉદારીકરણમાં આ એક માત્ર આગળનું પગલું છે.

પ્ર. ભારતીય ઉદ્યોગો દલીલ કરે છે કે ચીનનાં સસ્તા ઉત્પાદનો ભારતમાં ઠલવાશે અને સરકાર દલીલ કરે છે કે આશિયાન દેશો સાથે એફટીઆઈથી વેપાર ખાધ થઈ છે જે તેના ગેરલાભમાં છે. તમારા વિચારો શું છે?

છેવટે આ અવલોકનો છે જે માત્ર ભારત જ કરી શકે છે. વેપાર ઉદારીકરણથી આપણે બધા ઘરેલુ ધક્કો અનુભવી રહ્યા છીએ. હું માત્ર એટલું જ કહીશ કે ઑસ્ટ્રેલિયાનો અનુભવ એ છે કે આકાંક્ષી એફટીએથી પરિણામો મળે છે. આપણે ચીન, જાપાન અને અન્ય દેશો સાથે કરેલી સમજૂતીઓને તમે જોશો તો આ બધા કિસ્સાઓમાં વેપારના આંકડાઓ સુધર્યા છે અને બંને દેશોને લાભ થયો છે. મને લાગે છે કે બંને પક્ષકારોને લાભ થાય તે રીતે કરવું સંભવ છે. તેમાં કોઈ વિજેતા કે પરાજિત નથી.

પ્ર. ભારત ચીન માટે ઉત્પાદનો ઠાલવવાનું મેદાન બની જાય તેવી ભારતની ચિંતા તમને વધુ પડતી લાગે છે?

હું ભારતની ચિંતાઓ સમજી શકું છું. પરંતુ છેવટે તમારે હિતોના સંતુલન પર તમારા નિર્ણયો લેવાના છે. કોઈની પાસે દરેક ક્ષેત્રમાં પ્રગતિ ન હોય. આ નિર્ણયો માત્ર સરકારો જ કરી શકે છે.

પ્ર. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે થઈ રહેલી સઘન આર્થિક સહકાર સમજૂતી (સીઇસીએ) વિશે તમને આશા છે?

આરસીઇપીને જોવા માટે સીઇસીએ મોકૂફ રખાઈ હતી. હવે આપણી પાસે આરસીઇપી શરૂ થવાનું ચિત્ર છે ત્યારે સરકારે આગળ વધવાનો દૃષ્ટિકોણ બનાવવો પડશે. આ આર્થિક સંબંધો બનાવવામાં અને આપણા વેપાર અને મૂડીરોકાણ જે સીઇસીએ થઈ જાય તેના પર નિર્ભર નથી, તેને વિસ્તારવામાં અનેક અનેક બાબતો છે. આપણે એવું અનુમાન ન કરવું જોઈએ કે આ સંબંધનું ભવિષ્ય માત્ર સીઇસીએ કે આરસીઇપી પર ટકેલું છે. તે કેસથી બિલકુલ વેગળું છે.

પ્ર. જો ભારત જોડાય નહીં તો શું આરસીઇપીને નુકસાન થશે?

આરસીઇપી ભારત વગર નબળું હશે. મને લાગે છે કે ભારત બહાર હોય તેના કરતાં ભારત આરસીઇપીમાં અંદર હોય તો આરસીઇપી વધુ મજબૂત સમજૂતી સાબિત થશે. ઑસ્ટ્રેલિયા જેવા દેશો માટે, એ અગત્યનું છે કે આરસીઇપીમાં સહભાગી થવા માટે દરવાજા ખુલ્લા રહે અને મને શા છે કે આ ખુલ્લા દરવાજામાંથી અંદર અવાશે. જો તમે આ ક્ષણે વૈશ્વિક આર્થિક પરિદૃશ્ય જુઓ અને જો તમે વેપાર ઉદારીકરણ જે દબાણોનો સામનો કરી રહ્યું છે તે જુઓ તો વિશ્વની જીડીપીના ત્રીજા ભાગને આવરી લેતી અને વિશ્વની વસતિના ત્રીજા ભાગને આવરી લેતી સમજૂતી, જ્યારે વેપાર ઉદારીકરણની આકરી કસોટી થઈ રહી છે ત્યારે આગળની તરફ એક અગત્યનું પગલું છે. ભારતની પોતાની આર્થિક આકાંક્ષાઓ અને હિતોના સંદર્ભમાં મને આશા છે કે કોઈક સમયે એવો નિર્ણય કરાશે કે બહાર રહેવા કરતાં અંદર રહેવામાં ભલાઈ છે. આથી અમે આશાવાદી છીએ કે બહુ દૂર નહીં, નજીકના ભવિષ્યમાં જ કોઈક સમયે, આપણે ભારતને આરસીઇપીની અંદર જોઈશું.

Intro:Body:

ભારત વગર આરસીઇપી નબળું: ઑસ્ટ્રેલિયાના ટોચના રાજદ્વારી 

ઑસ્ટ્રેલિયાના ટોચના પૂર્વ રાજદ્વારી પીટર વર્ગીસે આજે દલીલ કરી હતી કે ક્ષેત્રીય સઘન આર્થિક ભાગીદારી (આરસીઇપી)માં હસ્તાક્ષર કરવા તે આ ક્ષેત્ર તેમજ ભારતનાં પોતાનાં આર્થિક હિતોમાં છે. વિદેશ અને વેપાર વિભાગ (ડીએફએટી)– પૂર્વ સચિવ અને ભારતમાં પૂર્વ ઉચ્ચાયુક્ત વર્ગીસે ઑસ્ટ્રેલિયા સરકારે સોંપેલ ‘ભારત આર્થિક રણનીતિ’ પત્રનું લેખન કર્યું છે. તેમણે આશા દર્શાવી હતીકે ભારત નજીકના ભવિષ્યમાં આરસીઇપીમાં જોડાશે. “જો તમે વર્તમાન વૈશ્વિક આર્થિક દૃશ્ય જુઓ અને જો તમે વેપાર ઉદારીકરણ જે દબાણનો સામનો કરી રહ્યું છે તે જુઓ તો જ્યારે વેપાર ઉદારીકરણની તીવ્ર કસોટી થઈ રહી છે ત્યારે વૈશ્વિક જીડીપીના ત્રીજા ભાગને આવરી લેતી સમજૂતી કરવી એ એક ડગલું આગળ માંડવા જેવું છે. ભારતની પોતાની આર્થિક આકાંક્ષાઓ અને હિતોના સંદર્ભમાં, મને આશા છે કે કોઈક તબક્કે એવો નિર્ણય આવશે કે બહાર રહેવા કરતાં અંદર રહેવું વધુ સારું. આથી અમે આશા જાળવી રાખીએ છીએ કે બહુ દૂરના ભવિષ્યમાં નહીં, પરંતુ નજીકના ભવિષ્યમાં જ અમે ભારતને આરસીઇપીની અંદર જોઈશું.” તેમ વર્ગીઝે ભારપૂર્વક કહ્યું હતું.

અનેક દેશો સાથે દ્વિપક્ષીય મુક્ત વેપાર સમજૂતીઓ (એફડીએ)ની ભારત દ્વારા ચાલી રહેલી સમીક્ષા અને તેની વિરુદ્ધની દલીલો વિશે વર્ગીઝે કહ્યું હતું કે જ્યારે વેપાર ઉદારીકરણ પર વાટાઘાટની વાત આવે છે ત્યારે ભારત અને ઑસ્ટ્રેલિયા બંનેની અલગ-અલગ આકાંક્ષાઓ છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતનો મિશ્ર અનુભવ છે અને એફટીએમાં તેની આકાંક્ષાનું સ્તર નીચું છે, જ્યારે ઑસ્ટ્રેલિયામાં મધ્ય થિયરી પહેલેથી માને છે કે એફટીએ અર્થતંત્ર માટે ઉપયોગી સાધન છે. 

દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્રોના સંઘ (આશિયાન)ના ૧૦ સભ્ય દેશો અને ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સહિત આ સમૂહના સંવાદ ભાગીદારો સાથે લાંબી ચાલેલી મંત્રણા બાદ ભારતે બેંગ્કોકમાં યોજાયેલી આશિયાન શિખર પરિષદ દરમિયાન સૂચિત આરસીઇપી સમજૂતીમાંથી બહાર નીકળી જવાનું પસંદ કર્યું હતું. “આજે જ્યારે આપણે આસપાસ જોઈએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે આરસીઇપીની વાટાઘાટોનાં સાત વર્ષમાં વૈશ્વિક આર્થિક અને વેપાર સંબંધી પરિદૃશ્યો સહિત અનેક ચીજો બદલાઈ છે. આપણે આ પરિવર્તનોની અવગણના ન કરી શકીએ. આરસીઇપી સમજૂતીનું વર્તમાન સ્વરૂપ આરસીઇપીની મૂળભૂત ભાવના અને સંમત માર્ગદર્શક સિદ્ધાંતોને પૂરી રીતે દર્શાવતું નથી. આવી સ્થિતિમાં ભારત માટે આરસીઇપી સમજૂતીમાં જોડાવું સંભવ નથી,” તેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડમાં પોતાના વક્તવ્યમાં આરસીઇપીમાંથી બહાર નીકળી જવાનો નિર્ણય જાહેર કરતી વખતે કહ્યું હતું.

આરસીઇપી છોડવાથી ભારત માટે અમેરિકા અને યુરોપીય સંઘ સાથે એફટીએ પર ચાલી રહેલી વાટાઘાટોમાં વધુ છૂટછાટોની દરખાસ્ત કરવી અઘરી બનશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં, વિદેશ ખાતાના (આર્થિક વિભાગ અને વિદેશોના) અધિક સચિવ પી. હરીશે કહ્યું હતું કે જે તમામ ૧૫ દેશો આરસીઇપીમાં જોડાવા માન્યા છે તેમની સાથે ભારતને વેપાર ખાધ છે તે ગેરફાયદારૂપ વાત છે. જોકે અમેરિકા અને યુરોપીય સંઘ સાથે ભારત વેપારમાં બઢત ધરાવે છે, તેમ તેમણે કહ્યું હતું.

ભારતીય અર્થતંત્ર રણનીતિ પત્ર વર્ષ ૨૦૩૫ સુધીમાં ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે વેપાર, વાણિજ્ય અને મૂડીરોકાણ ભાગીદારીને બદલવા માટેની બ્લુપ્રિન્ટ છે. વર્ગીઝે ભારતની અલગ જનસંખ્યાને જોતાં ભારતીય બજારમાં ઑસ્ટ્રેલિયાની વધુ નિકાસ થાય તે માટે આગ્રહ કર્યો હતો. દરમિયાનમાં હરીશે ખાતરી આપી છે કે અર્થતંત્રમાં ચક્રીય અને માળખાગત સુસ્તી છે, ત્યારે ભારત સરકાર ઑટોમોબાઇલથી લઈને બાંધકામના ક્ષેત્ર પર ધ્યાન સાથે ક્ષેત્ર મુજબ ચિંતાઓને હલ કરી રહી છે. વક્તાઓએ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે પર્યટન અને વેપારને ઉત્તેજન આપવા માટે સીધા વિમાન જોડાણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધોને ઉત્તેજન આપવા માટે ઊર્જા, પુન:પ્રાપ્ય, ફિનટૅક, એનિમેશન ગેમિંગ, બૅન્કિંગ ઉકેલો, તબીબી ટૅક્નૉલૉજી, હીરા અને ઝવેરાતને મહત્ત્વના ક્ષેત્રો તરીકે ઓળખી કઢાયાં છે.

વરિષ્ઠ પત્રકાર સ્મિતા શર્માએ ઑસ્ટ્રેલિયાના પૂર્વ વિદેશ સચિવ પીટર વર્ગીઝ સાથે આરસીઇપીમાંથી ભારત બહાર નીકળી જવા વિશે વાત કરી હતી. અહીં ખાસ વાતચીત પ્રસ્તુત છે. 

પ્ર. ભારત અર્થતંત્ર રણનીતિ અહેવાલ પર મહત્ત્વની કઈ પ્રગતિ સધાઈ છે? 

પ્રગતિ એ સધાઈ છે કે સરકારે ભલામણો પ્રત્યે સુવિચારિત અને પદ્ધતિસરનો અભિગમ દાખવ્યો છે. અમલમાં પ્રગતિ થાય તે સુનિશ્ચિત કરવા આપણી પાસે હવે એક વ્યવસ્થા છે. 

પ્ર. ભારતે આરસીઇપીમાંથી બહાર નીકળી જવાનું પસંદ કર્યું તેનાથી દુનિયામાં શું સંદેશ ગયો છે?

પહેલેથી જ આરસીઇપી ભારત માટે મજબૂત સમજૂતી રહી હોત. હું ભારતના વલણને એ રીતે નથી જોતો કે તે ક્યારે પણ જોડાશે જ નહીં. અમે દરવાજા ખુલ્લા રહે તે માટે ખૂબ જ સાવધ હતા અને મને ખરેખર આશા છે કે ભારત આ દરવાજા મારફતે કોઈક તબક્કે જોડાશે. હું તેમ ચોક્કસ માનું છું. 

ક્ષેત્રના હિતમાં આ નવી વેપાર ઉદારીકરણ વ્યવસ્થાની અંદર ભારત હોય અને ભારત આ ક્ષેત્રમાં વધુ મોટા વેપાર ઉદારીકરણ એજન્ડાનો હિસ્સો હોય તે ભારતના લાંબા ગાળાના હિતમાં પણ છે અને અત્યારે વૈશ્વિક આર્થિક ચિત્ર ફિક્કું દેખાઈ રહ્યું છે ત્યારે વેપાર ઉદારીકરણમાં આ એક માત્ર આગળનું પગલું છે. 

પ્ર. ભારતીય ઉદ્યોગો દલીલ કરે છે કે ચીનનાં સસ્તા ઉત્પાદનો ભારતમાં ઠલવાશે અને સરકાર દલીલ કરે છે કે આશિયાન દેશો સાથે એફટીઆઈથી વેપાર ખાધ થઈ છે જે તેના ગેરલાભમાં છે. તમારા વિચારો શું છે? 

છેવટે આ અવલોકનો છે જે માત્ર ભારત જ કરી શકે છે. વેપાર ઉદારીકરણથી આપણે બધા ઘરેલુ ધક્કો અનુભવી રહ્યા છીએ. હું માત્ર એટલું જ કહીશ કે ઑસ્ટ્રેલિયાનો અનુભવ એ છે કે આકાંક્ષી એફટીએથી પરિણામો મળે છે. આપણે ચીન, જાપાન અને અન્ય દેશો સાથે કરેલી સમજૂતીઓને તમે જોશો તો આ બધા કિસ્સાઓમાં વેપારના આંકડાઓ સુધર્યા છે અને બંને દેશોને લાભ થયો છે. મને લાગે છે કે બંને પક્ષકારોને લાભ થાય તે રીતે કરવું સંભવ છે. તેમાં કોઈ વિજેતા કે પરાજિત નથી. 

પ્ર. ભારત ચીન માટે ઉત્પાદનો ઠાલવવાનું મેદાન બની જાય તેવી ભારતની ચિંતા તમને વધુ પડતી લાગે છે?

હું ભારતની ચિંતાઓ સમજી શકું છું. પરંતુ છેવટે તમારે હિતોના સંતુલન પર તમારા નિર્ણયો લેવાના છે. કોઈની પાસે દરેક ક્ષેત્રમાં પ્રગતિ ન હોય. આ નિર્ણયો માત્ર સરકારો જ કરી શકે છે. 

પ્ર. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે થઈ રહેલી સઘન આર્થિક સહકાર સમજૂતી (સીઇસીએ) વિશે તમને આશા છે? 

આરસીઇપીને જોવા માટે સીઇસીએ મોકૂફ રખાઈ હતી. હવે આપણી પાસે આરસીઇપી શરૂ થવાનું ચિત્ર છે ત્યારે સરકારે આગળ વધવાનો દૃષ્ટિકોણ બનાવવો પડશે. આ આર્થિક સંબંધો બનાવવામાં અને આપણા વેપાર અને મૂડીરોકાણ જે સીઇસીએ થઈ જાય તેના પર નિર્ભર નથી, તેને વિસ્તારવામાં અનેક અનેક બાબતો છે. આપણે એવું અનુમાન ન કરવું જોઈએ કે આ સંબંધનું ભવિષ્ય માત્ર સીઇસીએ કે આરસીઇપી પર ટકેલું છે. તે કેસથી બિલકુલ વેગળું છે.

પ્ર. જો ભારત જોડાય નહીં તો શું આરસીઇપીને નુકસાન થશે? 

આરસીઇપી ભારત વગર નબળું હશે. મને લાગે છે કે ભારત બહાર હોય તેના કરતાં ભારત આરસીઇપીમાં અંદર હોય તો આરસીઇપી વધુ મજબૂત સમજૂતી સાબિત થશે. ઑસ્ટ્રેલિયા જેવા દેશો માટે, એ અગત્યનું છે કે આરસીઇપીમાં સહભાગી થવા માટે દરવાજા ખુલ્લા રહે અને મને શા છે કે આ ખુલ્લા દરવાજામાંથી અંદર અવાશે. જો તમે આ ક્ષણે વૈશ્વિક આર્થિક પરિદૃશ્ય જુઓ અને જો તમે વેપાર ઉદારીકરણ જે દબાણોનો સામનો કરી રહ્યું છે તે જુઓ તો વિશ્વની જીડીપીના ત્રીજા ભાગને આવરી લેતી અને વિશ્વની વસતિના ત્રીજા ભાગને આવરી લેતી સમજૂતી, જ્યારે વેપાર ઉદારીકરણની આકરી કસોટી થઈ રહી છે ત્યારે આગળની તરફ એક અગત્યનું પગલું છે. ભારતની પોતાની આર્થિક આકાંક્ષાઓ અને હિતોના સંદર્ભમાં મને આશા છે કે કોઈક સમયે એવો નિર્ણય કરાશે કે બહાર રહેવા કરતાં અંદર રહેવામાં ભલાઈ છે. આથી અમે આશાવાદી છીએ કે બહુ દૂર નહીં, નજીકના ભવિષ્યમાં જ કોઈક સમયે, આપણે ભારતને આરસીઇપીની અંદર જોઈશું. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.